ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Gender Pay in BBC- A male partner gets 10 times more pay

  BBCમાં જેંડર પ: પુરુષ સાથીને 10 ગણો વધુ પગાર મળે છે

  International Desk | Last Modified - Mar 20, 2018, 01:46 AM IST

  માર્ટિનાનો દાવો - કોમેન્ટ્રી માટે સાથી કોમેન્ટેટર જોન મૈકેનરોને 1.3 કરોડ જ્યારે તેને માત્ર 13 લાખ રૂપિયા મળ્યાં
  • BBCમાં જેંડર પ: પુરુષ સાથીને 10 ગણો વધુ પગાર મળે છે
   BBCમાં જેંડર પ: પુરુષ સાથીને 10 ગણો વધુ પગાર મળે છે

   લંડન: બીબીસી પર જેન્ડર પે-ગેપનો આરોપ મુકાયો છે. 9 વખતના વિમ્બલ્ડન ચેમ્પિયન પૂર્વ ટેનિસ ખેલાડી માર્ટિના નવરાતિલોવાએ આ આરોપ મૂક્યો છે. રમતથી નિવૃત્તિ લઈ ચૂકેલ માર્ટિનાએ ગત વર્ષે વિમ્બલ્ડનમાં બીબીસી માટે કોમેન્ટ્રી આપી હતી. તેની સાથે જ કોમેન્ટ્રી પેનલમાં 3 વખતના ચેમ્પિયન જોન મેકનરો પણ હતા. માર્ટિનાએ દાવો કર્યો છે કે બંનેએ બીબીસી માટે એકસમાન કોમેન્ટ્રી આપી હતી પરંતુ જોન મેકનરોને તેમનાથી 10 ગણો વધારો પગાર ચૂકવાયો. માર્ટિના કહે છે કે બીબીસી- એક ગુડ ઓલ્ડ બોય નેટવર્ક.(પુરુષોનું સંસ્થાન) છે.

   વિમ્બલ્ડન સમાપ્ત થયા બાદ મને જાણ થઈ કે જેટલી કોમેન્ટ્રી માટે મને 13 લાખ રૂપિયા ચૂકવાયા તે માટે જોનને 1.3 કરોડ રૂપિયા મળ્યા. આ વાત એટલા માટે અચરજ પમાડે છે કે કેમ કે જોન મેકનરો વિમ્બલ્ડનથી બહાર પણ અનેક કામોમાં વ્યસ્ત હતાં. જોકે મારી પ્રતિબદ્ધતા વિમ્બલ્ડન સાથે જ હતી. હું સમજી ગઈ કે આટલી મોટી સંસ્થામાં આજે પણ પુરુષોના અવાજને મહિલાઓના અવાજથી વધારે મહત્વ અપાય છે. માર્ટિના નવરાતિલોવાએ એ પણ સ્પષ્ટ કર્યુ કે તેમના મેનેજર આ મામલાને બીબીસી સમક્ષ રજૂ કરશે.

   બીબીસી કહે છે કે કોમેન્ટ્રી પેનલમાં માર્ટિના નવરાતિલોવા અને જોન મેકનરોની ભૂમિકા જુદી જુદી હતી. એ બંનેની તુલના ન કરવી જોઈએ. તે ઉપરાંત બંનેના શોમાં અંતર પણ હતું. જોને સમગ્ર વિમ્બલ્ડનમાં કુલ 30 શો કર્યા જ્યારે માર્ટિનાએ 10 શો કર્યા. જોનને દર્શકો પણ રમતના સારા સમીક્ષક માને છે. પે-ગેપ આ વાતોને કારણે છે ન કે કોઈના જેન્ડરને કારણે. ગત વર્ષે પણ બીબીસીના એક રેડિયો એન્કરે જેન્ડર પે-ગેપની ફરિયાદ કરતાં કહ્યું હતું કે તેમને જાણ થઈ છે કે ગત 16 વર્ષથી તેમને પુરુષ સાથીઓથી ઓછો પગાર ચૂકવાય છે.

   બીબીસીમાં મહિલાઓનો પગાર પુરુષોથી 9.3 ટકા ઓછો : રિપોર્ટ

   ગાર્જિયનના એક રિપોર્ટ મુજબ બીબીસીમાં મહિલાઓનો સરેરાશ પગાર પુરુષોથી 9.3 ટકા ઓછો છે. અહીં લગભગ એવા 500 કેસ છે જેમાં એક જ કામ માટે પુરુષોને મહિલાઓથી વધારે પગાર ચૂકવાય છે. જોકે બીબીસીના ડિરેક્ટર ફ્રેન અન્સવર્થ કહે છે કે કોઈ ક્ષેત્રોમાં અસમાનતા હોઈ શકે છે પરંતુ કંપની એવું જાણી જોઈને નથી કરતી. તેની તપાસ કરાશે. લંડન બ્યુરોના એડિટર કેરી ગ્રેસીએ કહ્યું કે જો આ પ્રકારની વાતો સાચી સાબિત થશે તો તે રાજીનામું આપવા વિશે વિચારી શકે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Gender Pay in BBC- A male partner gets 10 times more pay
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top