યુરોપઃ 203 કિમી/કલાકની ઝડપે પવન, વાવાઝોડાંમાં વાહનો ઉડ્યા, 9નાં મોત

વાવાઝોડાંના કારણે ઇસ્ટ સ્ટેટના થુરિન્જિયામાં એક સ્કૂલની છત સુદ્ધાં ઉડી ગઇ હતી, બાળકો હજુ પણ બિલ્ડિંગમાં ફસાયેલા છે.

divyabhaskar.com | Updated - Jan 19, 2018, 06:02 PM
બે ટ્રક ચાલકોના સડક દુર્ઘટનામાં મોત થયા છે
બે ટ્રક ચાલકોના સડક દુર્ઘટનામાં મોત થયા છે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઉત્તર યુરોપમાં આવેલા ભીષણ વાવાઝોડાંના કારણે બે ફાયરફાઇટર્સ સહિત 9 લોકોનાં મોત થયા છે. ફ્રિડરિક નામના આ વાવાઝોડાંના કારણે ઇસ્ટ સ્ટેટના થુરિન્જિયામાં એક સ્કૂલની છત સુદ્ધાં ઉડી ગઇ હતી. આ દરમિયાન બાળકો સ્કૂલમાં ભણી રહ્યા હતા અને તેઓ હજુ પણ બિલ્ડિંગમાં ફસાયેલા છે. વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ટ્રેન અને હવાઇ માર્ગ વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. જર્મનીએ લાંબા અંતરની તમામ રેલ સેવાઓને એક દિવસ માટે અટકાવી દીધી છે. ઉપરાંત દેશમાં આવેલા આ તોફાનના કારણે અનેક ડોમેસ્ટિક ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. વાવાઝોડાંમાં મૃતકોમાં ઇમરજન્સી ઓપરેશન માટે ગોઠવાયેલા બે ફાયરકર્મીઓ પણ સામેલ છે. જ્યારે બે ટ્રક ચાલકોના સડક દુર્ઘટનામાં મોત થયા છે, જેઓના વાહન વાવાઝોડાં અને પવનના કારણે ઉડી ગયા હતા.


203 કિમી/કલાકની ઝડપે પવન અને બરફવર્ષા


- ફ્રેડરિક નામના આ વાવાઝોડાંએ એક સ્કૂલને પણ નુકસાન થયું છે. વાવાઝોડાંના કારણે સ્કૂલની છત ઉડી ગઇ હતી. આ દરમિયાન સ્કૂલમાં બાળકો હાજર હતા.
- જો કે, અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમાં કોઇ જાનહાનિનો બનાવ બન્યો નથી.
- જર્મન પોલીસના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર શહેર બ્રોકેનમાં વાવાઝોડાંના કારણે 203 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જર્મનીના હવામાન વિભાગ અનુસાર, 2007 બાદ આ સૌથી ઘાતક વાવાઝોડું છે.
- બેવેરિયન આલ્પ્સમાં સ્કી વર્લ્ડ ચેમ્પિયનશિપ કેન્સલ કરી દેવામાં આવી છે.
- જે પેસેન્જર્સ રેલવે સ્ટેશન પર અટવાઇ ગયા છે, તેઓને હોટેલ રૂમના વાઉચર આપવામાં આવ્યા છે. જેથી તેઓ સુરક્ષિત સ્થળે જઇ શકે.

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

જર્મનીએ લાંબા અંતરની તમામ રેલ સેવાઓને એક દિવસ માટે અટકાવી દીધી છે
જર્મનીએ લાંબા અંતરની તમામ રેલ સેવાઓને એક દિવસ માટે અટકાવી દીધી છે
વાવાઝોડાંમાં મૃતકોમાં ઇમરજન્સી ઓપરેશન માટે ગોઠવાયેલા બે ફાયરકર્મીઓ પણ સામેલ છે
વાવાઝોડાંમાં મૃતકોમાં ઇમરજન્સી ઓપરેશન માટે ગોઠવાયેલા બે ફાયરકર્મીઓ પણ સામેલ છે
X
બે ટ્રક ચાલકોના સડક દુર્ઘટનામાં મોત થયા છેબે ટ્રક ચાલકોના સડક દુર્ઘટનામાં મોત થયા છે
જર્મનીએ લાંબા અંતરની તમામ રેલ સેવાઓને એક દિવસ માટે અટકાવી દીધી છેજર્મનીએ લાંબા અંતરની તમામ રેલ સેવાઓને એક દિવસ માટે અટકાવી દીધી છે
વાવાઝોડાંમાં મૃતકોમાં ઇમરજન્સી ઓપરેશન માટે ગોઠવાયેલા બે ફાયરકર્મીઓ પણ સામેલ છેવાવાઝોડાંમાં મૃતકોમાં ઇમરજન્સી ઓપરેશન માટે ગોઠવાયેલા બે ફાયરકર્મીઓ પણ સામેલ છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App