ફ્રાન્સ: વાવાઝોડું અને ભારે વરસાદના કારણે પૂર, 124 બાળકો સહિત 1600 ટૂરિસ્ટ્સ ફસાયા

ગુરૂવારે આવેલા વાવાઝોડાં અને વરસાદમાં અહીં 7.87 ઇંચ વરસાદ થયો છે.

divyabhaskar.com | Updated - Aug 10, 2018, 12:34 PM
ગાર્ડમાં હાલ પૂર અને વાવાઝોડાંના કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગાર્ડમાં હાલ પૂર અને વાવાઝોડાંના કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ ફ્રાન્સમાં ગાર્ડ પ્રદેશમાં ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે હજારો ટૂરિસ્ટ્સ ફસાયા હતા. ફ્રાન્સનો ગાર્ડ પ્રદેશ બ્રિટિશ ટૂરિસ્ટ્સમાં ફેમસ છે. દર વર્ષે ઉનાળામાં હજારોની સંખ્યામાં યૂથ સમર વેકેશન કેમ્પ માટે આવતા હોય છે. ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે અહીંની નદીઓમાં પૂર આવ્યું હતું. વાવાઝોડાં અને પૂરના કારણે અંદાજિત 1600 જેટલાં ટૂરિસ્ટ્સ પ્રદેશમાં ફસાઇ ગયા હતા. ફ્રાન્સ ઓથોરિટીએ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ છે. ભારે વરસાદના કારણે ગાર્ડની સેઝ અને આર્દેચ નદીમાં પૂર આવ્યું હતું.


ડઝનથી વધુ સાઇકલ સાથે ફસાયા


- ઓથોરિટીએ જાહેર કરેલી ઇમરજન્સી તસવીરોમાં ડઝનથી વધુ કેમ્પેઇનર જેઓ સાઇકલ લઇને નિકળ્યા હતા તેઓ પૂરના પાણીમાં ફસાઇ ગયા હતા.
- કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર બ્રાઉન ફ્લડના વીડિયો અને તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં પૂરના પાણીમાં લોકો અને વાહનો ફસાયેલા જોવા મળે છે.
- 70 વર્ષીય જર્મન જેઓ એક કેમ્પ સાઇટના મોનિટર હતા તેઓ ગૂમ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, પૂરના સમયે તેઓ વાનમાં બેઠાં હતા. રેસ્ક્યૂ કર્મચારીઓને આ વાન બાદમાં ખાલી અને તૂટેલી હાલતમાં મળી આવી હતી.
- અન્ય 4 જર્મન બાળકોને રેસ્ક્યૂ ઓપરેશન બાદ બેગનોલ્સ એરિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતાં.
- 10 લોકોને પૂરમાં ફસાઇ જવા દરમિયાન ઇજાઓ થઇ હતી તેઓ પણ હાલ સારવાર હેઠળ છે.


1800 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો


- ગાર્ડ પ્રદેશના કેટલાંક ગામડાંઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને પૂરનું પાણી રસ્તાઓ અને ઘરોમાં ઘૂસી જતાં લોકોએ મકાનોની છત પર આશરો લીધો છે.
- બેગનોલ્સના મેયરે જણાવ્યું કે, 350 ડચ ટૂરિસ્ટ્સને અહીંથી રેસ્ક્યૂ ઓપરેશનથી બચાવવામાં આવ્યા છે.
- સેન્ટ-જુલિન-ડે-પીરોલ્સમના એક સમર કેમ્પમાં આવેલા 119 બાળકોને પણ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.


ગાર્ડ પ્રદેશમાં હાઇ એલર્ટ


- ફ્રાન્સના હવામાન ખાતાએ જણાવ્યું કે, ગાર્ડમાં હાલ પૂર અને વાવાઝોડાંના કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- હવામાન વિભાગે જણાવ્યું કે, ગુરૂવારે આવેલા વાવાઝોડાં અને વરસાદમાં અહીં 7.87 ઇંચ વરસાદ થયો છે.
- પૂરના કારણે નદીઓમાં વોટર લેવલ વધી ગયું છે.
- ફ્રાન્સનો ગાર્ડ પ્રદેશ બ્રિટિશ હોલિડે મેકર્સમાં ફેમસ છે. ઓગસ્ટ મહિનામાં અહીં હજારોની સંખ્યામાં ટૂરિસ્ટ્સ કેમ્પ માટે આવે છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, પૂરની સ્થિતિની વધુ તસવીરો...

ગાર્ડ પ્રદેશના કેટલાંક ગામડાંઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે
ગાર્ડ પ્રદેશના કેટલાંક ગામડાંઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે
ફ્રાન્સ ઓથોરિટીએ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ છે
ફ્રાન્સ ઓથોરિટીએ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ છે
ફ્રાન્સનો ગાર્ડ પ્રદેશ બ્રિટિશ હોલિડે મેકર્સમાં ફેમસ છે. ઓગસ્ટ મહિનામાં અહીં હજારોની સંખ્યામાં ટૂરિસ્ટ્સ કેમ્પ માટે આવે છે.
ફ્રાન્સનો ગાર્ડ પ્રદેશ બ્રિટિશ હોલિડે મેકર્સમાં ફેમસ છે. ઓગસ્ટ મહિનામાં અહીં હજારોની સંખ્યામાં ટૂરિસ્ટ્સ કેમ્પ માટે આવે છે.
. ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે અહીંની નદીઓમાં પૂર આવ્યું હતું.
. ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે અહીંની નદીઓમાં પૂર આવ્યું હતું.
X
ગાર્ડમાં હાલ પૂર અને વાવાઝોડાંના કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગાર્ડમાં હાલ પૂર અને વાવાઝોડાંના કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગાર્ડ પ્રદેશના કેટલાંક ગામડાંઓમાં વીજ પુરવઠો ખોરવાયો છેગાર્ડ પ્રદેશના કેટલાંક ગામડાંઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે
ફ્રાન્સ ઓથોરિટીએ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ છેફ્રાન્સ ઓથોરિટીએ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ છે
ફ્રાન્સનો ગાર્ડ પ્રદેશ બ્રિટિશ હોલિડે મેકર્સમાં ફેમસ છે. ઓગસ્ટ મહિનામાં અહીં હજારોની સંખ્યામાં ટૂરિસ્ટ્સ કેમ્પ માટે આવે છે.ફ્રાન્સનો ગાર્ડ પ્રદેશ બ્રિટિશ હોલિડે મેકર્સમાં ફેમસ છે. ઓગસ્ટ મહિનામાં અહીં હજારોની સંખ્યામાં ટૂરિસ્ટ્સ કેમ્પ માટે આવે છે.
. ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે અહીંની નદીઓમાં પૂર આવ્યું હતું.. ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે અહીંની નદીઓમાં પૂર આવ્યું હતું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App