Divya Bhaskar

Home » International News » Latest News » International » Five killed in attack on church in Russias Dagestan

રશિયા: દાગેસ્તાનના ચર્ચમાં ISISના આતંકીએ કર્યું ફાયરિંગ, 5 મહિલાના મોત

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 08:59 AM

સ્થાનિક ISISના આતંકી દ્વારા કરવામાં આવ્યો હુમલો, 4 મહિલાઓ ગંભીર

  • Five killed in attack on church in Russias Dagestan
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    હુમલામાં 5 મહિલાના મોત, 4 લોકો ગંભીર

    દાગેસ્તાન: રશિયાના દાગેસ્તાનમાં આવેલા એક ચર્ચમાં અજાણ્યા વ્યક્તિએ આડેધડ ફાયરિંગ કરતા પાંચ મહિલાઓના જીવ ગયા છે. સ્થાનિક મીડિયા અને અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલો ઈસ્લામિક આતંકી (ISIS) દ્વારા કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે અને આ હુમલો સ્થાનિક વ્યક્તિ દ્વારા જ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, આરોપીએ શિકાર કરવાની બંદૂકથી ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ચાર મહિલાઓ ગંભીર રીતે ઘાયલ હોવાનું પણ જાણવા મળ્યું છે.

    સ્વાસ્થય મંત્રાલયના પ્રવક્તા જલિના મુર્તજાલિએવાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, પાંચમી મહિલાનું મોત હોસ્પિટલમાં થયું છે. હુમલામાં બે પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે, પોલીસે આતંકી હુમલાખોરને પણ ઠાર કરી દીધો છે.

  • Five killed in attack on church in Russias Dagestan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શિકાર કરવાની ગનથી આતંકીએ કર્યો હતો હુમલો
  • Five killed in attack on church in Russias Dagestan
    4 લોકોની સ્થિતિ ગંભીર છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending