સ્ત્રીઓને માંસનો ટૂકડો સમજે છે ટ્રમ્પ, રશિયા કરી શકે છે બ્લેકમેલઃ એક્સ FBI

કોમે આ નિવેદનો એક ન્યૂઝચેનલ ઇન્ટરવ્યુમાં આપ્યા

divyabhaskar.com | Updated - Apr 16, 2018, 05:52 PM
કોમીએ કહ્યું કે, ટ્રમ્પે રાષ્ટ્રના નિયમોની આગને જગંલની માફક બાળી નાખી છે
કોમીએ કહ્યું કે, ટ્રમ્પે રાષ્ટ્રના નિયમોની આગને જગંલની માફક બાળી નાખી છે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેડરલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એફબીઆઇ)ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જેમ્સ કોમેએ રવિવારે એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ટ્રમ્પ પ્રેસિડન્ટ તરીકે સક્ષમ નથી. જેમ્સ કોમેએ કહ્યું કે, એવી શક્યતાઓ છે કે, રશિયાની પાસે કંઇક એવું હોય જેનાથી તેઓ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને બ્લેકમેલ કરી શકે છે. કોમે આ નિવેદનો એક ન્યૂઝચેનલ ઇન્ટરવ્યુમાં આપ્યા. કોમે કહ્યું કે, આપણાં પ્રેસિડન્ટે દેશના મૂલ્યોનું સન્માન અને પાલન કરવું જોઇએ. સૌથી મહત્વપૂર્ણ સાચુ બોલવાનું છે, જે કરવામાં હાલના પ્રેસિડન્ટ સક્ષમ નથી. તેઓ નૈતિક રીતે અયોગ્ય છે.

મહિલાઓને સમજે છે માંસનો ટૂકડો


- કોમે કહ્યું કે, ટ્રમ્પ મહિલાઓને માંસના ટૂકડાંની જેમ સમજે છે.
- શું તેઓને લાગે છે કે, રશિયાની પાસે ટ્રમ્પ વિરૂદ્ધ કંઇક છે? આ સવાલના જવાબમાં કોમે કહ્યું કે, મને લાગે છે કે તેની સંભાવના છે.
- કોમે જણાવ્યું કે, આ ચોંકાવનારી બાબત છે. કાશ મારે આવું કહેવું ના પડ્યું હોત, પરંતુ આ હકીકત છે. હું એમ નથી કહી શકતો કે રશિયા ટ્રમ્પને બ્લેકમેલ નથી કરી શકતું.

ટ્રમ્પે ન્યાયમાં અતંરાય લાવ્યા


- કોમે ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, તેઓ આ વાતના સાક્ષી છે કે, ટ્રમ્પે જસ્ટીસ પ્રોસેસમાં વિધ્ન નાખ્યા છે.
- 2017માં ટ્રમ્પે મને પૂછ્યું હતું કે, શું તેઓ માઇકલ ફ્લિનને હટાવી શકે છે!
- ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં નેશનલ સિક્યોરિટી એડવાઇઝર માઇકલ ફ્લિનને હટાવવાની મામલાની તપાસનો ઉલ્લેખ કરી રહ્યા હતા. કોમે કહ્યું કે, જો તેઓને ખ્યાલ હોત કે તેઓ કંઇક ખોટું કરી રહ્યા છે, તો તેઓએ એટર્ની જનરલ અને એફબીઆઇના અધિકારીઓને બરતરફ કેમ કર્યા.
- હાલ, વ્હાઇટ હાઉસ તરફથી કોમના ઇન્ટરવ્યુ પર કોઇ પ્રતિક્રિયા આવી નથી.

આગળની સ્લાઇડ્સમાં જાણો, કોમે ટ્રમ્પને કેમ કહ્યા માફિયા...

ટ્રમ્પે કોમીને ઇતિહાસના સૌથી ખરાબ એફબીઆઇ ડાયરેક્ટર ગણાવ્યા હતા
ટ્રમ્પે કોમીને ઇતિહાસના સૌથી ખરાબ એફબીઆઇ ડાયરેક્ટર ગણાવ્યા હતા

ટ્રમ્પની સરખામણી માફિયા સાથે કરી 


- કોમીએ ટ્રમ્પ પર એવો આરોપ પણ લગાવ્યો છે કે, તેઓની માટે જે કામ કરે છે તે તેમના માટે ડાઘની માફક છે. 
- કોમી માત્ર આટલેથી જ નથી અટક્યા! તેઓએ ટ્રમ્પની સરખામણી એક માફિયા બોસની સાથે કરી છે. તેઓએ ટ્ર્મ્પના રશિયન પ્રોસ્ટિટ્યૂટ સાથે સંબંધોના કારણે રશિયન ગવર્મેન્ટ દ્વારા બ્લેકમેલ કરવાના આરોપ પણ લગાવ્યા છે. 
- કોમીએ કહ્યું કે, ટ્રમ્પે રાષ્ટ્રના નિયમોની આગને જગંલની માફક બાળી નાખી છે. 


ટ્રમ્પે ગણાવ્યા સૌથી ખરાબ એફબીઆઇ ડાયરેક્ટર 


- આ ઇન્ટરવ્યુના અમુક કલાકો પહેલા ટ્રમ્પે ટ્વીટર એકાઉન્ટથી કોમી સામે કડક પ્રતિક્રિયા આપી હતી. તેઓએ એક પછી એક ટ્વીટ કરીને કોમીના પુસ્તકને ખોટી સમીક્ષાવાળું ગણાવ્યું. ઉપરાંત ટ્રમ્પે કોમીને ઇતિહાસના સૌથી ખરાબ એફબીઆઇ ડાયરેક્ટર ગણાવ્યા હતા. 
- ટ્રમ્પે કહ્યું કે, અમેરિકન કોંગ્રેસ સમક્ષ ખોટું બોલવા તેમજ કેટલીક ખાસ જાણકારીઓનો ખુલાસો કરવા બદલ તેઓને જેલ પણ મોકલી શકાય છે. 
- ટ્રમ્પે પોતાની ટ્વીટમાં લખ્યું કે, મેં ક્યારેય કોમીને પર્સનલ લોયલ્ટી વિશે નથી કહ્યું. હું મુશ્કેલીથી એવા કોઇ વ્યક્તિને ઓળખું છું. તેઓના અન્ય જૂઠની માફક તેમના આરોપો પણ ખોટાં છે. 
- વધુ એક ટ્વીટમાં ટ્રમ્પે લખ્યું કે, જેમ્સ કોમી એવા વ્યક્તિ છે જેઓ બિલકુલ પણ સ્માર્ટ નથી અને તેઓ ઇતિહાસના સૌથી ખરાબ એફબીઆઇ ડાયરેક્ટર તરીકે ઓળખાશે. 

 

X
કોમીએ કહ્યું કે, ટ્રમ્પે રાષ્ટ્રના નિયમોની આગને જગંલની માફક બાળી નાખી છેકોમીએ કહ્યું કે, ટ્રમ્પે રાષ્ટ્રના નિયમોની આગને જગંલની માફક બાળી નાખી છે
ટ્રમ્પે કોમીને ઇતિહાસના સૌથી ખરાબ એફબીઆઇ ડાયરેક્ટર ગણાવ્યા હતાટ્રમ્પે કોમીને ઇતિહાસના સૌથી ખરાબ એફબીઆઇ ડાયરેક્ટર ગણાવ્યા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App