જાપાનના વૃદ્ધશ્રમમાં આગ લાગતા 11 લોકોનાં મોત, 3ની હાલત ગંભીર

મૃતકોમાં આઠ પુરૂષ અને ત્રણ મહિલાઓ સામેલ છે

divyabhaskar.com | Updated - Feb 01, 2018, 04:05 PM
આશ્રમમાં મોજૂદ 16માંથી 11 લોકોનાં મોત થયા હતા
આશ્રમમાં મોજૂદ 16માંથી 11 લોકોનાં મોત થયા હતા

ઇન્ટરનેશનલ ડેસ્કઃ જાપાનના હોક્કાઇડો દ્વિપમાં આવેલા સાપોરો શહેરના વૃદ્ધાશ્રમમાં બુધવારની રાત્રે અચાનક આગ લાગી ગઇ હતી. આશ્રમમાં મોજૂદ 16માંથી 11 લોકોનાં મોત થયા હતા. જ્યારે અન્ય 5 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર છે, તેઓને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મૃતકોમાં આઠ પુરૂષ અને ત્રણ મહિલાઓ સામેલ છે, જેઓની હજુ સુધી ઓળખ નથી થઇ શકી.

- આગ લાગ્યા બાદ એક અજાણ્યા વ્યક્તિએ ઇમરજન્સી સેવા વિભાગને જાણકારી આપી દીધી. સુચના મળતા જ ઘટનાસ્થળ પર અંદાજિત 40 ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ ગોઠવી દેવામાં આવી.
- આગ બૂઝાવવાની કોશિશ બાદ પણ ત્રણ માળની આ બિલ્ડિંગ સંપુર્ણ રીતે ખાખ થઇ ગઇ અને છત પણ નીચે પડી ગઇ. પોલીસ આગ લાગવાના કારણોની તપાસ કરી રહી છે.
- વૃદ્ધાશ્રમના પાડોશમાં રહેતી 67 વર્ષીય મહિલાએ જણાવ્યું કે, સેન્ટરમાં ગે સ્ટવ રાખેલા હતા. આગ લાગવાથી કેટલાંક વિસ્ફોટ પણ થયા છે. અમારાં ઘરને જો કે, વધારે નુકસાન નથી થયું.
- બિન સરકારી સંગઠન હોમલેસ સપોર્ટ હોકાઇડો નેટવર્કના વૃદ્ધાશ્રમમાં ઓછી આવકવાળા અંદાજિત 16 વૃદ્ધ રહેતા હતા.
- રાતના સમયે સામાન્ય રીતે અહીં કોઇ કર્મચારી રહેતો નહતો. તેથી ઘટનાનો શિકાર માત્ર સેન્ટરમાં રહેતા લોકો જ થયા હતા. આ પહેલાં માર્ચ 2010માં પણ સાપોરો સ્થિત એક નર્સિંગ હોમમાં આગ લાગી હતી. જ્યાં ડિમેન્શિયાથી પીડિત વૃદ્ધોનો ઇલાજ થતો હતો. આ ઘટનામાં સાતના મોત થયા હતા.

આગ લાગ્યા બાદ એક અજાણ્યા વ્યક્તિએ ઇમરજન્સી સેવા વિભાગને જાણકારી આપી હતી
આગ લાગ્યા બાદ એક અજાણ્યા વ્યક્તિએ ઇમરજન્સી સેવા વિભાગને જાણકારી આપી હતી
સુચના મળતા જ ઘટનાસ્થળ પર અંદાજિત 40 ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ ગોઠવી દેવામાં આવી.
સુચના મળતા જ ઘટનાસ્થળ પર અંદાજિત 40 ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ ગોઠવી દેવામાં આવી.
X
આશ્રમમાં મોજૂદ 16માંથી 11 લોકોનાં મોત થયા હતાઆશ્રમમાં મોજૂદ 16માંથી 11 લોકોનાં મોત થયા હતા
આગ લાગ્યા બાદ એક અજાણ્યા વ્યક્તિએ ઇમરજન્સી સેવા વિભાગને જાણકારી આપી હતીઆગ લાગ્યા બાદ એક અજાણ્યા વ્યક્તિએ ઇમરજન્સી સેવા વિભાગને જાણકારી આપી હતી
સુચના મળતા જ ઘટનાસ્થળ પર અંદાજિત 40 ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ ગોઠવી દેવામાં આવી.સુચના મળતા જ ઘટનાસ્થળ પર અંદાજિત 40 ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ ગોઠવી દેવામાં આવી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App