Divya Bhaskar

Home » International News » Latest News » International » Fathers Wandered To Find The Daughter, Meet With Daughter After 24 Year

દીકરીને શોધવા માટે પિતા દિવસ-રાત શેરી-શેરીએ ભટકતા રહ્યા, 24 વર્ષે થઇ મુલાકાત

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 03:18 AM

ચીનના ચેંગદુમાં 3 વર્ષની ઉંમરે ખોવાયેલ બાળકી 24 વર્ષ બાદ પોતાના પરિવારને મળી

  • Fathers Wandered To Find The Daughter, Meet With Daughter After 24 Year

    બેઇજિંગ: આ વાત ચીનના ચેંગદુ શહેરની છે. જેમાં એક પિતાએ પોતાની દીકરીને પરત મેળવવા માટેનો સંઘર્ષ છે. આખરે 24 વર્ષ પછી તે વ્યક્તિ પોતાની દીકરીને શોધી લે છે. 24 વર્ષ પહેલાં વાન્ગ અને તેમની પત્ની લિયુ રોજબરોજનો સામાન ખરીદવા માટે ઘરેથી નીકળ્યાં હતાં તેમની સાથે ત્રણ વર્ષની દીકરી યિંગ પણ હતી. અચાનક જ ફળોની એક દુકાન પાસેથી યિંગ ગાયબ થઇ ગઈ. વાન્ગ અને લિયુએ દીકરીને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે ન જ મળી. દિવસો વીતતા ગયા, અને વર્ષમાં ફેરવાઈ ગયા પરંતુ યિંગનો કોઈ જ અતોપતો ન હતો.

    એક પિતા તરીકે વાંગે પૂરી આશાઓ સાથે દીકરીને શોધવાનું ચાલુ જ રાખ્યું,પણ મુશ્કેલી એ હતી કે તેમની પાસે યિંગનો એક પણ ફોટો ન હતો. તેમને પોતાની યાદશક્તિના સહારે દીકરીનો સ્કેચ બનાવડાવ્યો અને જેને પણ મળે તેને ફોટો બતાવતા અને પૂછતાં કે, તમે મારી દીકરીને જોઈ છેω અખબારોમાં જાહેરાતો આપવામાં આવી અને આમ જ 20 વર્ષ વીતી ગયાં. 2015માં વાંગે પોતાની નોકરી છોડીને ટેક્સી ચલાવવાની શરૂઆત કરી જેથી બીજાં શહેરોમાં પોતાની દીકરીને શોધી શકે.

    કારની પાછળ દીકરી ગુમ થયાનું પોસ્ટર પણ લગાવી દીધું અને જે પણ કારમાં બેસે તેને દીકરીનું બેનર આપીને સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ કરવા કહેતા. આ બધાની વચ્ચે વાંગની કહાની મીડિયામાં છપાઈ. એક પોલીસ ઓફિસરે આ વાંચીને દંપતી અને બાળકીના ફોટોના આધારે યિંગની હાલની ઉંમરનો એક સ્કેચ તૈયાર કરાવડાવ્યો. આ સ્કેચ સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ થયો અને યિંગ સુધી પહોંચ્યો. આ ફોટો જોઈને તે ચોંકી ગઈ અને પોતાનો ફોટો જોઈને ઘરવાળાને તે વિષે પૂછ્યું. ત્યારે તેના પરિવારે કહ્યું કે તેમને યિંગ ચેંગદુના રસ્તા પરથી મળી હતી અને તેઓ તેને સીયુચન લઇ આવ્યા.

    પિતાએ કહ્યું- મારી 24 વર્ષની મહેનત ફળી

    યિંગ કહે છે કે તેનું અપહરણ થયું હતું કે ખોવાઈ ગઈ હતી તે તેને યાદ નથી. પરંતુ જેમના ઘરે તે મોટી થઇ તેમણે તેને ખૂબ જ પ્રેમ આપ્યો હતો અને લગભગ 10 વર્ષ પહેલાં તેમનું અવસાન થયું હતું. પરિવારના સભ્યોએ 4 વર્ષ પહેલાં મારાં લગ્ન પણ કરાવ્યાં. યિંગ મળી ગઈ તે પ્રસંગે વાંગે કહ્યું કે મારી 24 વર્ષની મહેનત મને ફળી છે, મારી દીકરી મને મળી ગઈ. આપ સૌનો આભાર!

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending