ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Facebook makes rules harder for electoral adds on platform includes detail verification

  ચૂંટણીલક્ષી એડ આપનારાનું વેરિફિકેશન કરશે FB, હસ્તક્ષેપ રોકવાની અગ્રતાઃ માર્ક

  DainkBhaskar | Last Modified - Apr 07, 2018, 02:55 PM IST

  ઝકરબર્ગે જણાવ્યું કે, `ચૂંટણીની જાહેરાતો આપનારાનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. તે માટે ઓળખ અને સરનામુ આપવું પડશે.
  • ઝકરબર્ગે જણાવ્યું કે, `ચૂંટણીની જાહેરાતો આપનારે ઓળખ અને સરનામુ આપવું પડશે. ફાઇલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝકરબર્ગે જણાવ્યું કે, `ચૂંટણીની જાહેરાતો આપનારે ઓળખ અને સરનામુ આપવું પડશે. ફાઇલ ફોટો

   ન્યુયોર્કઃ ડેટા લીકના આરોપો પછી ફેસબૂક પોતાની એડવર્ટાઇઝિંગ પોલિસીને કડક બનાવી રહી છે. કંપનીના સ્થાપક માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે અમેરિકા, મેક્સિકો, બ્રાઝિલ, ભારત અને પાકિસ્તાનમાં થનારી ચૂંટણીમાં જાહેરાતો આપનારા લોકોનું વેરિફિકેશન કરવું પડશે. આ સાથે ચૂંટણી દરમિયાન સારા સંવાદને સમર્થન આપવું તથા બહારના હસ્તક્ષેપ પર અંકુશ રાખવો તે ફેસબૂકની પ્રાથમિકતા રહેશે. તે માટે કંપની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટૂલનો ઉપયોગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ફેસબૂક પર આરોપ છે કે તેના 5 કરોડ યુઝર્સના ડેટાનો અમેરિકન પ્રેસિડન્ટની ચૂંટણીમાં ખોટી રીતે ઉપયોગ થયો હતો.

   2017માં દૂર કર્યા હજારો ફેક એકાઉન્ટ

   - ઝકરબર્ગે ફેસબૂક પોસ્ટમાં લખ્યું, `2016ની અમેરિકન ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપની જાણ થયા પછી અમે એઆઇ ટૂલનો ઉપયોગ કર્યો. 2017માં જર્મન, ફ્રેંચ અને અલબામા સેનેટની ચૂંટણી દરમિયાન હજારો ફેક એકાઉન્ટ દૂર કર્યા હતા. કેટલાક દિવસો પહેલા રશિયાના એક સંગઠન સહિત ત્યાંના અનેક ફેક એકાઉન્ટસને પણ બંધ કર્યા હતા.'

   ફેસબૂક પોલિસીમાં 2 ફેરફારો કરશે

   1. ઝકરબર્ગે જણાવ્યું કે, `ચૂંટણીની જાહેરાતો આપનારાનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. તે માટે ઓળખ અને સરનામુ આપવું પડશે. જો જાણકારી નહિ અપાય તો એવા લોકોની ચૂંટણીને લગતી કોઇ પણ જાહેરાત ચલાવવામાં નહિ આવે. તેની શરૂઆત અમેરિકાથી થઇ રહી છે. ભવિષ્યમાં તેને બાકીના દેશમાં પણ લાગુ કરીશું. તેમાં એક એવું ટૂલ હશે જેનાથી કોઇ પણ યુઝરકોઇ પેજની બધી જાહેરાતો જોઇ શકશે.'

   2. `વધુ ફોલોઅર્સવાળા ફેસબૂક પેજિસને ચલાવનારા યુઝર્સ માટે પણ વેરિફિકેશન જરૂરી બનશે. તેનાથી ફેક એકાઉન્ટથી પેજ ઓપરેટ કરવાનું સરળ નહિ બને અને ખોટી માહિતી ફેલાવવા પર પણ અંકુશ આવશે.'

   વેરિફિકેશન માટે ફેસબૂક કરશે ભરતી

   - ઝકરબર્ગે કહ્યું કે ફેસબૂક પેજિસ અને જાહેરાતો આપનારાઓના વેરિફિકેશન માટે અનેક નવા લોકોને કંપનીમાં જોડવામાં આવશે. 2018ની ચૂંટણી પહેલા ફેસબૂક આ સંકેટમાંથી નિકળી જશે.
   - જોકે, ઝકરબર્ગે માન્યું કે કંપનીના પ્રયાસોથી હસ્તક્ષેપને સંપૂર્ણ રીતે નહિ રોકી શકાય. પરંતુ ઘણા અંશે ફેક એકાઉન્ટ, પેજ ઓપરેટ કરનારાઓ અને ચૂંટણીમાં હસ્તક્ષેપ કરનારાઓ માટે મુશ્કેલી જરૂર વધશે.

  • ઝકરબર્ગનો શુક્રવારે ફેસબૂક પર એક પોસ્ટ લખીને નિયમો કડક કર્યાની માહિતી આપી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝકરબર્ગનો શુક્રવારે ફેસબૂક પર એક પોસ્ટ લખીને નિયમો કડક કર્યાની માહિતી આપી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Facebook makes rules harder for electoral adds on platform includes detail verification
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top