બ્રિટિશરોને તોતિંગ ચૂકવણી કરશે FB, 1 કરોડ યૂઝર્સને વ્યક્તિ દીઠ આપશે 11 લાખ

માત્ર યુકેમાંથી જ યૂઝર્સના ડેટાનો દુરૂપયોગ મામલે ફેસબુકને તોતિંગ ચૂકવણી કરવી પડશે

divyabhaskar.com | Updated - Apr 10, 2018, 01:22 PM
જે યૂઝર્સના ડેટાનો દુરૂપયોગ થયો છે તેઓ ઇન્ફોર્મેશન કમિશનરની ઓફિસમાં ફરિયાદ કરી શકે છે.
જે યૂઝર્સના ડેટાનો દુરૂપયોગ થયો છે તેઓ ઇન્ફોર્મેશન કમિશનરની ઓફિસમાં ફરિયાદ કરી શકે છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુક ડેટા લીક મામલે દસ લાખ બ્રિટિશરોને વ્યક્તિ દીઠ 11 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. કેમ્બ્રિજ એનાલિટિકાએ 5 કરોડ યૂઝર્સના પર્સનલ ડેટાનો દુરૂપયોગના ખુલાસામાં અંદાજિત એક કરોડથી વધુ બ્રિટિશરોના ડેટા હોવાનો ખુલાસો થયો છે. તેથી માત્ર યુકેમાંથી જ યૂઝર્સના ડેટાનો દુરૂપયોગ મામલે ફેસબુકને તોતિંગ ચૂકવણી કરવી પડશે.


ઝૂકરબર્ગે આજે યુએસ સેનેટ સામે માફી માંગી


- આ તોતિંબ ચૂકવણી વિશેની માહિતી એવા સમયે બહાર આવી જ્યારે ઝૂકરબર્ગ યુએસ સેનેટ સામે ડેટા લીક મામલે માફી માંગી.
- ઝૂકરબર્ગ આજે મંગળવારે અને આવતીકાલે બુધવારે યુએસ સેનેટ સામે હાજર રહેશે. આજે મંગળવારે મળેલી બેઠકમાં માર્કે સેનેટ સભ્યો સામે સ્વીકાર કર્યો કે, તેઓએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નથી નિભાવી. 'હું માફી માંગુ છું, આ માટે હું જવાબદાર છું.'
- સોમવારે 87 કરોડ યૂઝર્સના ન્યૂઝફિડ્સમાં એલર્ટ મેસેજ પોસ્ટ કર્યા હતા. આ પોસ્ટમાં એવા યૂઝર્સ અંગે વિશ્વભરમાં એલર્ટ જાહેર કરવામાં આવી હતી જેના ડેટા કેમ્બ્રિજ એનાલિટિકાએ ઉપયોગ કર્યો હોવાની શંકા છે. જેમાંથી માત્ર યુકેમાં જ 1.1 લાખ લોકો હોવાનો ઉલ્લેખ છે.

ડેપ્યુટી વકીલે કહ્યું, લોકો ફરિયાદ કરી શકે


- ડેપ્યુટી રિઝોલ્યુશન વકીલ જોનાથન કોમ્પટને કહ્યું કે, જે યૂઝર્સના ડેટાનો દુરૂપયોગ થયો છે તેઓ ઇન્ફોર્મેશન કમિશનરની ઓફિસમાં ફરિયાદ કરી શકે છે.
- આ સિવાય તેઓ સિવિલ કોર્ટમાં પણ પોતાના ડેટા મામલે ફરિયાદ દાખલ કરી ફેસબુક પાસે વળતર માંગી શકે છે.
- જોનાથન કોમ્પટન ડીએમએચ સ્ટાલાર્ડના પાર્ટનર પણ છે. તેઓએ કહ્યું કે, આ વળતરની રકમ 9.19 લાખથી 11 લાખ સુધી હોઇ શકે છે. જે યૂઝર્સના ડેટા અને કેટલી હદે તેનો દુરૂપયોગ થયો છે તેની ચકાસણી બાદ નક્કી કરવામાં આવશે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, 30 કંપનીઓ સામે થઇ રહી છે તપાસ...

ઇન્ટરનેટ પર ફેક ન્યૂઝ ફેલાવતા એક  રશિયન ગ્રુપે 126 કરોડ યૂઝર્સના કન્ટેન્ટ પણ ચેક કર્યા છે.
ઇન્ટરનેટ પર ફેક ન્યૂઝ ફેલાવતા એક રશિયન ગ્રુપે 126 કરોડ યૂઝર્સના કન્ટેન્ટ પણ ચેક કર્યા છે.

30 કંપનીઓ સામે થઇ રહી છે તપાસ 


- ઇન્ફોર્મેશન કમિશનર ઓફિસ (ICO) અંદાજિત 30 કંપનીઓ સામે તપાસ ગોઠવશે. સોમવારે ઇન્ફોર્મેશન કમિશનર એલિઝાબેથ ડેન્હામે જણાવ્યું કે, ડેટા પ્રોટેક્શન મામલે થોડાં મહિના પહેલાં બહાર આવેલી માહિતી 'ગેમ ચેન્જર' સાબિત થશે. 
- માર્ક ઝૂકરબર્ગે બ્રિટિશ એમપીની સામે ડેટા લીક મામલે હાજર રહેવાની કે સુનવણીનો ઇન્કાર કર્યો હતો. તેઓ મંગળવાર અને બુધવારે યુએસ સેનેટ સભ્યોની સામે હાજર રહેશે. 
- આજની સેનેટ સભ્યો સાથેની મીટિંગ દરમિયાન ફેસબુક સીઇઓએ સ્વીકાર કર્યો હતો કે, ઇન્ટરનેટ રિસર્ચ એજન્સીની તપાસ હેઠળ એવું પણ બહાર આવ્યું છે કે,  ઇન્ટરનેટ પર ફેક ન્યૂઝ ફેલાવતા એક  રશિયન ગ્રુપે 126 કરોડ યૂઝર્સના કન્ટેન્ટ પણ ચેક કર્યા છે. 

બ્રિટિશ એમપીની સામે ડેટા લીક મામલે હાજર રહેવાની કે સુનવણીનો ઇન્કાર કરનાર માર્ક ઝૂકરબર્ગે આજે યુએસ સેનેટ સભ્યો સામે ખુલાસા આપ્યા હતા.
બ્રિટિશ એમપીની સામે ડેટા લીક મામલે હાજર રહેવાની કે સુનવણીનો ઇન્કાર કરનાર માર્ક ઝૂકરબર્ગે આજે યુએસ સેનેટ સભ્યો સામે ખુલાસા આપ્યા હતા.
X
જે યૂઝર્સના ડેટાનો દુરૂપયોગ થયો છે તેઓ ઇન્ફોર્મેશન કમિશનરની ઓફિસમાં ફરિયાદ કરી શકે છે.જે યૂઝર્સના ડેટાનો દુરૂપયોગ થયો છે તેઓ ઇન્ફોર્મેશન કમિશનરની ઓફિસમાં ફરિયાદ કરી શકે છે.
ઇન્ટરનેટ પર ફેક ન્યૂઝ ફેલાવતા એક  રશિયન ગ્રુપે 126 કરોડ યૂઝર્સના કન્ટેન્ટ પણ ચેક કર્યા છે.ઇન્ટરનેટ પર ફેક ન્યૂઝ ફેલાવતા એક રશિયન ગ્રુપે 126 કરોડ યૂઝર્સના કન્ટેન્ટ પણ ચેક કર્યા છે.
બ્રિટિશ એમપીની સામે ડેટા લીક મામલે હાજર રહેવાની કે સુનવણીનો ઇન્કાર કરનાર માર્ક ઝૂકરબર્ગે આજે યુએસ સેનેટ સભ્યો સામે ખુલાસા આપ્યા હતા.બ્રિટિશ એમપીની સામે ડેટા લીક મામલે હાજર રહેવાની કે સુનવણીનો ઇન્કાર કરનાર માર્ક ઝૂકરબર્ગે આજે યુએસ સેનેટ સભ્યો સામે ખુલાસા આપ્યા હતા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App