ડેટા લીક અંગે નવા નિયમોથી ફેસબુકને થઇ શકે છે 91.97 અબજનો દંડ

કલ્ચરલ અને ડિજીટલ સેક્રેટરી હેન્કોકે સોશિયલ મીડિયા ફર્મ્સમાં થયેલી ડેટા ચોરી મામલે પ્લાન તૈયાર કર્યો છે.

divyabhaskar.com | Updated - Mar 23, 2018, 01:21 PM
પાર્લામેન્ટમાં બ્રિટિશ ગવર્મેન્ટ સામે ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે. (ફાઇલ)
પાર્લામેન્ટમાં બ્રિટિશ ગવર્મેન્ટ સામે ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડેટા લીક મામલે ફેસબુકની મુશ્કેલીઓનો અંત આવી જ નથી રહ્યો. હવે બ્રિટનના કલ્ચરલ અને ડિજીટલ સેક્રેટરી મેટ હેન્કોકે ફેસબુકને ચેતવણી આપી છે. કલ્ચર સેક્રેટરીના જણાવ્યા અનુસાર, જો આગામી દિવસોમાં ફેસબુક પોતાના ડેટા સુરક્ષા માટેના નિયમોને વધુ કડક બનાવશે અને તેનું પાલન નહીં કરો તો તેના પર 91.97 અબજથી વધુનો દંડ લાગશે. હેન્કોકે સોશિયલ મીડિયા ફર્મ્સમાં થયેલી ડેટા ચોરી મામલે પ્લાન તૈયાર કર્યો છે. જો કે, કેમ્બ્રિજ એનાલિટિકાના ડેટા લીકનો કેસ બહાર આવ્યા બાદ હેન્કોક પોતાનું એકાઉન્ટ ડિલિટ કરશે કે નહીં તેના વિશે મૌન સેવ્યું હતું. માર્ક ઝૂકરબર્ગે ડેટા લીક મામલે નિવેદન આપ્યા બાદ હેન્કોકનું નિવેદન આવ્યું છે. માર્ક ઝૂકરબર્ગે ડેટા લીક મામલે ટેલિવિઝન પર માફી માંગી હતી અને આગામી દિવસોમાં નિયમોને વધુ કડક બનાવવાની જાહેરાત કરી હતી.

ફેસબુક નિયમોનો ભંગ કરશે તો થશે દંડ


- મેક હેન્કોકે કબૂલાત કરી હતી કે, આટલી મોટી સંખ્યામાં ડેટા લીકનું કૌભાંડ સામે આવ્યા બાદ લોકોને ફેસબુક પરથી ભરોસો ઉઠી જાય તે સહજ છે. હવે અમે ઇન્ટરનેટ કેવી રીતે કામ કરે છે તે વિશે નવા નિયમો લાવવાની તજવીજ હાથ ધરી છે.
- હેન્કોકે એ વાત પર ભાર મુક્યો હતો કે, નવા પ્રોટેક્શન બિલનો અર્થ થાય છે ઇન્ફોર્મેશન કમિશનરને નિયમો તોડવા બદલ 4 ટકાનો દંડ.
- જો મે મહિના બાદ પણ લોકો ફેસબુકના બદલે અન્ય પ્લેટફોર્મ પર જતા રહેશે તો મુશ્કેલીઓ વધી જશે. કારણ કે છેલ્લાં એક અઠવાડિયાથી ડેટા લીક સ્કેન્ડલને લઇને થઇ રહેલા ખુલાસાઓ બાદ લોકોને ફેસબુક પર યથાવત રાખવા મુશ્કેલ બની જશે.

ડેટા બિલ માટે સંસદમાં રજૂઆત


- હેન્કોકના જણાવ્યા અનુસાર, ઇન્ફોર્મેશન કમિશનરને હવેથી સામાન્ય લોકોને સોશિયલ મીડિયાથી થતાં નુકસાન વિશે ઇન્વેસ્ટીગેશન કરવાનો હક્ક આપવામાં આવ્યો છે.
- ઉપરાંત પાર્લામેન્ટમાં બ્રિટિશ ગવર્મેન્ટ સામે ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે. જો સિક્યોરિટી નિયમોને વધુ કડક બનાવ્યા બાદ પણ ફેસબુકથી કોઇ ચૂક થઇ તો તેને 91.97 અબજનો દંડ થશે.

સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

બ્રિટનના કલ્ચરલ અને ડિજીટલ સેક્રેટરી મેટ હેન્કોક
બ્રિટનના કલ્ચરલ અને ડિજીટલ સેક્રેટરી મેટ હેન્કોક
માર્ક ઝૂકરબર્ગે ડેટા લીક મામલે ટેલિવિઝન પર માફી માંગી હતી અને આગામી દિવસોમાં નિયમોને વધુ કડક બનાવવાની જાહેરાત કરી હતી.
માર્ક ઝૂકરબર્ગે ડેટા લીક મામલે ટેલિવિઝન પર માફી માંગી હતી અને આગામી દિવસોમાં નિયમોને વધુ કડક બનાવવાની જાહેરાત કરી હતી.
X
પાર્લામેન્ટમાં બ્રિટિશ ગવર્મેન્ટ સામે ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે. (ફાઇલ)પાર્લામેન્ટમાં બ્રિટિશ ગવર્મેન્ટ સામે ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે. (ફાઇલ)
બ્રિટનના કલ્ચરલ અને ડિજીટલ સેક્રેટરી મેટ હેન્કોકબ્રિટનના કલ્ચરલ અને ડિજીટલ સેક્રેટરી મેટ હેન્કોક
માર્ક ઝૂકરબર્ગે ડેટા લીક મામલે ટેલિવિઝન પર માફી માંગી હતી અને આગામી દિવસોમાં નિયમોને વધુ કડક બનાવવાની જાહેરાત કરી હતી.માર્ક ઝૂકરબર્ગે ડેટા લીક મામલે ટેલિવિઝન પર માફી માંગી હતી અને આગામી દિવસોમાં નિયમોને વધુ કડક બનાવવાની જાહેરાત કરી હતી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App