ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Facebook questioned for collecting phone numbers and text messages from Android devices

  હવે એન્ડ્રોઇડથી નંબર-મેસેજ મેળવવાનો આરોપ, માર્કે ફરી માફી માગી

  divyabhaskar.com | Last Modified - Mar 26, 2018, 01:07 PM IST

  Ars Technicaએ ડેટાને ચેક કરતાં, તેમાં અનેક લોકોનાં નામ, ટેલિફોન નંબર, કોલ ડિટેલ્સ અને ટેક્સટ મેસેજીસ મળ્યા.
  • થોડાં દિવસ પહેલાં ફેસબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગે પણ ડેટા લીકને લઇને માફી માંગી હતી (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   થોડાં દિવસ પહેલાં ફેસબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગે પણ ડેટા લીકને લઇને માફી માંગી હતી (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુકે અમેરિકા અને બ્રિટિશ ન્યૂઝપેપર્સમાં જાહેરાત આપી છે. તેમાં કેમ્બ્રિજ એનાલિટિકા ફર્મ દ્વારા ડેટા લીક મામલે માફી માંગવામાં આવી છે. હવે ફેસબુક પર એન્ડ્રોઇડ ડિવાઇસથી ફોન નંબર અને મેસેજ મેળવવાના નવા આરોપ લગાવ્યા છે. ડેટા લીક મામલે થોડાં દિવસો પહેલાં જ માર્ક ઝૂકરબર્ગે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો.

   એક વેબસાઇટે કર્યો ખુલાસો

   - એક વેસબાઇટ Ars Technicaએ જણાવ્યું કે, કેટલાંક યૂઝર્સે ફેસબુક દ્વારા ચોરી કરાયેલા ડેટાને ચેક કર્યો. તેમાં અનેક લોકોનાં નામ, ટેલિફોન નંબર, કોલ ડિટેલ્સ અને ટેક્સટ મેસેજીસ મળ્યા.
   - આ અંગે ફેસબુકે કહ્યું કે, આ જાણકારી એક સુરક્ષિત સર્વરમાં અપલોડ કરવામાં આવે છે. આ એવા એન્ડ્રોઇડ યુઝર્સની મદદથી ફીડ થાય છે, જેઓ તેની મંજૂરી આપે છે.
   - ફેસબુકના સ્પોક્સવુમને કહ્યું કે, ડેટા કોઇ પણ યુઝર્સના મિત્ર અથવા બહારના વ્યક્તિને વેચવામાં કે શૅર કરવામાં નથી આવ્યા.
   - ફેસબુકની માફક એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમારી સોશિયલ મીડિયા સાઇટ જાણકારીનો ઉપયોગ મેસેન્જર્સમાં પોતાના સંપર્કોને રેન્ક કરવા માટે કરે છે. આનાથી તેઓના વિશે જાણકારી મેળવવી સરળ બની જાય છે.

   યૂઝર્સની પાસે ડેટા કલેક્ટ કરવાનો વિકલ્પ

   - યૂઝર્સની પાસે વિકલ્પ રહેશે કે, તેઓ જ્યારે ફેસબુક મેસેન્જર્સ અથવા ફેસબુક લાઇટ પર સાઇન ઇન કરે તો ડેટા કલેક્શનને મંજૂરી આપે કે નહીં. ફેસબુકે પોતાની પોસ્ટમાં કહ્યું કે, જો તમે આ ઓપ્શનને ઓન કરો છો, તો અમે સતત જાણકારી લેતા રહીશું. આ ઓપ્શનને તમે જેવી રીતે ઓન કરો છો, તેવી જ રીતે ઓફ પણ કરી શકો છો.
   - તેનો ઓપ્શન ફેસબુક સેટિંગ્સમાં આપવામાં આવ્યો છે. ફેસબુક એપ પર જૂના કોલ લોગ અને ટેક્સટ હિસ્ટ્રી પણ મોજૂર રહી છે. જો તમે આ ઓપ્શનને ઓફ એટલે કે, બંધ કરી દો છો તો તેમાં રહેલી જાણકારી આપમેળે ડિલીટ થઇ જશે.
   - ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલાં ફેસબુક મેસેન્જર્સ પર આ ફિચર 2015માં એડ કરવામાં આવ્યું હતું. જો કે, ફેસબુક લાઇટ પર તેને બાદમાં એડ કરવામાં આવ્યું. કેટલાંક લોકોએ ગૂગલના ઓફિસરો પાસેથી આ સિક્યોરિટી ફિચર વિશે વધુ જાણકારી માંગી છે અને આ માટેના મેસેજીસ મોકલાવ્યો છે. તેઓએ જ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે.

   એડમાં શું લખ્યું છે?

   - જો અમે યૂઝર્સની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન સુરક્ષિત નથી રાખી શકતા, તો અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપવાનો કોઇ હક નથી.
   - કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચરે એક ક્વિઝ એપ બનાવી હતી. તેણે જ 4 વર્ષ પહેલાં ફેસબુકના લાખો યૂઝર્સના ડેટા લીક કર્યા. આ ભરોસાને તોડવા જેવું છે. આવું ફરીથી ના બને તે માટે અમે કડક પગલાં ઉઠાવીશું.

   ફેસબુકના શેર્સમાં 10 ટકાનો ઘટાડો

   - 5 કરોડ યૂઝર્સના ડેટા લીક થવાના સમાચાર બાદ યૂઝર્સનો ફેસબુક પ્રત્યે મોહ ઘટી રહ્યો છે. 10 કરોડ યૂઝર્સ ફેસબુક છોડવા માટે તૈયાર છે.
   - આ સિવાય છેલ્લાં 5 દિવસમાં ફેસબુકના શેર્સમાં 10 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે કંપનીને અંદાજિત 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
   - જો કે, ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગે જણાવ્યું કે, આ જે પણ આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે, તે ખોટાં છે, આ આંકડાઓનો કોઇ અર્થ નથી.
   - ફેસબુકના વિશ્વભરમાં અંદાજિત 210 કરોડ યૂઝર્સ છે.

   આગળની સ્લાઇડમાં જાણો, ફેસબુક પર અનેક કંપનીઓએ જાહેરાત અટકાવી...

  • એક વેસબાઇટ Ars Technicaએ જણાવ્યું કે, કેટલાંક યૂઝર્સે ફેસબુક દ્વારા ચોરી કરાયેલા ડેટાને ચેક કર્યો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક વેસબાઇટ Ars Technicaએ જણાવ્યું કે, કેટલાંક યૂઝર્સે ફેસબુક દ્વારા ચોરી કરાયેલા ડેટાને ચેક કર્યો. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Facebook questioned for collecting phone numbers and text messages from Android devices
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top