બ્લાસ્ટ / પેરિસઃ બેકરીમાં બ્લાસ્ટ, 3નાં મોત 47 ઘાયલ; આસપાસની બિલ્ડિંગોના કાચ તૂટ્યા

ઘાયલ થયેલાં લોકોમાં 10ની હાલત અત્યંત ગંભીર છે.
ઘાયલ થયેલાં લોકોમાં 10ની હાલત અત્યંત ગંભીર છે.
X
ઘાયલ થયેલાં લોકોમાં 10ની હાલત અત્યંત ગંભીર છે.ઘાયલ થયેલાં લોકોમાં 10ની હાલત અત્યંત ગંભીર છે.

  • વિસ્ફોટથી  આસપાસની ઇમારતો અને કારોને પણ નુકસાન થયું 
  • 200 ફાયર ફાઇટરો કામે લાગ્યા 

divyabhaskar.com

Jan 13, 2019, 01:40 AM IST

પેરિસ (ફ્રાન્સ): ફ્રાન્સમાં હાલ સરકારી નીતિઓ સામે ચાલી રહેલા ‘યલો વેસ્ટ’ વિરોધની વચ્ચે શનિવારે રાજધાની પેરિસની એક બેકરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો. સવારે આશરે 9 વાગે થયેલા વિસ્ફોટમાં બે ફાયર ફાઇટર અને સ્પેનની પર્યટક મહિલા સહિત 3 લોકોનાં મોત થયાં અને અન્ય 47 લોકો ઘવાયા છે. તેમાંથી 10ની સ્થિતિ ગંભીર છે. પેરિસના ઉત્તર-મધ્યના રુએ ડી ટ્રેવિસના એરાન્ડિસ્મેન્ટમાં આવેલી 6 માળની બેકરીમાં થયેલા વિસ્ફોટથી  આસપાસની ઇમારતો અને કારોને પણ નુકસાન થયું છે. 200 ફાયર ફાઇટરો કામે લાગ્યા છે.

 

1. બેકરીની પાસે જોરદાર બ્લાસ્ટ થયો
વીકેન્ડના દિવસો હોવાના કારણે પેરિસની સડકો પર ઘણાં લોકો ઘરેથી બહાર નિકળે છે. બેકરીની પાસે જોરદાર બ્લાસ્ટ સંભળાયો. હાલ પોલીસે બ્લાસ્ટની પુષ્ટિ કરી છે અને રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. 
એક બિલ્ડિંગમાંથી મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. આસપાસના ઘરોમાંથી પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફ્રાન્સના અનેક શહેરોમાં આતંકી ઘટનાઓ બની છે. પેરિસ નીસ શહેરમાં થયેલાં બ્લાસ્ટમાં અનેક લોકોનાં મોત થયા હતા. પેરિસમાં પત્રિકા શાર્લી હેબ્દોની ઓફિસ પર થયેલાં હુમલાની વૈશ્વિક સ્તરે નિંદા થઇ હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી