UK: ચક્રવાત એમ્માના કારણે રોડ બન્યા 'ડેથ ટ્રેપ', હજારો ફસાયા, 11નાં મોત

દેવોન અને કોર્નવૉલમાં 80 કિમી/કલાકની ઝડપે આવી રહેલા ચક્રવાતની અસર સૌથી વધારે

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 01:30 PM
બ્રિટનમાં 1991માં આવેલા સ્નો સ્ટોર્મ બાદ આ સૌથી જોખમી ચક્રવાત છે.
બ્રિટનમાં 1991માં આવેલા સ્નો સ્ટોર્મ બાદ આ સૌથી જોખમી ચક્રવાત છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં આજે ત્રીજાં દિવસે પણ એમ્મા ચક્રવાતની અસર જોવા મળશે. નોર્થ-ઇસ્ટ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ સહિત નોર્થ આર્યલેન્ડમાં બ્લેક આઇસ પડવાની સંભાવનાઓ છે. યુકેમાં અત્યારે સવારે 11 વાગ્યા સુધી યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડમાં પણ આ જ પ્રકારે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. દેવોનના લોકોને તેઓના ઘરો ખાલી કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. ઓથોરિટી તરફથી એમ્મા ચક્રવાતથી બચવાના દરેક સંભવિત પ્રયાસો ઉપરાંત અહીંના લોકોને પણ પોતાની સુરક્ષા અંગે સભાન રહેવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. દેવોનમાં મોટાંભાગના લોકો પોતાના ઘરો ખાલીને શેલ્ટર હાઉસમાં જતા રહ્યા છે. દેવોન અને કોર્નવૉલમાં 80 કિમી/કલાકની ઝડપે આવી રહેલા ચક્રવાતની અસર સૌથી વધારે આ રાજ્યોમાં જોવા મળશે. શનિવારે ચક્રવાતની અસર ધીમી પડવાની શક્યતાઓ છે. બ્રિટનમાં 1991માં આવેલા સ્નો સ્ટોર્મ બાદ આ સૌથી જોખમી ચક્રવાત છે.


દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી


- પોલીસે દેવોનના લોકોને પોતાના ઘરો ખાલી કરી દવાના આદેશ આપ્યા છે.
- બ્રિટનમાં આજે યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આજે શનિવારે અહીં વરસાદ અને પૂર આવવાની સૌથી વધુ શક્યતાઓ છે.
- લંડન વોટરલૂને આજે રાત્રે 8 વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવે છે. જ્યારે સાઉથ વેસ્ટર્ન રેલવેની સર્વિસ સાંજે 6 વાગ્યા બાદ ક્લોઝ કરી દેવામાં આવશે.
- સાઉથ રેલ દ્વારા પેસેન્જર્સને પોતાની મુસાફરી આજે 3 વાગ્યા પહેલા પૂર્ણ કરી દેવાની તાકીદ કરવામાં આવે છે.
- સૌથી ગંભીર સમસ્યા લંડન યુસ્ટનમાં આગ લાગતા ગત સાંજે તેને ખાલી કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે મુસાફરોની પરેશાનીમાં ઓર વધારો થયો હતો.


યુકેમાં આજે કરા અને વરસાદ પડવાની આગાહી


- યુકેના કેટલાંક ભાગમાં આજે કરા અને વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બ્રિટન કેપિટલમાં આજે પરિસ્થિતિ થોડી રાહત ભરી છે. કારણ કે, સવારે 11 વાગ્યા બાદ અહીંનું તાપમાન 5 સેલ્સિયશ નોંધવામાં આવ્યું હતું.
- ગત રાત્રે મુસાફરો લંડનના વોટરલૂ સ્ટેશન પર અટવાયા હતા. કારણ કે, સ્નો બ્લાસ્ટના કારણે લંડન બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.

સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડમાં પણ આ જ પ્રકારે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડમાં પણ આ જ પ્રકારે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
ગત રાત્રે મુસાફરો લંડનના વોટરલૂ સ્ટેશન પર અટવાયા હતા. કારણ કે, સ્નો બ્લાસ્ટના કારણે લંડન બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.
ગત રાત્રે મુસાફરો લંડનના વોટરલૂ સ્ટેશન પર અટવાયા હતા. કારણ કે, સ્નો બ્લાસ્ટના કારણે લંડન બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.
X
બ્રિટનમાં 1991માં આવેલા સ્નો સ્ટોર્મ બાદ આ સૌથી જોખમી ચક્રવાત છે.બ્રિટનમાં 1991માં આવેલા સ્નો સ્ટોર્મ બાદ આ સૌથી જોખમી ચક્રવાત છે.
સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડમાં પણ આ જ પ્રકારે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડમાં પણ આ જ પ્રકારે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
ગત રાત્રે મુસાફરો લંડનના વોટરલૂ સ્ટેશન પર અટવાયા હતા. કારણ કે, સ્નો બ્લાસ્ટના કારણે લંડન બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.ગત રાત્રે મુસાફરો લંડનના વોટરલૂ સ્ટેશન પર અટવાયા હતા. કારણ કે, સ્નો બ્લાસ્ટના કારણે લંડન બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App