FB સામે પડનાર બિઝનેસમેનના પિતાએ સાવકી દીકરીને મા બનાવી

સબુક ડેટા લીક વિવાદમાં તેઓએ પોતાની કંપનીના બંને ફેસબુક પેજ ડિલીટ કરી દીધા છે.

divyabhaskar.com | Updated - Mar 26, 2018, 03:35 PM
Tesla tycoon Elon Musks dad has claimed fathering a baby with his own step-daughter

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ટેસ્લા અને સ્પેસ એક્સના સીઇઓ એલન મસ્ક હાલ સમાચારમાં છે. ફેસબુક ડેટા લીક વિવાદમાં તેઓએ પોતાની કંપનીના બંને ફેસબુક પેજ ડિલીટ કરી દીધા છે. જ્યારે બંને પેજ પર એલનના 25 લાખથી વધુ ફોલોઅર્સ હતા. એલન મસ્ક હાલ પોતાના પરિવારના કારણે પણ વિવાદોમાં છે. એલનના પિતાના એલનની બહેન સાથે સંબંધ હતા. આ બંનેને એક બાળક પણ છે.


શું છે મામલો?


- એલન મસ્કના પિતા એરોલ મસ્કે એક ઇન્ટરવ્યુ આપ્યું છે. તેમાં તેઓએ જણાવ્યું કે, તેમાં એરોલે પોતાની સાવકી દીકરી જાના સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. જેના પરિણામે બંનેને એક દીકરો પણ છે. આ બાળક હવે 10 મહિનાનું થઇ ગયું છે. એરોલના પિતાને જાનાની માતા હેડીથી પણ બે બાળકો છે.
- 72 વર્ષના મસ્કે જણાવ્યું કે, જ્યારે તેના અને હેડીના લગ્ન થયા ત્યારે હેડીની દીકરી જાના 4 વર્ષની હતી. થોડાં સમયમાં જ બંનેના ડિવોર્સ થઇ ગયા. જાનાનું પાલન-પોષણ પરિવારથી દૂર થયું. ત્યારબાદ અનેક વર્ષો પછી તેઓ બંને સાથે આવ્યા.
- એરોલે કહ્યું કે, આ ઘટના બાદ જે થયું તેને તમે ભગવાન અથવા પ્રકૃતિની મરજી કહી શકો છો. મને હેડી વિશે કંઇ ખાસ યાદ પણ નથી. તેથી જાના મારી સાવકી દીકરી છે તે પણ મને ખ્યાલ નહતો. આ મેં કરેલી કેટલીક ભૂલોમાંથી એક છે.
- જો કે, એરોલના પરિવારના અન્ય સભ્યોના જણાવ્યા અનુસાર, એરોલ અને હેડીના લગ્ન દરમિયાન એરોલ બે બાળકોનો પિતા બન્યો હતો. એરોલે જાનાના સંતાનનો પિતા છે સાથે જ તે જાનાનો પણ પિતા છે.
- જાના હાલ 30 વર્ષની છે. એરોલ અને જાના પણ સાથે નથી રહેતા.
- આ ઘટના સામે આવ્યા બાદ એલન અને તેના પિતાની વચ્ચે થયેલા વિવાદના કારણે છેલ્લાં 18 મહિનાથી તેઓ એકબીજાં સાથે વાતચીત નથી કરતા.

એરલ મસ્કે અંતરિક્ષમાં મોકલી હતી કાર


- આમ તો આ પારિવારિક વિવાદથી અલગ એલન મસ્ક અન્ય કારણોથી પણ સતત ચર્ચામાં રહેતા હોય છે.
- એલન મસ્કે અંતરિક્ષમાં કાર મોકલી હતી. આ પહેલાં તેઓ ફેસબુકના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બોટને જોખમ ગણાવી ચૂક્યા છે. ફેસબુકે એલનની મજાક પણ ઉડાવી હતી.
- જો કે, બાદમાં ફેસબુકની આ બોટ ખરેખર જોખમ સાબિત થઇ અને તેને બંધ કરી દેવી પડી હતી.


ફેસબુક ડેટા લીક બાદ આ સ્કેન્ડલ પણ રાતોરાત ચર્ચામાં


- એલન મસ્કે ફેસબુકના ડેટા લીક વિવાદ સામે આવ્યા બાદ અવાર-નવાર નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યા હતા. પિતાએ સાવકી પુત્રીને માતા બનાવ્યાના સમાચાર આગની માફક એટલા માટે ફેલાઇ ગઇ કારણ કે, એલને તેના પરિવારમાં બધુ ઠીક નથી તેવું નિવેદન આપ્યું હતું.
- મીડિયામાં અવાર-નવાર એલન અને તેના પરિવાર વચ્ચે સંઘર્ષ અને પ્રોપર્ટીના વિવાદને લઇને સમાચારો આવતા રહે છે. ઉલ્લેખનીય છે કે, એલન મસ્ક વિશ્વના સૌથી ધનિકોમાંથી એક છે અને તેઓ અંદાજિત 1845 અબજની સંપત્તિ ધરાવે છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, એલને આ વિવાદ બાદ પિતાએ શું સલાહ આપી? એરોલે શું કહ્યું ઇન્ટરવ્યુમાં...

Tesla tycoon Elon Musks dad has claimed fathering a baby with his own step-daughter

પિતાએ કહ્યું, હવે તેને સમજદાર બનવાની જરૂર 


- ટેક સુપરસ્ટાર અને અબજોપતિ બિઝનેસમેન એલન મસ્કને તેના પિતાએ સમજદાર બનવા અને પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવાની સલાહ આપી છે. 
- વ્યવયાસે એન્જીનિયર એલન મસ્કે 72 વર્ષીય પિતા એરોલ મસ્કે કહ્યું, મને લાગે છે કે એલને હવે સમજદાર બનવાની જરૂર છે. 
- એરોલે આગળ કહ્યું કે, અત્યારે હું તેના ભાનમાં આવવાની રાહ જોઇ રહ્યો છું. હાલમાં તે એક બગડેલા બાળકની જેમ વ્યવહાર કરી રહ્યો છે. હું તેને સ્કૂલે છોડવા જતો હતો, 14 વર્ષની ઉંમરે મેં તેને બાઇક ચલાવવા આપ્યું, કદાચ આ જ કારણે તે બગડી ગયો છે અને એક બગડેલા બાળકની માફક વ્યવહાર કરી રહ્યો છે. 

 

Tesla tycoon Elon Musks dad has claimed fathering a baby with his own step-daughter

પિતાને કહ્યા શૈતાન 


- ટેસ્લા અને સ્પેસ એક્સના સીઇઓ એલન મસ્કે હાલમાં જ તેના પિતાને શૈતાન ગણાવ્યા છે. એલને પોતાના પિતા વિશે એક અમેરિકન મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, પિતાને એ વાતનો બિલકુલ અંદાજ નહતો કે, તે અત્યંત ખરાબ વ્યક્તિ છે. 
- ઇન્ટરવ્યુમાં એલને કહ્યું કે, તેઓ શૈતાન જેવા કામ કરવાનું પ્લાનિંગ કરે છે, જે ક્રાઇમ વિશે તમે માત્ર વિચારો છો તે બધું જ તેઓએ કરી નાખ્યું છે. 
- જેટલી ઘૃણાસ્પદ હરકતો વિશે તમે માત્ર વિચારી શકો છો તે બધું જ તેઓ કરી ચૂક્યા છે. આ ખૂબ જ ડરામણું છે. 

Tesla tycoon Elon Musks dad has claimed fathering a baby with his own step-daughter

ઘરમાં ઘૂસેલા ત્રણ લોકોની ગોળી મારીને કરી હતી હત્યા 


- જાણીતા અખબાર 'ધ મેલ' દ્વારા જ્યારે મસ્કના પિતા એરોલ સાથે સાઉથ આફ્રિકાના વેસ્ટર્ન કેપ શહેરમાં સંપર્ક સાધવામાં આવ્યો તે સમયે પણ તેઓએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. 
- એરોલે એકવાર તેમના ઘર ઘૂસેલા 3 વ્યક્તિઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યાના આરોપમાં એરોલને નરસંહારના આરોપી ગણવામાં આવ્યા હતા. 
- જો કે, બાદમાં આ કેસમાં પોતાનો બચાવ કરીને એરોલ નિર્દોષ છૂટી ગયા હતા. પરંતુ આ ઘટના બાદ એલન તેમના પિતા વિશે કઠોર શબ્દોનો ઉપયોગ કરતા થયા હતા. 

બિલિયોનર એરોલ મસ્ક 72 વર્ષે પોતાની જ દીકરીના બાળકના પિતા છે.
બિલિયોનર એરોલ મસ્ક 72 વર્ષે પોતાની જ દીકરીના બાળકના પિતા છે.
એરોલ મસ્ક સાથે લગ્ન કર્યા તે દરમિયાન સંતાનો સાથે હેડી (વચ્ચે) 4 વર્ષની જાના સાથે
એરોલ મસ્ક સાથે લગ્ન કર્યા તે દરમિયાન સંતાનો સાથે હેડી (વચ્ચે) 4 વર્ષની જાના સાથે
જાનાની માતા હેડીએ જ્યારે એરોલ સાથે લગ્ન કર્યા તે સમયે જાનાની ઉંમર 4 વર્ષની હતી.
જાનાની માતા હેડીએ જ્યારે એરોલ સાથે લગ્ન કર્યા તે સમયે જાનાની ઉંમર 4 વર્ષની હતી.
એલન મસ્કની સાવકી બહેન જાના તેના દીકરા સાથે
એલન મસ્કની સાવકી બહેન જાના તેના દીકરા સાથે
X
Tesla tycoon Elon Musks dad has claimed fathering a baby with his own step-daughter
Tesla tycoon Elon Musks dad has claimed fathering a baby with his own step-daughter
Tesla tycoon Elon Musks dad has claimed fathering a baby with his own step-daughter
Tesla tycoon Elon Musks dad has claimed fathering a baby with his own step-daughter
બિલિયોનર એરોલ મસ્ક 72 વર્ષે પોતાની જ દીકરીના બાળકના પિતા છે.બિલિયોનર એરોલ મસ્ક 72 વર્ષે પોતાની જ દીકરીના બાળકના પિતા છે.
એરોલ મસ્ક સાથે લગ્ન કર્યા તે દરમિયાન સંતાનો સાથે હેડી (વચ્ચે) 4 વર્ષની જાના સાથેએરોલ મસ્ક સાથે લગ્ન કર્યા તે દરમિયાન સંતાનો સાથે હેડી (વચ્ચે) 4 વર્ષની જાના સાથે
જાનાની માતા હેડીએ જ્યારે એરોલ સાથે લગ્ન કર્યા તે સમયે જાનાની ઉંમર 4 વર્ષની હતી.જાનાની માતા હેડીએ જ્યારે એરોલ સાથે લગ્ન કર્યા તે સમયે જાનાની ઉંમર 4 વર્ષની હતી.
એલન મસ્કની સાવકી બહેન જાના તેના દીકરા સાથેએલન મસ્કની સાવકી બહેન જાના તેના દીકરા સાથે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App