તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 6 જુલાઇથી આ સર્વિસ થશે શરૂ | This Unique Taxi Service Is Offering To Let Passengers Ride For Free

ડ્રાઇવરની એક 'ખાસ શરત' માની લો અને ટેક્સીમાં તદ્દન મફતમાં કરો મુસાફરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુરોપિયન નેશન ફિનલેન્ડમાં એક અનોખી ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી છે. 'સિંગઅલોંગ શટલ' નામની આ ટેક્સી સર્વિસમાં પેસેન્જર્સ માટે મ્યુઝિકલ શરત રાખવામાં આવી છે. આ કારના ઇલેક્ટ્રિકલ શટલ ત્યાં સુધી ડ્રાઇવ કરશે જ્યાં સુધી પેસેન્જર્સ ગીતો ગાવાનું ચાલુ રાખશે. જી હાં, આ ટેક્સીના દરેક મોટરમાં એક ટેબ્લેટ ફિટ કરવામાં આવ્યા છે. જેમાં પેસેન્જર્સ બેક સીટ પરથી પોતાના ફેવરિટ સોંગ્સ પસંદ કરી શકે છે. ઇકો-ફ્રેન્ડલી કારના ડ્રાઇવર્સ પેસેન્જર્સ પાસેથી કોઇ પણ પ્રકારના કૅશ અથવા ક્રેડિટકાર્ડ પેમેન્ટની મનાઇ કરી દે છે. તેથી જો તમે આ ટેક્સીમાં મુસાફરી કરવા ઇચ્છતા હોવ તો તમારાં ફેવરિટ સોંગનું લિસ્ટ તૈયાર રાખો. 


6 જુલાઇથી આ સર્વિસ થશે શરૂ 


- ફિનલેન્ડની ક્લિન એનર્જી કંપની ફોર્ટમે આ કોન્સેપ્ટ રજૂ કર્યુ છે. આ પહેલાં તેઓએ ઇલેક્ટ્રીક BMW i3 હેચબેક સ્પોન્સર્ડ કર્યુ હતું. 
- મ્યુઝિકલ ટેક્સી સિંગઅલોંગ શટરની સર્વિસ આગામી 6 જુલાઇથી શરૂ થશે. આ જ દિવસે ફિનલેન્ડમાં રુઇસરોક ફેસ્ટિવલ શરૂ થાય છે. 
- કંપનીને આશા છે કે, તેઓનો ફન આઇડિયા વધુમાં વધુ યંગ લોકોને ઇલેક્ટ્રિક કાર તરફ વાળવામાં સફળ રહેશે. આ ટેક્સીમાં i3s ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેથી એન્જિનનો બિલકુલ અવાજ નહીં આવે અને પેસેન્જર્સ આરામથી તેમના ફેવરિટ સોંગ્સને એન્જોય કરી શકશે. 

 

બેકગ્રાઉન્ડ વોઇસ નહીં કરે પરેશાન 


- ફોર્ટમના સ્પોક્સમેન જુસી માલ્કીયાએ કહ્યું કે, 'સિંગઅલોંગ શટલ' દ્વારા અમે લોકોએ એ જણાવવા ઇચ્છીએ છીએ કે, ઇલેક્ટ્રિક કારને ડ્રાઇવ કરવું ખૂબ જ સરળ અને કમ્ફર્ટેબલ છે. 
- આ સાઇલેન્ટ ઇલેક્ટ્રિક કારમાં બેકગ્રાઉન્ડ વોઇસ તમને એટલો પરેશાન નહીં કરે, તેથી તમે આરામથી ગીતો ગાતા-ગાતા તમારાં સફરને એન્જોય કરી શકો છો. 
- જુસીએ જણાવ્યું કે, આ કાર ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે, તેથી તમે જેટલો વધારે અવાજ કરશો, તેટલી જ સરળતાથી આ કાર ચાલતી રહેશે. 
- 'સિંગઅલોંગ શટલના ડ્રાઇવર્સ કોઇ પણ જાતના કૅશ કે ક્રેડિટ કાર્ડ્સ પેમેન્ટ્સ લેશે નહીં — આ કારમાં પેમેન્ટસનો એક જ ઓપ્શન છે, ગીતો ગાવ!'

અન્ય સમાચારો પણ છે...