ટ્રમ્પ અને પુતિન વચ્ચે પહેલી દ્વિપક્ષિય સમિટ 16 જુલાઇના રોજ યોજાશે

16 જુલાઇના રોજ થશે ટ્રમ્પ અને પુતિન વચ્ચે પહેલી સમિટ, ફિનલેન્ડમાં થશે મુલાકાત

divyabhaskar.com | Updated - Jun 28, 2018, 08:07 PM
2013માં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા અને રશિયાના પ્રેસિડન્ટ દિમિત્રી મેદવેદેવ બાદ બંને દેશોની વચ્ચે આ પહેલી મુલાકાત છે. (ફાઇલ)
2013માં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા અને રશિયાના પ્રેસિડન્ટ દિમિત્રી મેદવેદેવ બાદ બંને દેશોની વચ્ચે આ પહેલી મુલાકાત છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન આગામી 16 જુલાઇના રોજ પહેલીવાર દ્વિપક્ષિય ચર્ચા કરશે. બંને નેતા ફિનલેન્ડના હેલસિંકીમાં મુલાકાત કરશે. અમેરિકા અને રશિયાની સરકારે ગુરૂવારે સવારે એકસાથે તેની જાહેરાત કરી. ટ્રમ્પ અને પુતિનની વચ્ચે આ પહેલાં પણ બે વખત મુલાકાત થઇ ચૂકી છે. પરંતુ આ મુલાકાત 2017માં જી-20 સમિટ અને એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન દરમિયાન થઇ હતી. હેલસિંકીમાં થનારી મુલાકાત બંને નેતાઓ વચ્ચે પ્રથમ વાસ્તવિક દ્વિપક્ષિય સમિટ હશે.

નેશનલ સિક્યોરિટી મુદ્દે ચર્ચા કરશે


- વ્હાઇટ હાઉસે કહ્યું કે, અમેરિકા અને રશિયા બંને દેશોના નેતા નેશનલ સિક્યોરિટી મુદ્દે ચર્ચા કરશે.
- રશિયાના સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ ક્રેમલિને કહ્યું કે, બંને દેશોની વચ્ચે હાલના સંબંધો અને સંબંધોના વિકાસની સંભાવનાઓ પર ચર્ચા થશે.
- આ પહેલાં બુધવારે વ્હાઇટ હાઉસના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જ્હોન વોલ્ટન રશિયાની મુલાકાતે ગયા હતા. અહીં તેઓએ પુતિન અને ડિફેન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

અમેરિકાની ચૂંટણી પર ચર્ચા સંભવ


- રશિયા સામે 2016માં અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણીમાં દખલનો આરોપ છે. એફબીઆઇ તેની તપાસ કરી રહ્યું છે.
- એવું માનવામાં આવે છે કે, બંને નેતાઓની વચ્ચે આ મુદ્દે પણ ચર્ચા થઇ શકે છે. આ સિવાય આ વર્ષે માર્ચમાં બ્રિટને રશિયા સામે પોતાના જાસૂસને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો.
- હકીકતમાં, બ્રિટનનું કહેવું છે કે, બ્રિટનમાં કોઇ નાગરિક પર હુમલો તેની સ્વાયત્તા પર હુમલો છે.
- આ આરોપો બાદ બ્રિટન સહિત અનેક દેશોએ રશિયાના એમ્બેસેડર્સને પોતાના દેશમાંથી હાંકી કાઢ્યા હતા. તેમાં અમેરિકા પણ સામેલ હતું.
- જો કે, મોસ્કોનું કહેવું છે આ હુમલામાં તેનો કોઇ રોલ નથી. આરોપો પર તણાવ એટલો વધ્યો કે, રશિયાએ પણ અનેક દેશોના એમ્બેસેડર્સને પોતાના દેશમાંથી કાઢી નાખ્યા હતા.

યુક્રેન-સીરિયાના મુદ્દે આમને-સામને


- અમેરિકા અને રશિયા યૂક્રે અને સીરિયા મુદ્દે આમને-સામને આવી ગયા છે. રશિયાએ 2015માં ક્રિમિયાને યૂક્રેન પાસેથી છીનવી લીધું હતું. જેનો અમેરિકાએ વિરોધ કર્યો હતો.
- બીજી તરફ, સીરિયા સિવિલ વૉરમાં રશિયાની દખલનો પણ અમેરિકા વિરોધ કરતું રહ્યું છે. જેને લઇને અમેરિકા 2014માં રશિયા પર અનેક પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.

X
2013માં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા અને રશિયાના પ્રેસિડન્ટ દિમિત્રી મેદવેદેવ બાદ બંને દેશોની વચ્ચે આ પહેલી મુલાકાત છે. (ફાઇલ)2013માં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા અને રશિયાના પ્રેસિડન્ટ દિમિત્રી મેદવેદેવ બાદ બંને દેશોની વચ્ચે આ પહેલી મુલાકાત છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App