Home » International News » Latest News » International » Trudeaus were met by a junior agriculture minister and not the PM

વિશ્વના નેતાઓને હરખભેર ગળે મળતા મોદીએ સૌથી દેખાવડા PMને અવગણ્યા, જાણો કેમ!

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 04:11 PM

ટ્રુડોની ભારત યાત્રાને લઇને સરકાર તરફથી કોઇ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો.

 • Trudeaus were met by a junior agriculture minister and not the PM
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો શનિવારે સાંજે સાત દિવસની ભારતની મુલાકાતે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર જસ્ટીન ટ્રુડો શનિવારે રાત્રે ભારત આવ્યા હતા. એરપોર્ટ પર ટ્રુડો ફેમિલી પ્લેનમાંથી ઉતરતાની સાથે જ લાઇમ લાઇટમાં આવી ગઇ હતી. આ સિવાય વધુ એક બાબત હતી જેની ભારતીય અને કેનેડિયન મીડિયામાં સૌથી વધારે ચર્ચા થઇ રહી છે. તે છે નરેન્દ્ર મોદીએ કેનેડાના વડાપ્રધાનની કરેલી અવગણના! ટ્રુડોની ભારત યાત્રાને મીડિયામાં વધુ સ્થાન નથી મળી રહ્યું, ના તો તેમની યાત્રાને લઇને સરકાર તરફથી કોઇ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો. સોશિયલ મીડિયા પર હેન્ડસમ ટ્રુડો અને તેમની પત્ની, બાળકો સાથેની તાજમહેલ, ગાંધીનગરના અક્ષરધામ કે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતના ફોટોગ્રાફ્સ છવાયેલા છે. ટ્રુડો જ્યારે રાજધાની દિલ્હી પહોંચ્યા તો તેમની આગેવાની કરવા માટે અહીં ભારત સરકારના એક જૂનિયર મંત્રી મોજૂદ હતા. રાજકીય નિષ્ણાતો અનુસાર, આ સંકેત છે કે, મોદી સરકાર ટ્રુડોની યાત્રાને વધારે મહત્વ નથી આપવા ઇચ્છતી.

  ભારતના આ પગલાંને મીડિયામાં અવગણના તરીકે જોવામાં આવ્યું


  - જસ્ટીન ટ્રૂડો શનિવારે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે પત્ની સોફિયા અને ત્રણ બાળકો પણ હતા.
  - ભારતમાં પહોંચતાની સાથે જ કેનેડિયન પીએમના ત્રણ વર્ષના દીકરો લાઇમલાઇટમાં આવી ગયો હતો. ફ્લાઇટમાંથી ઉતરતી વખતે મોટાં ફ્લાવર બકેટને પકડીને ચાલતા નિર્દોષ હરકતો કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
  - અહીં આશ્ચર્યની વાત એ હતી કે ટ્રુડોને જૂનિયર એગ્રીકલ્ચર મિનિસ્ટર રિસિવ કરવા ગયા હતા, ઇન્ડિયન PM નહીં - ભારતના આ પગલાંને અવગણના તરીકે જોવામાં આવે છે.
  - એક અઠવાડિયાની લાંબી વિઝિટ દરમિયાન કેનેડાના પીએમ નરેન્દ્ર મોદી સાથે 23 તારીખના રોજ મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ભારત અને કેનેડાના સંબંધો પર ચર્ચા થવાની શક્યતાઓ છે.
  - કેટલાંક ઇન્ડિયન ઓફિશિયલ્સ એવું માને છે કે, કેનેડા શીખ ભાગલાવાદીઓની તરફેણમાં છે. આ શીખ સેપરેટિસ્ટ્સ નોર્થ ઇન્ડિયામાં અલગ પંજાબની માગણી કરી રહ્યા છે.
  - કેનેડામાં 16 લાખ ભારતીયો રહેતા હોવા છતાં ટ્રૂડોએ ક્યારેય તેઓની મુલાકાત લીધી નથી. આ 16 લાખ ભારતીયોમાંથી 5 લાખ શીખ છે.
  - ઇમ્પોર્ટ્સ અને એક્સપોર્ટ્સ મળીને ભારત અને કેનેડા વચ્ચે 2017માં અંદાજિત 8.4 બિલિયન ડોલર્સનો કારોબાર થયો હતો.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, જસ્ટીન ટ્રુડોની અવગણનાના મોદીના વલણમાં શું છે હકીકત?

 • Trudeaus were met by a junior agriculture minister and not the PM
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  ટ્રુડો જ્યારે રાજધાની દિલ્હી પહોંચ્યા તો તેમની આગેવાની કરવા માટે અહીં ભારત સરકારના જૂનિયર એગ્રીકલ્ચર મિનિસ્ટર મોજૂદ હતા.

  આગ્રામાં પણ ટ્રુડો હતા એકલા

   
  - પોતાની શ્રેષ્ઠ મેજબાની માટે અનેક વખત ન્યૂઝમાં રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક સ્થળે પોતાના વિદેશી મહેમાનોનું ઉત્સાહભેર સ્વાગત કરે છે. એટલું જ નહીં, વિદેશો મહેમાનોને ગળે મળવાની તેમની તસવીરો ભારતમાં જ નહીં, વિદેશમાં પણ પ્રખ્યાત છે. 
  - હાલમાં જ જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ભારતની મુલાકાતે આવ્યા હતા, તો વડાપ્રધાને સ્વયં તેમની આગેવાની કરી હતી અને તેઓને ગળે લગાડ્યા હતા. 
  - પરંતુ કેનેડાના વડાપ્રધાનને ભારત આવ્યે બે દિવસ થઇ ગયા, પરંતુ અત્યાર સુધી તેમની મોદી સાથે મુલાકાત થઇ નથી. મોદી તે સમયે પણ ટ્રુડોની સાથે નહતા, જ્યારે ટ્રુડો સોમવારે મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની યાત્રા પર હતા. 
  - રવિવારે જ્યારે ટ્રુડો આગ્રામાં તાજમહેલ જોવા પહોંચ્યા તો કેટલાંક મીડિયા રિપોર્ટ્સે એ વાતની તરફ ઇશારો કર્યો હતો કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની મેજબાની માટે ત્યાં હાજર નહતા. 
  - તો શું ટ્રુડોના ભારત યાત્રાને મોદી સરકાર ખરેખર જ કોઇ મહત્વ નથી આપી રહી અને જો એવું છે તો તેની પાછળનું કારણ શું છે? 

   

  જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 

 • Trudeaus were met by a junior agriculture minister and not the PM
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  (ડાબેથી) 27 જાન્યુઆરી, 2015ના રોજ પાલમ એરપોર્ટ પર ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાનું અભિવાદન કરતા મોદી. 14 જાન્યુઆરીના રોજ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂનું અભિવાદન કરતાં નરેન્દ્ર મોદી.

  જૂનિયર મંત્રીને મોકલવા કેનેડાના વડાપ્રધાનનો અનાદર 


  - અર્થશાસ્ત્રી અને પોલિટિક્લ નિષ્ણાતો, ટ્રુડો અને તેના પરિવારની આગેવાની માટે જૂનિયર મંત્રીને મોકલવાની વાતને નિશ્ચિત રીતે અનાદર ગણી રહ્યા છે. 
  - નિષ્ણાતો અનુસાર, એક કારણ એ હોઇ શકે છએ ટ્રુડોની સરકારમાં કેટલાંક મંત્રીઓ શીખોના સ્વતંત્રતા આંદોલન (ખાલિસ્તાન આંદોલન)ના સમર્થક છે. 
  - કેનેડાના અધિકારીઓએ 1985માં એર ઇન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવવાની ઘટનાને પણ શીખ અલગાવવાદ સાથે જોડ્યું હતું. આ ઘટનામાં 329 લોકોનાં મોત થયા હતા. 
  - તેમની લિબરલ પાર્ટી શીખ-કેનેડિયન વોટ બેંક સંપુર્ણ રીતે આશ્રિત છે અને તેમની સરકારના કેટલાંક સભ્યો ખાલિસ્તાનિયોની સાથે ઘણીવાર જોવા મળે છે. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, જસ્ટીન ટ્રુડોની કેબિનેટમાં સામેલ ઇન્ડિયન ઓરિજિન મિનિસ્ટર્સ વિશે... 

   

 • Trudeaus were met by a junior agriculture minister and not the PM
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  10 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં ક્રાઉન પ્રિન્સ ઓફ અબુ ધાબી શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું અભિવાદન કરતા નરેન્દ્ર મોદી

  ટ્રુડોની કેબિનેટમાં ચાર શીખ સામેલ છે 


  - જો આ કારણોસર જ કેનેડિયન વડાપ્રધાનની અવગણના થઇ રહી છે, તો આવું પહેલીવાર નથી બની રહ્યું. ખાલિસ્તાનના કારણે ભારત અને કેનેડાના સંબંધો મધુર નથી. 
  - ગયા વર્ષે પંજાબના મુખ્યમંત્રીએ કેનેડાના રક્ષા મંત્રી હરિજીત સજ્જનને મળવાનો ઇન્કાર કરી દીધો હતો. તેઓએ ઇન્કારનું કારણ તેઓ 'ખાલિસ્તાનો સાથે સહાનુભૂતિ' રાખે છે તેવું આપ્યું હતું. 
  - પરંતુ કેનેડામાં ભારતના ભૂતપૂર્વ હાઇ કમિશન કહે છે કે, ટ્રુડોનો અનાદર થયો છે. તેઓનું કહેવું છે કે, વિદેશી મહેમાનોની મેજબાનીમાં ભારત કુટનીતિ પ્રોટોકોલનું ગંભીરતાથી ધ્યાન રાખે છે.

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, 23 ફેબ્રુઆરીના રોજ મોદીને મળશે ટ્રુડો... 

 • Trudeaus were met by a junior agriculture minister and not the PM
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ઇરાનના પ્રેસિડન્ટ હસન રોહાની સાથે ચર્ચામાં નરેન્દ્ર મોદી

  કેમ ખાસ છે ટ્રુડોની ભારત મુલાકાત? 


  - વર્ષ 2012માં સ્ટીફન હાર્પરની 6 દિવસની મુલાકાત બાદ કોઇ પણ કેનેડિયન વડાપ્રધાન ભારતની મુલાકાતે નથી આવ્યા. 5 વર્ષના લાંબા અંતરાળ બાદ ટ્રુડો ભારત આવવાથી બંને દેશોના સંબંધોમાં ઉષ્ણતા આવી શકે છે. 
  - પીએમ મોદી 2015માં કેનેડાની મુલાકાતે ગયા હતા. હાલમાં જ મોદી અને ટ્રુડો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન પણ મળ્યા હતા. 
  - ટ્રુડોની સાથે ભારતીય મૂળના કેનેડાના 5 કેબિનેટ મિનિસ્ટર પણ આ મુલાકાતનો હિસ્સો બન્યા છે. તેમાં વિદેશ મંત્રી ક્રિસ્ટિયા ફ્રિલેન્ડ, સાયન્સ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ મિનિસ્ટર નવદીપ બેન્સ, ડિફેન્સ મિનિસ્ટર હરજીત સિંહ સજ્જન, સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ મિનિસ્ટર કર્સ્ટી ડંકન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટર અમરજીત સોહી પણ સામેલ છે. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, મોદી અને ટ્રુડોની મુલાકાતના ખાસ મુદ્દા... 

 • Trudeaus were met by a junior agriculture minister and not the PM
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  જસ્ટીન ટ્રુડોની આગેવાની માટે જૂનિયર મંત્રીને મોકલવાની વાત કેનેડા અને ભારતના મીડિયામાં અલગ જ દ્રષ્ટીકોણથી જોવાઇ રહી છે.

  23 ફેબ્રુઆરીના નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે ટ્રુડો 


  - બંને દેશો વચ્ચે સંબંધોને મજબૂત કરવા માટે 23 ફેબ્રુઆરી (શુક્રવારે) પીએમ મોદી અને જસ્ટીન ટ્રુડો મીટિંગ કરશે. એવું માનવામાં આવે છે કે, આ મુલાકાતમાં બંને દેશોની વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ અને ઇકોનોમિક પાર્ટનરશિપને લઇને ચર્ચા થઇ શકે છે. 
  - એનર્જી સેક્ટરમાં પણ કેનેડા ભારતની મદદ કરી રહ્યું છે. કેનેડિયન કંપની કમેકોએ ભારતને યુરેનિયમની સપ્લાય પણ શરૂ કરી દીધી છે. 
  - એક્સપોર્ટ્સ અને ઇમ્પોર્ટ્સ મળીને ભારત અને કેનેડાની વચ્ચે 2017માં અંદાજિત 8.4 બિલિયન ડોલર્સનો કારોબાર થયો હતો. કેનેડાથી એક્સપોર્ટ મામલે ભારત હજુ પણ 8માં નંબર પર છે. તેથી ટ્રુડોની આ મુલાકાત ભારત અને કેનેડાના સંબંધો માટે ખૂબ જ મહત્વની છે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, જસ્ટીન ટ્રુડો અને પરિવારના ભારત મુલાકાતના કેટલાંક PHOTOS... 

 • Trudeaus were met by a junior agriculture minister and not the PM
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  જસ્ટીન ટ્રુડો અને પરિવારે રવિવારે તાજમહેલની મુલાકાત લીધી હતી.
 • Trudeaus were met by a junior agriculture minister and not the PM
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મથુરામાં એલિફન્ટ સેન્ચ્યુરીની મુલાકાતે કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર તેમના પરિવાર સાથે
 • Trudeaus were met by a junior agriculture minister and not the PM
  અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતે આવેલો ટ્રુડો પરિવાર. પત્ની અને બાળકો સાથે જસ્ટિન ટ્રુડો ભારતીય પોષાકમાં સજ્જ હતાં
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ