1

Divya Bhaskar

Home » International News » Latest News » International » ભારતીય મુળના અર્ણવે બનાવી એક ખાસ ડિવાઈસ| Indian Origin Arnav Kapur Develop Mind Reading Headset

ભારતીય અર્નવ કપૂરે બનાવ્યું એવું ડિવાઈસ, જે વાંચી લેશે તમારું મગજ

Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 02:37 PM IST

તેમની ટીમે એવી ડિવાઈસ બનાવી છે જે દિમાગમાં ચાલતી વાતોને સમજી લે છે અને કોમ્પ્યૂટર મોબાઈલ દ્વારા જણાવે છે

 • ભારતીય મુળના અર્ણવે બનાવી એક ખાસ ડિવાઈસ| Indian Origin Arnav Kapur Develop Mind Reading Headset
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારતીય અર્ણવ કપૂરે બનાવી એવી ડિવાઈસ, જે વાંચી લેશે તમારુ મગજ

  વોશિંગટનઃ આપણી સામેવાળી વ્યક્તિના મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણી લેવાની કહાણીઓ આપણે અત્યાર સુધી માત્ર સાયન્સ ફિક્શન કે જાદુઈ કથાઓમાં જ વાંચી છે. પરંતુ મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી)માં ભારતીય મૂળના અર્નવ કપૂરે તેને હકીકતમાં બદલી દીધું છે. તેમની ટીમે એક એવું ડિવાઇસ બનાવ્યું છે જે મગજમાં ચાલી રહેલી વાતોને વાંચી-સાંભળી લે છે અને કોમ્પ્યુટર અને મોબાઇલ ઉપકરણો દ્વારા કહી દે છે કે તે વાતો શું છે.

  કેવી રીતે કામ કરે છે આ ડિવાઇસ?


  - જેમ આપણે અભ્યાસ સમયે શાંત થઈને ધીમે-ધીમે વાંચી યાદ રાખવાનો અભ્યાસ કરીએ છીએ કે પાઠ કરીએ છીએ તેને સબવોકલાઇઝેશન કહેવામાં આવે છે.
  - આ ડિવાઇસ આ તમામ વાતોને સામે લાવીને રાખે છે. તેને ચહેરા પર પહેરવામાં આવે છે.
  - તે આપણી નસો, શરીર અને હાડકાઓના કંપન એટલે કે ન્યૂરોમસ્ક્યૂલર સંકેતો માપી શકે છે.
  - તેના દ્વારા મગજમાં ચાલી રહેલી વાતો જાણી શકાય છે. તેના દ્વારા એક કોમ્પ્યુટર સિસ્ટમને સિગ્નલ મોકલી શકાય છે જે તંત્રિકા નેટવર્ક શબ્દો વિશે જાણી શકાય છે.
  - હાલ આ ડિવાઇસનો ઉપયોગ ચેસમાં વિરોધીના મગજમાં ચાલી રહેલી વાતો જાણવા અને અન્ય ગેમ્સની જાણકારી લેવા જેવા મજદાર કામો માટે કરવામાં આવી રહ્યો છે.
  - પ્રોજેક્ટના પ્રમુખ અર્નવ કપૂર જણાવે છે કે, આપણે બુદ્ધિમત્તા વધારતા ડિવાઇસને તૈયાર કરવાનો આઇડિયા આવ્યો હતો.
  - અમે એવું ડિવાઇસ ઈચ્છતા હતા જે મશીન અને માણસને મળીને મનુષ્યની અનુભૂતિને વ્યક્ત કરી શકે. એક રીતે આ અમારી આંતરિક અનુભૂતિના વિસ્તાર જેવું છે.

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • ભારતીય મુળના અર્ણવે બનાવી એક ખાસ ડિવાઈસ| Indian Origin Arnav Kapur Develop Mind Reading Headset
  AI એવો અમર તાનાશાહ બની શકે છે જેનાથી કોઈ બચી નહીં શકે: મસ્ક

  AI એવો અમર તાનાશાહ બની શકે છે જેનાથી કોઈ બચી નહીં શકે: મસ્ક


  ટેસ્લાના પ્રમુખ ઈલોન મસ્કને આર્ટિફિશિલયલ ઈન્ટેલિજન્સ લઈને ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું છેકે, એઆઈ એક એવો અમર તાનાશાહ બની શકે છે જેનાથી કોઈ બચી શકશે નહીં. આપણે તેના આધિન કામ કરવા માટે મજબૂર થવુ પડશે. મસ્કે આ વાત એક ડોક્યુમેન્ટ્રીમાં કહી છે. તેમણે એઆઈને શૈતાનને નિમંત્રણ આપવા બરોબર ગણાવ્યો છે. ક્રિસ પેનની 'ડૂ યૂ ટ્રસ્ટ કોમ્પ્યૂટર?' નામની આ ડોક્યુમેન્ટ્રીના પ્રીમિયન  ગુરુવારે લોસ એન્જિલસમાં કર્યું હતું. મસ્કે કહ્યું, જો આપણે રોબોર્ટ્સની સાથે લડાઈ કરશું તો આપણી જીતની શક્યતા 5-10% જેટલી જ છે. એઆઈને અત્યારથી રેગ્યુલેટ કરવાની જરૂર છે. 

More From International News

Trending