તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીસ હજાર બળાત્કાર પીડિતાઓનો ઇલાજ કરનારા ડોક્ટરને મળ્યો શાંતિ માટે નોબેલ; જણાવ્યું મહિલાઓનું દર્દ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો. ડેનિસ મુકવેગે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં કાર્યરત એક સ્ત્રી રોગ નિષ્ણાત છે. (ફાઇલ) - Divya Bhaskar
ડો. ડેનિસ મુકવેગે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં કાર્યરત એક સ્ત્રી રોગ નિષ્ણાત છે. (ફાઇલ)

- વર્ષ 2018નું નોબેલ શાંતિ પુરસ્કાર કાંગોમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર ડેનિસ મુકવેગે અને યઝીદી મહિલા અધિકાર કાર્યકર્તા નાદિયા મુરાદને આપવામાં આવ્યો છે 

 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વર્ષ 2018 માટે આજે શાંતિ નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી. આ પુરસ્કાર યઝીદી મહિલા અધિકાર કાર્યકર્તા નાદિયા મુરાદ અને સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર ડેનિસ મુકવેગેને આપવામાં આવ્યો છે. ડો. ડેનિસ મુકવેગે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં કાર્યરત એક સ્ત્રી રોગ નિષ્ણાત છે. તેઓએ અને તેમના સહકર્મીઓએ ત્રીસ હજારથી વધુ બળાત્કાર પીડિતાઓનો ઇલાજ કર્યો છે અને ગંભીર યૌન હિંસાનો શિકાર બનેલી મહિલાઓના ઇલાજમાં તેઓએ વિશેષતા મેળવી છે. તેઓની વાર્તા બળાત્કારના યુદ્ધમાં હથિયાર તરીકે ઉપયોગનું વિસ્તૃત વિવરણ આપે છે. મહિલાઓને આઘાતજનક યાતનામાંથી બહાર લાવવા બદલ તેઓને 'ડોક્ટર મિરેકલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 

 

બે દાયકાઓથી મહિલાઓને યાતનામાંથી બહાર લાવવામાં કાર્યરત 


- કાંગો રિપબ્લિકમાં યૌન શોષણ અને દુષ્કર્મનો શિકાર મહિલાઓના ઘાને ઠીક કરવા અને તેઓને માનસિક આઘાતમાંથી બહાર કાઢવાના સતત પ્રયાસો માટે ડેનિસ મુકવેગેને ડોક્ટર મિરેકલના નામે પણ ઓળખવામાં આવે છે. 
- તેઓને આ વર્ષે શાંતિ નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ બે દાયકાથી મહિલાઓને શારિરીક અને માનસિક પરેશાનીઓમાંથી બહાર લાવવાના પ્રયત્નોમાં લાગેલા છે. 
- 2015માં તેઓના જીવન પર આધારિત ફિલ્મ 'ધ મેન હૂ મેન્ડ્સ વિમેન' આવી હતી. પાંચ બાળકોના પિતા ડેનિસ યુદ્ધ દરમિયાન મહિલાઓના શોષણમાં પ્રખર વિરોધી છે. 
- તેઓએ 2016માં એએફપીને કહ્યું હતું અમે રાસાયણિક હથિયાર, જૈવિક હથિયાર અને પરમાણુ હથિયારો વિરૂદ્ધ લક્ષ્મણ રેખા ખેંચી શક્યા છીએ. આજે આપણે દુષ્કર્મને યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કરવા ઉપર પણ પ્રતિબંધ લગાવવો જોઇએ. 
- કાવૂ હોસ્પિટલમાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોની દેખરેખ હેઠળ રહે છે. 1 માર્ચ, 1955ના રોજ જન્મેલા મુકવેગે નવ ભાઇ બહેનોની વચ્ચે ત્રીજાં નંબરે આવે છે. તેઓના પિતાએ જ તેમને ડોક્ટર બનવા માટે પ્રેરિત કર્યા હતા. 

 

મહિલાઓ પર બળાત્કારની બર્બરતા 


- 63 વર્ષીય ડેનિસને યુદ્ધ પ્રભાવિત પૂર્વ ડેમોક્રેટિક રિપબ્લિકમાં યૌન હિંસા અને બળાત્કાર પીડિત મહિલાઓને હિંસા અને માનસિક યાતનામાંથી બહાર નિકાળવાના ક્ષેત્રમાં બે દાયકા સુધી કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. 
- મુકવેગેએ 1999માં દક્ષિણ કીવમાં પાંજી હોસ્પિટલ ખોલી હતી, જ્યાં તેઓએ બળાત્કાર પીડિત લાખો મહિલાઓ, બાળકો અને ત્યાં સુધી કે નવજાતનો પણ ઇલાજ કર્યો છે. 
- ડો. ડેનિસે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે યુદ્ધ શરૂ થયું તો પૂર્વ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોના લેમેરા સ્થિત મારી હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત થયા હતા. 
- હું બુકાવુ ભાગી ગયો અને અહીં મેં ટેન્ટમાં હોસ્પિટલની શરૂઆત કરી. મેં ગાયનેક વોર્ડ શરૂ કર્યો જેમાં ઓપરેશન થિયેટર પણ હતું. પરંતુ 1998માં ફરીથી બધું જ નષ્ટ થઇ ગયું, મારે 1999માં ફરીથી બધું જ શરૂ કરવું પડ્યું. 
- આ વર્ષે પ્રથમ બળાત્કાર પીડિતા મારી હોસ્પિટલમાં આવી, બળાત્કાર બાદ આ મહિલાના જનનાંગો અને જાંઘો પર ગોળીઓ મારવામાં આવી હતી. 
- મને લાગ્યું કે, આ યુદ્ધમાં કરવામાં આવેલું એક બર્બર કૃત્ય છે, પરંતુ અસલી ઝટકો મને ત્રણ મહિના બાદ મળ્યો. એ મહિલાની માફક જ 45 અન્ય મહિલાઓ મારી પાસે આવી અને તેઓની વાર્તા પણ સરખી જ હતી. 
- આ બધી જ મહિલાઓએ જણાવ્યું કે, લોકો મારાં ગામમાં ઘૂસ્યા, બળાત્કાર કર્યો અને અમને યાતનાઓ આપી. 


બળાત્કારની રણનીતિ 


- અનેક મહિલાઓ એવી પણ આવી જેમના શરીર બળી ગયા હતા. તેઓએ જણાવ્યું કે, બળાત્કાર બાદ તેઓને જનનાંગોમાં રસાયણ નાખી દીધું હતું. 
- મેં મારી જાતને જ સવાલ પુછ્યો કે, આખરે આ બધું શું થઇ રહ્યું છે! આ માત્ર યુદ્ધમાં કરવામાં આવેલું હિંસક કૃત્ય નથી, પરંતુ કોઇ રણનીતિનો હિસ્સો હતું. 
- ઘણીવાર મહિલાઓનો સામૂહિક બળાત્કાર કરવામાં આવતો હતો. એક રાતમાં જ આખા ગામની મહિલાઓનો બળાત્કાર થઇ જતો હતો. 
- આવું કરીને તેઓ માત્ર મહિલાઓને જ નહીં, આખા સમુદાયને ઇજા પહોંચાડી રહ્યા હતા. પુરૂષોને બળાત્કાર જોવા માટે મજબૂર કરવામાં આવતા હતા. 
- 2011માં અમારી પાસે આવતા કેસોમાં ઘટાડો થયો. અમને લાગ્યો કે, કાંગોમાં મહિલાઓ માટે આ હદે ખતરનાક અને દર્દનાક સ્થિતિની અંતર તરફ વધી રહ્યા છીએ. - પરંતુ બીજાં જ વર્ષે યુદ્ધ ફરીથી શરૂ થયું અને આ પ્રકારના મામલાઓમાં વધારો થતો ગયો.

 

નાદિયા મુરાદઃ બેભાન થાય ત્યાં સુધી ISISના આતંકી કરતા હતા બળાત્કાર, મળ્યો શાંતિનો નોબેલ