ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Davos Summit: 7 business women will lead in WEF including Chetana Sinha from India

  WEFની અધ્યક્ષા મહિલાઓ સંભાળશે, ભારતની ચેતના સિંહા સામેલ

  DainikBhaskar.com | Last Modified - Jan 22, 2018, 10:42 PM IST

  વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં 47 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સંમેલનની અધ્યક્ષતાની જવાબદારી 7 મહિલાઓને સોંપાઇ છે
  • ભારતની ચેતના ગાલા સિંહાને પણ આ જવાબદારી મળી છે. તે માણદેસી મહિલા સહકારી બેન્કની ચેરપર્સન છે. File photo.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતની ચેતના ગાલા સિંહાને પણ આ જવાબદારી મળી છે. તે માણદેસી મહિલા સહકારી બેન્કની ચેરપર્સન છે. File photo.

   દાવોસઃ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) સોમવારે મોડી રાતથી શરૂ થઇ રહ્યું છે. પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ભાગ લઇ રહ્યા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે 47 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સંમેલનની અધ્યક્ષતાની જવાબદારી 7 મહિલાઓને સોંપવામાં આવી છે. તેમાં એક યુનિયન બોસ, એક ન્યુક્લિયર ફિઝિસિસ્ટ, બે કંપની હેડ, એક ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશનની લીડર, એક ઇકોનોમિસ્ટ અને એક વડાંપ્રધાન (નોર્વે)નો સમાવેશ થાય છે. ભારતની ચેતના ગાલા સિંહાને પણ આ જવાબદારી મળી છે. તે માણદેસી મહિલા સહકારી બેન્કની ચેરપર્સન છે. ઉલ્લેખનીય છે કે દાવોસ ફોરમની શરૂઆત 1971માં થઇ હતી.

   આ સાત મહિલાઓને મળી છે જવાબદારી

   1. ચેતના ગાલા સિન્હા, ચેરપર્સન, માણદેસી મહિલા સહકારી બેન્ક
   2. ક્રિસ્ટિન લેગાર્ડ, મેનેજિંગ ડાયરેક્ટર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)
   3.ગિની રોમેટી, સીઇઓ, આઇબીએમ
   4. એન્રા સોલબર્ગ, નોર્વેની વડાંપ્રધાન
   5. શૈરન બરો, જનરલ સેક્રેટરી, આઇટીયુસી
   6. ફેબિલા જિઓનોટી, મેનેજિંગ ડાયરેક્ટર, સીઇઆરએન
   7. ઇજાબેલ કોચર, સીઇઓ, એન્જી.

   ફોરમે કેમ આવો નિર્ણય કર્યો?

   - વાસ્તવમાં આ મંચ પર ઘણા વરસોથી પુરુષોની તુલનામાં સ્ત્રીઓની અવગણના થઇ રહી છે. આ ગ્લોબલ ફોરમની અધ્યક્ષતાના લેવલે મહિલાને અવગણવામાં આવતી હતી કે પછી માત્ર ઔપચારિકતા દાખવવામાં આવતી હતી. તેના કારણે ડબલ્યુઇએફની તીવ્ર ટીકા થઇ રહી હતી.
   - તેના પર ડબલ્યુઇએફ તરફથી જણાવવામાં આવ્યું કે, `ડબલ્યુઇએફમાં મહિલાઓની અધ્યક્ષતાની માગ કરવામાં આવી રહી છે અને અમને પણ લાગ્યું કે આ વખતે મહિલાઓને કેમ મંચ ન સોંપવો જોઇએ. તેથી અમે નિર્ણય કરી લીધો.'

   કોણ છે ચેતના સિંહા?

   - દાવોસ જતા પહેલા ચેતનાને કહ્યું કે, `ગ્લોબલ ઇવેન્ટમાં ભારતીય મહિલાઓને રીપ્રેઝન્ટ કરવી તે બહુ ગૌરવની વાત છે. પ્રથમવાર મહિલાઓને WEFમાં જવાબદારી અપાઇ છે. વિશ્વભરમાં મહિલાઓને વધારે સન્માન અને તકો આપવાની જરૂર છે.'
   - ચેતના સિંહા દેશમાં મહિલાઓ દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી ગ્રામિણ સહકારી મહિલા બેન્કની ફાઉન્ડર છે. તેમણે 1997માં તેની શરૂઆત કરી હતી. માણદેસી મહિલા સહકારી બેન્ક મહિલાઓને સિલાઇનું કામ કરવા કે શાળાએ જતી છોકરીઓને સાયકલ ખરીદવા માટે લોન આપે છે.
   - એટલું જ નહિ, તેમાં નાના રોકાણકાર 10 કે 20 રૂપિયા જેટલી મામૂલી રકમ પણ જમા કરી શકે છે. વળી, નાના વેપારીઓને 100 કે 200 રૂપિયાની લોન પણ લઇ શકે છે.

   મોદી બુધવારે ફોરમને સંબોધશે

   - દાવોસ સમિટના નામથી મશહૂર ડબલ્યુઇએફની 48મી એન્યુઅલ મીટ 23થી 26 જાન્યુઆરી સુધી ચાલશે. પરંતું તેનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ ભારતીય ડિશીસના સ્વાદ અને યોગ સાથે થશે. પીએમ મોદી 23 જાન્યુઆરીએ તેને સંબોધિત કરશે.

  • પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રથમવાર WEFમાં ભાગ લઇ રહ્યા છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રથમવાર WEFમાં ભાગ લઇ રહ્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Davos Summit: 7 business women will lead in WEF including Chetana Sinha from India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `