• Gujarati News
  • International
  • હવાનામાં ટેક ઓફ બાદ પ્લેન ક્રેશ, 104 લોકો હતા સવાર | Cuba Plane Crash After Takeoff In Havana High Number Dead

ક્યુબા: હવાનામાં ટેક-ઓફ બાદ પ્લેન ક્રેશ, 104 લોકો હતા સવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્ક: ક્યુબાની રાજધાની હવાનામાં બોઈંગ 737  વિમાન ટેકઓફની થોડીવાર બાદ ક્રેશ થયુ હતું. ક્યુબન મીડિયાએ જણાવ્યા મુજબ આ ઘટનામાં 100થી વધુ લોકોના મોત થયા છે. બોઈંગ 737 વિમાન જોસ માર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઉડતા પહેલા જ દુર્ધટનાગ્રસ્ત થયું. મળતી માહિતિના આધારે વિમાન હવાનાથી હોલગુઈન જઈ રહ્યું હતુ, જેમાં 104 યાત્રી સવાર હતા. વિમાન ક્રેશ બાદ પોલીસ અને ફાયર ફાઈટરની ટીમો મોટી માત્રામાં ઘટનાસ્થળે પંહોચી હતી. ઘટના કેવી રીતે બની તેનું કારણ હજુ અકબંધ. 

ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...