​ચીન કરતાં ભારતમાં વધુ ભ્રષ્ટાચાર, સૌથી ભ્રષ્ટ દેશોમાં 81મુંં સ્થાન

જે દેશોનો સૌથી વધારે સ્કોર થાય છે, તે એટલા જ ભ્રષ્ટ ગણાય છે.

divyabhaskar.com | Updated - Mar 11, 2018, 02:50 PM
India more corrupt than China, better than Pak

ઇન્ટરનેશનલ ડેસ્કઃ નીરવ મોદી, મેહુલ ચોક્સી અથવા રોટોમેક જેવા કૌભાંડોની વાત એકતરફ મુકી દેવામાં આવે, તો પણ આપણાં દેશમાં ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે. આ કૌભાંડોના સામે આવ્યાના પહેલાં વર્ષમાં એટલે કે, 2017માં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં વૈશ્વિક દેશોના કરપ્શન ઇન્ડેક્સને દર્શાવવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ભ્રષ્ટાચારમાં ભારત બે સ્કેલ નીચે જઇને 183 દેશોમાં 81માં સ્થાન પર પહોંચી ગયું છે. 2016માં ભારત 79માં નંબર પર હતું. રેન્કિંગ માટે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે 0 (સૌથી વધુ ભ્રષ્ટ) અને 100 પોઇન્ટ (ભ્રષ્ટાચાર મુક્ત)ના સ્કેલ પર 183 દેશોમાં સરકારી સંગઠનો અને કંપનીઓમાં ભ્રષ્ટાચારનું આકલન કર્યુ છે.

આ પ્રકારે થાય છે રેન્કિંગ


- ભારતને આ વર્ષે પણ 2016ની માફક 40 પોઇન્ટ્સ મળ્યા છે. જે દેશોનો સૌથી વધારે સ્કોર થાય છે, તે એટલા જ ભ્રષ્ટ ગણાય છે.
- બર્લિન સ્થિત આ એન્ટી-કરપ્શન ઓર્ગેનાઇઝેશન - વર્લ્ડ બેંક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને અન્ય સંગઠનોના આંકડાઓના આધારે વિશ્વની સરકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચારનું અંદાજ લગાવે છે.


ન્યૂઝીલેન્ડમાં સૌથી ઓછો, સોમાલિયામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર


- સૌથી ઓછા ભ્રષ્ટ 5 દેશોમાં ન્યૂઝીલેન્ડને 89, ડેનમાર્કને 88, ફિનલેન્ડને 85, નોર્વેને 85 અને સ્વિત્ઝર્લેન્ડને 85 પોઇન્ટ્સ મળ્યા છે.
- સૌથી વધુ ભ્રષ્ટ 5 દેશોમાં 183માં નંબરે સોમાલિયાને 9, 182માં નંબર પર સૂડાનને 12, 181 નંબર પર સીરિયાને 14, 180 નંબર પર અફઘાનિસ્તાનને 15 અને 197માં નંબર પર યમનને 16 પોઇન્ટ્સ મળ્યા છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, ભારતના પાડોશી દેશોની સ્થિતિ...

ચીનનો સ્કોર ભારતની સરખામણીએ એક પોઇન્ટ વધારે છે (ફાઇલ)
ચીનનો સ્કોર ભારતની સરખામણીએ એક પોઇન્ટ વધારે છે (ફાઇલ)

પ્રેસની સ્વતંત્રતા મામલે ભારત કમજોર દેશમાં 


- ટ્રાન્સપરન્સીએ ભારતને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને પ્રેસની સ્વતંત્રતાના હિસાબે કમજોર દેશમાં સામેલ કર્યો છે. 
- સંગઠને પોતાના રિપોર્ટમાં કહ્યું કે, ફિલિપાઇન્સ, ભારત અને માલદીવ જેવા દેશોમાં ભ્રષ્ટાચાર જ નહીં, પત્રકારોની હત્યાના કેસો પણ વધારે છે. 
- રિપોર્ટ અનુસાર, છેલ્લાં છ વર્ષમાં 10 પત્રકારોમાંથી 9 એવા દેશોમાં માર્યા ગયા, જેને કરપ્શન ઇન્ડેક્સમાં 45 અથવા તેનાથી ઓછા પોઇન્ટ્સ મળ્યા છે. આવા દેશોની સંખ્યા બે તૃતિયાંશથી વધારે છે. 

 

ભારત અને પાડોશી દેશોની સ્થિતિ 


- ભ્રષ્ટાચાર મામલે ભારત અને તેના પાડોશી દેશોની વાત કરીએ તો, માત્ર ચીન જ આપણાં દેશથી ઓછું ભ્રષ્ટ છે. 
- જો કે, તેનો સ્કોર ભારતની સરખામણીએ એક પોઇન્ટ વધારે છે, પરંતુ તે રેન્કિંગમાં આપણાંથી 4 સ્કેલ ઉપર છે. 
- પાકિસ્તાન એશિયા પ્રશાંતના 10 દેશોમાં 9માં નંબરે છે. ભૂતાનનો 67, ચીન 77, શ્રીલંકા 91, પાકિસ્તાન 177, નેપાળ 122 અને બાંગ્લાદેશ 143માં રેન્ક પર છે. 

X
India more corrupt than China, better than Pak
ચીનનો સ્કોર ભારતની સરખામણીએ એક પોઇન્ટ વધારે છે (ફાઇલ)ચીનનો સ્કોર ભારતની સરખામણીએ એક પોઇન્ટ વધારે છે (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App