કોલંબિયામાં પોલીસ સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટમાં 5નાં મોત, 41 ઘાયલ

કોલંબિયામાં હાલના વર્ષોમાં સુરક્ષા કર્મચારીઓ પર થયેલો આ સૌથી ઘાતક હુમલો છે.

divyabhaskar.com | Updated - Jan 28, 2018, 11:44 AM
જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ઘટનાસ્થળે 49 પોલીસ અધિકારીઓ મોજૂદ હતા. જેમાંથી પાંચ અધિકારીઓનું ઘટનાસ્થળે જ મોત થયું
જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ઘટનાસ્થળે 49 પોલીસ અધિકારીઓ મોજૂદ હતા. જેમાંથી પાંચ અધિકારીઓનું ઘટનાસ્થળે જ મોત થયું

ઇન્ટરનેશનલ ડેસ્કઃ કોલંબિયાના ઉત્તર શહેર બેરેક્વિલામાં માદક પદાર્થોના કથિત તસ્કરોએ એક પોલીસ સ્ટેશનમાં શનિવારે સવારે રિમોટ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા પાંચ પોલીસ અધિકારીઓના મોત થાય છે જ્યારે 41 ઘાયલ થયા છે. કોલંબિયામાં હાલના વર્ષોમાં સુરક્ષા કર્મચારીઓ પર થયેલો આ સૌથી ઘાતક હુમલો છે. આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે પ્રેસિડન્ટ જુઆન મેન્યુઅલ સાંતોસની ગવર્મેન્ટ સશસ્ત્ર યુદ્ધને ખતમ કરવાના પ્રયાસોમાં જોડાઇ છે. આ સંઘર્ષમાં મોટાંભાગની હિંસા પદાર્થોના તસ્કરોએ ભડકાવી છે.


એન્યુઅલ કાર્નિવલ પર ખરાબ અસર
- આ બ્લાસ્ટથી કેરેબિયન આઇલેન્ડ શહેરના એન્યુઅલ કાર્નિવલની તૈયારીઓ પર પણ ખરાબ અસર પડી છે.
- એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ઘટનાસ્થળે 49 પોલીસ અધિકારીઓ મોજૂદ હતા. જેમાંથી પાંચ અધિકારીઓનું ઘટનાસ્થળે જ મોત થયું અને 41 અન્ય ઘાયલ થયા છે.
- એટોર્ની જનરલ નેસ્તોર માર્ટિનેજના જણાવ્યા અનુસાર, હુમલો કરવાના સંદેહમાં 31 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. બેરેંક્વિલાના મેયર એલેજાન્દ્રો ચારએ આ હુમલા માટે માદક પદાર્થોના તસ્કરોને જવાબદાર ઠેરવ્યા છે.
- મેયરે જણાવ્યું કે, આ હુમલો સ્થાનિક તસ્કરો પર પોલીસની કાર્યવાહીનો બદલો હોઇ શકે છે.
- પ્રેસિડન્ટ સાંતોસે ટ્વીટર પર તેને 'કાયરતાપૂર્ણ હુમલો' ગણાવ્યો છે.

એકની ધરપકડ
- બ્લાસ્ટ બાદ એક શકમંદની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજાં આરોપીની શોધ ચાલુ છે.

બેરેંક્વિલાના મેયર એલેજાન્દ્રો ચારએ આ હુમલા માટે માદક પદાર્થોના તસ્કરોને જવાબદાર ઠેરવ્યા છે.
બેરેંક્વિલાના મેયર એલેજાન્દ્રો ચારએ આ હુમલા માટે માદક પદાર્થોના તસ્કરોને જવાબદાર ઠેરવ્યા છે.
પ્રેસિડન્ટ સાંતોસે ટ્વીટર પર તેને 'કાયરતાપૂર્ણ હુમલો' ગણાવ્યો છે.
પ્રેસિડન્ટ સાંતોસે ટ્વીટર પર તેને 'કાયરતાપૂર્ણ હુમલો' ગણાવ્યો છે.
X
જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ઘટનાસ્થળે 49 પોલીસ અધિકારીઓ મોજૂદ હતા. જેમાંથી પાંચ અધિકારીઓનું ઘટનાસ્થળે જ મોત થયુંજ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ઘટનાસ્થળે 49 પોલીસ અધિકારીઓ મોજૂદ હતા. જેમાંથી પાંચ અધિકારીઓનું ઘટનાસ્થળે જ મોત થયું
બેરેંક્વિલાના મેયર એલેજાન્દ્રો ચારએ આ હુમલા માટે માદક પદાર્થોના તસ્કરોને જવાબદાર ઠેરવ્યા છે.બેરેંક્વિલાના મેયર એલેજાન્દ્રો ચારએ આ હુમલા માટે માદક પદાર્થોના તસ્કરોને જવાબદાર ઠેરવ્યા છે.
પ્રેસિડન્ટ સાંતોસે ટ્વીટર પર તેને 'કાયરતાપૂર્ણ હુમલો' ગણાવ્યો છે.પ્રેસિડન્ટ સાંતોસે ટ્વીટર પર તેને 'કાયરતાપૂર્ણ હુમલો' ગણાવ્યો છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App