ફૂડ પેકેટ લૂંટવાની લહાયમાં ફ્રાન્સમાં બે શરણાર્થી જૂથ બાખડ્યાં, પાંચનાં મોત

સતત બીજા દિવસે બંને જૂથોમાં અથડામણ, 2 કલાક સુધી બંને પક્ષોએ દંડા અને લોખંડના સળિયાથી મારામારી કરી

divyabhaskar.com | Updated - Feb 03, 2018, 11:24 AM
ફ્રાન્સમાં 2 લાખથી વધુ શરણાર્થી
ફ્રાન્સમાં 2 લાખથી વધુ શરણાર્થી

પેરિસ: ફ્રાન્સના કેલાઈસમાં શરણાર્થીઓ વચ્ચેની હિંસામાં 5 લોકોનાં મોત થયાં. હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે અફઘાન અને ઈરિટ્રિયા શરણાર્થીઓ વચ્ચે ફૂડપેકેટ લૂંટવા માટે ઝપાઝપી થઈ. તેના બાદ બંને પક્ષોએ બે કલાક સુધી દંડા અને લોખંડના સળિયાથી એકબીજા પર હુમલા કર્યા. આ દરમિયાન એક અફઘાન નાગરિકે ગોળીબાર કરી દીધો જેમાં 5 લોકો મૃત્યુ પામ્યા હતા અને 13 ઘવાયા છે. ઘટના બાદ બંને શરણાર્થી જૂથોના 130 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ફ્રાન્સે કહ્યું કે શરણાર્થીઓની આવી હિંસા સાંખી નહીં લેવાય.

- ફ્રાન્સમાં દુનિયાભરના બે લાખથી વધુ શરણાર્થી રહે છે.

- કેલાઈસમાં 1200 અફઘાન અને ઈરિટ્રિયાઈ શરણાર્થી રહે છે.

- ગત વર્ષે હિંસા પીડિત દેશોમાંથી લોકો હિજરત કરીને ફ્રાન્સ પહોંચવાની 300 ઘટનાઓ બની હતી.

X
ફ્રાન્સમાં 2 લાખથી વધુ શરણાર્થીફ્રાન્સમાં 2 લાખથી વધુ શરણાર્થી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App