ચીનના સ્પેસ લેબનો મોટાભાગનો હિસ્સો હવામાં જ સળગીને થયો નષ્ટ

8 ટન વજનના તિયાનગોંગ-1નો મોટાભાગનો હિસ્સે દરિયામાં પડે તે પહેલાં જ હવામાં સળગી ગયો

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 09:11 AM
Most of the 8 ton weighing Tiangong-1 was burnt before it fell into the ocean

ચીનની સ્પેલ લેબનો મોટાભાગનો હિસ્સો હવામાં જ સળગીને થયો નષ્ટ.ચીનના સ્પેસ સ્ટેશન તિયાનગોંગ-1 સોમવારે વહેલી સવારે ક્રેશ થઈ ગયું છે. સ્પેશ સ્ટેશન ટૂટીને દશ્રિણ પ્રશાંત મહાસાગરમાં પડ્યું છે. જોકે તેનાથી કોઈને કશું જ નુકસાન નથી થયું. ચીનના સ્પેસ એન્જિનિયરિંગ ઓફિસના જણાવ્યા પ્રમાણે 8 ટન વજનનું તિયાનગોંગ-1નો મોટાભાગનો હિસ્સો દરિયામાં પડતાં પહેલા જ સળગી ગયો હતો

બેઈજિંગ: ચીનના સ્પેસ સ્ટેશન તિયાનગોંગ-1 સોમવારે વહેલી સવારે ક્રેશ થઈ ગયું છે. સ્પેશ સ્ટેશન ટૂટીને દશ્રિણ પ્રશાંત મહાસાગરમાં પડ્યું છે. જોકે તેનાથી કોઈને કશું જ નુકસાન નથી થયું. ચીનના સ્પેસ એન્જિનિયરિંગ ઓફિસના જણાવ્યા પ્રમાણે 8 ટન વજનનું તિયાનગોંગ-1નો મોટાભાગનો હિસ્સો દરિયામાં પડતાં પહેલા જ સળગી ગયો હતો. સ્પેસ સ્ટેશન ધરતીના વાયુમંડળમાં આવ્યા પછી કોઈને નુકસાન થયું હોવાની માહિતી મળી નથી. વૈજ્ઞાનિકોએ પણ સ્પેસ સ્ટેશન ધરતીના આવ્યા પછી કોઈને નુકસાન ન થયું હોવાની વાત જણાવી છે.

ક્યાં પડ્યું તે ચોક્કસ જગ્યા બતાવવી મુશ્કેલ


- વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, તિયાનગોંગ-1 ક્યાં પડ્યું છે તેની ચોક્કસ જગ્યા દર્શાવવી મુશ્કેલ છે. ચીનની સ્પેસ એજન્સીને અંદાજ છે કે તિયાનગોંગ સાઓ પાઉલો (બ્રાઝીલ) પાસે પડશે.
- યુરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા પ્રમાણે તિયાનગોંગ ઉપરથી ટૂટી શકે છે.

ચીનના સ્પેસ સ્ટેશનની કેટલીક મહત્વની વાતો


1) શું છે ચીનનું તિયોંગોંગ-1 સ્ટેશન?


- તિયોંગોગ-1 જેને અંગ્રેજીમાં હેવેનલી પ્લેસેઝ તરીકે પણ બોલાવવામાં આવે છે, ચીનનું પ્રથમ પ્રોટોટાઈપ સ્પેસ લેબ પ્રોજેક્ટ હતું. તેને કોઈપણ યાત્રી વગર સપ્ટેમ્બર, 2011માં લોન્ચ કરાયું હતું. આ લેબ પૃથ્વીની કક્ષમાં 350 કિલોમીટર પર સ્થાપિત કરાયું હતું. અહીં જાણ કરવાની કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની કક્ષામાં લગભગ 400 કિલોમીટર ઉપર હતું.
- લગભગ 9.4 ટન, 34 ફુટ લાંબુ અને 11 ફુટ પહોળું આ લેબની અંદર 530 ક્યૂબિક ફુટની જગ્યા છે. જેમાં એક સાથે બે લોકોને રહેવાની જગ્યા હતી. ચીનના 2022 સુધી અંતરિક્ષમાં એક સ્પેસ સ્ટેશન મોકલવાની રાહમાં આ એક સફળ મિશન હતું.

2) સ્પેસમાંથી કેમ પડી રહ્યું છે તિયોંગોંગ?


- ચીનના તિયોંગોંગ-1 માત્ર બે વર્ષની ટાઈમ લિમિટ સુધી કામ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. પહેલાં ચીનની યોજના હતી કે સ્પેસ લેબને પૃથ્વીની ધરીથી બહાર કરી દઈશું, જેના તિયોંગોંગ પોતાની જાતે જ અંતરિક્ષમાં ખતમ થઈ જાય. જો કે, મે-2011થી માર્ચ 2016 સુધી લગભગ 5 વર્ષ કામ કર્યાં પછી આ ચીની સ્પેસ એજન્સીના નિયંત્રણથી બહાર થઈ ગયું. જેના કારણે પૃથ્વની ગુરૂત્વાકર્ષણ બળે તેને પૃથ્વીની અંદર ખેંચી લીધું.

પહેલાં પણ પૃથ્વી પર પડી ચુક્યાં છે સ્પેસ સ્ટેશન


- તિયોંગોંગથી પહેલાં અનેક સ્પેસ સ્ટેશન પણ અનિયંત્રિત થઈને ધરતી પર ક્રેશ થઈ ચુક્યાં છે. સૌથી પહેલા હતું નાસાનું 85 ટનનું વજનવાળું સ્કાઈલેબ સ્પેસ સ્ટેશન જે જુલાઈ 1979માં હિંદ મહાસાગરમાં પડ્યું હતું. જેનો કેટલોક ભાગ ઓસ્ટ્રેલિયાના એરસ્પેંરેન્સ શહેરમાં પણ પડ્યો હતો. શહેરમાં ગંદગી ફેલાવવાના કારણે નાસા પર 400 ડોલર્સ (લગભગ 26 હજાર રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- આ ઉપરાંત ફેબ્રુઆરી 1991માં સોવિયેત યુનિયનનું 22 ટન વજનનું સેલ્યુત 7 પોતાની કક્ષા છોડીને ધરતી પર ક્રેશ થઈ ગયું હતું. જો કે સ્કાઈલેબ અને સેલ્યુત બંને જ્યારે અનિયંત્રિત થયું ત્યારે તેમાં કોઈ સવાર ન હતું.
- 2001માં રશિયાના 140 ટન વજનના સ્પેસ સ્ટેશન મીર પોતાની કક્ષમાં અનિયંત્રિત થઈ ગયું હતું. જો કે વૈજ્ઞાનિકોએ તેને બીજી વખત નિયંત્રિત કરી ક્રેશ કરાવ્યું હતું. 1986માં અંતરિક્ષમાં મોકલવામાં આવેલું મીર વિશ્વનું સૌથી પહેલું સ્થાયી સ્પેસ સ્ટેશન હતું.

Most of the 8 ton weighing Tiangong-1 was burnt before it fell into the ocean
X
Most of the 8 ton weighing Tiangong-1 was burnt before it fell into the ocean
Most of the 8 ton weighing Tiangong-1 was burnt before it fell into the ocean
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App