એક્સપર્ટ્સનો દાવો / અમેરિકા સાથે યુદ્ધ થશે તો ચીન ન્યૂક્લિયર હુમલા માટે સજ્જ, 55 વર્ષ જૂની પોલીસી રદ

In 1964, china has pledge not to use nuclear weapons unless attacked by an enemy using them
ઐતિહાસિક રીતે ચીન હંમેશાથી પોતાના ન્યૂક્લિયર હથિયારોના લૉન્ચિંગ મુદ્દે પોલીસીને વળગી રહ્યું છે.
ઐતિહાસિક રીતે ચીન હંમેશાથી પોતાના ન્યૂક્લિયર હથિયારોના લૉન્ચિંગ મુદ્દે પોલીસીને વળગી રહ્યું છે.
પ્રેસિડન્ટ શી જિનપિંગ તેની મિલિટરી પાછળ બિલિયન ડોલરનો ખર્ચ કરી કરી રહ્યા છે.
પ્રેસિડન્ટ શી જિનપિંગ તેની મિલિટરી પાછળ બિલિયન ડોલરનો ખર્ચ કરી કરી રહ્યા છે.
X
In 1964, china has pledge not to use nuclear weapons unless attacked by an enemy using them
ઐતિહાસિક રીતે ચીન હંમેશાથી પોતાના ન્યૂક્લિયર હથિયારોના લૉન્ચિંગ મુદ્દે પોલીસીને વળગી રહ્યું છે.ઐતિહાસિક રીતે ચીન હંમેશાથી પોતાના ન્યૂક્લિયર હથિયારોના લૉન્ચિંગ મુદ્દે પોલીસીને વળગી રહ્યું છે.
પ્રેસિડન્ટ શી જિનપિંગ તેની મિલિટરી પાછળ બિલિયન ડોલરનો ખર્ચ કરી કરી રહ્યા છે.પ્રેસિડન્ટ શી જિનપિંગ તેની મિલિટરી પાછળ બિલિયન ડોલરનો ખર્ચ કરી કરી રહ્યા છે.

  • ચીને 1964માં ન્યૂક્લિયર હુમલાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા
  • જ્યાં સુધી બીજો કોઇ દેશ ચીન સામે ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ ના કરે ત્યાં સુધી તે ન્યૂક્લિયર હુમલો નહીં કરે 
  • એક્સપર્ટ્સ અનુસાર, ચીન આગામી દિવસોમાં આ કરારને રદ કરે તેવી શક્યતાઓ છે 
  • સાઉથ ચાઇના સી અને ટ્રેડ વૉર મુદ્દે આ બંને મહાશક્તિ ચીન-યુએસ વચ્ચે ગમે તે ક્ષણે યુદ્ધની જાહેરાત થઇ શકે છે 

divyabhaskar.com

Feb 09, 2019, 03:14 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વર્ષ 1964માં ચીન એકમાત્ર એવો દેશ હતો જેણે ન્યૂક્લિયર વેપનને લઇને એક સ્વ-કરાર તૈયાર કર્યો હતો. આ કરાર અનુસાર, ચીન ક્યારેય ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ કરવાની પહેલ નહીં કરે. ચીન માત્ર એવા સમયે જ ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ કરશે જ્યારે દુશ્મન દેશ તરફથી ન્યૂક્લિયર હુમલાઓ કરવામાં આવે. સામે પક્ષે અમેરિકા દ્રઢપણે આ પ્રકારની કોઇ પણ પોલીસીને અનુસરવાની મનાઇ કરી રહ્યું છે. ચીનથી તદ્દન વિરૂદ્ધ અમેરિકાએ ન્યૂક્લિયર વેપનના ઉપયોગનો 'અધિકાર અનામત' રાખ્યો છે. અમેરિકા કોઇ પણ યુદ્ધમાં ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ કરવાનું નહીં ચૂકે. બીજી તરફ, યુકેએ કહ્યું કે, તેણે પોતાના ન્યૂક્લિયર હથિયારો 'રફ સ્ટેટ' (ઠગ કે દુષ્ટ રાજ્યો) માટે રિઝર્વ કરીને રાખ્યા છે. જેથી બ્રિટિશ સૈન્ય ન્યૂક્લિયરને કોઇ પણ હુમલા માટે ઉપયોગ કરી શકે છે. 


World War / સાઉથ ચાઇના સી મુદ્દે US-ચીન વચ્ચે ગમે તે ક્ષણે થશે ત્રીજું વિશ્વ યુદ્ધ- એક્સપર્ટ

સાઉથ ચાઇના સી મુદ્દે વિવાદ વકર્યો

1. એક્સપર્ટ્સને ત્રીજા વિશ્વયુદ્ધનો ભય
દાયકાઓથી બીજિંગ તેના NFU વલણને લઇને અભિમાન કરતું આવ્યું છે, પરંતુ હવે એક્સપર્ટ્સ અનુસાર આ દ્રશ્ય ભવિષ્યમાં બદલાઇ શકે છે. હવે મલ્ટિ-બિલિયન પાઉન્ડ નેવલ આર્મ રેસને ધ્યાનમાં રાખી ચીન પોતાની દાયકાઓ જૂની ન્યૂક્લિયર પોલીસીને બદલી નાખે તેવી શક્યતાઓ છે. 
એક્સપર્ટ્સ અનુસાર, ઐતિહાસિક રીતે ચીન હંમેશાથી પોતાના ન્યૂક્લિયર હથિયારોના લૉન્ચિંગ મુદ્દે પોલીસીને વળગી રહ્યું છે. જો કે, વર્તમાનમાં પ્રેસિડન્ટ શી જિનપિંગ તેની મિલિટરી પાછળ બિલિયન ડોલરનો ખર્ચ કરી કરી રહ્યા છે. 
3. કોઇ બીજી સ્ટ્રાઇક્સનો વિકલ્પ નથી
હોંગકોંગ બેઝ્ડ મિલિટરી એક્સપર્ટ સોંગ ઝોંગપિંગએ કહ્યું કે, ચીન ન્યૂક્લિયર ક્ષમતામાં શરૂઆતથી જ રશિયાની પાછળ છે. જ્યારે અમેરિકા પાસે 90 ટકાથી વધુ વૈશ્વિક ન્યૂક્લિયર વેપન્સ છે. 
સોંગ અનુસાર, ચીન પાસે પોતાની ક્ષમતાને વધુ શક્તિશાળી બનાવવા સિવાય કોઇ વિકલ્પ નથી. તેણે દરિયાઇ ન્યૂક્લિયર પ્રતિબંધક ક્ષમતાને ગુણવત્તા અને જથ્થાના હિસાબે વધારવી પડશે. કારણ કે, અમેરિકા ચીનના વ્યૂહાત્મક સબને અટકાવવાના બનતા તમામ પ્રયત્નો કરી રહ્યું છે. અમેરિકાનો મુખ્ય ધ્યેય બીજિંગની બીજી સ્ટ્રાઇક કેપેબિલિટીની ઉપેક્ષા કરવી એ છે. જેથી ચીન પાસે માત્રને માત્ર ન્યૂક્લિયર હુમલા સિવાય બીજો કોઇ ઓપ્શન ના રહે. 
5. ત્રણ રીતે હુમલા કરવામાં સક્ષમ
અમેરિકા અને ચીન બંને ન્યૂક્લિયર હુમલાઓ માટે ત્રણ રીતે સક્ષમ છે - ભૂમિગત મિસાઇલ, ન્યૂક્લિયર મિસાઇલ- આર્મ્ડ સબમરિન અને ન્યૂક્લિયર બોમ્બ અને મિસાઇલવાળા સ્ટ્રેટેજિક એરક્રાફ્ટ. 
PLA (પીપલ્સ લિબરેશન આર્મી, ચીન) નેવી પાસે હાલ ચાર Type 094 ન્યૂક્લિયર પાવર્ડ બેલાસ્ટિક મિસાઇલ સબમરિન છે. પ્રત્યેક સબમરિનમાં અંડરવોટર પેટ્રોલ માટે 16 JL-2 મિસાઇલ છે. JL-2 ચીનના વેસ્ટર્ન કાઉન્ટરપાર્ટ્સની પાસે રહેલી મિસાઇલની જેમ જ શક્તિશાળી છે. 
અમેરિકા નેવી પાસે 18 Ohio-ક્લાસ ન્યૂક્લિયર પાવર સબમરિન છે, જેમાં 14 સબમરિન 24 જેટલી શક્તિશાળી Trident I મિસાઇલથી સજ્જ છે. બે દિવસ અગાઉ જ ચીનની મિલિટરીએ વધુ ચાર એરક્રાફ્ટ્સ તૈયાર કરવાનું શરૂ કર્યુ છે જેથી સાઉથ ચાઇના સી મુદ્દે અમેરિકાને વળતો પ્રહાર કરી શકાય. 
8. શું છે સાઉથ ચાઇના સી વિવાદ?
બીજિંગનું વલણ સાઉથ ચાઇના સી મુદ્દે માલિકીનું જ રહ્યું છે, તેણે અન્ય કોઇની પણ દરકાર રાખ્યા વગર જ વિવાદિત ક્ષેત્રોમાં સાત આર્ટિફિશિયલ આઇલેન્ડ્સ બનાવી દીધા છે. આ આર્ટિફિશિયલ આઇલેન્ડ બનાવવાના પાછળના કારણો પણ સ્પષ્ટ રીતે આપ્યા છે. 
કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન સેન્ટરના ઓબ્ઝર્વર્સ અનુસાર, ચીન સાઉથ ચાઇના સીને બીજિંગનું હોટ સ્પોટ ગણાવે છે, પરંતુ વોશિંગ્ટન આ પ્રદેશમાં ઓઇલ અને ગેસ પર કોનો કંટ્રોલ રહેશે તે મુદ્દે પીછેહઠ કરવાની મનાઇ કરી ચૂક્યું છે.
તાઇવાન, મલેશિયા, વિયેતનામ, ફિલિપિન્સ અને બ્રૂનેઇએ પણ પેસિફિક સમુદ્રમાં પોતાનો હિસ્સો હોવાનું રટણ કરતા રહે છે, પરંતુ અમેરિકા આ તમામ દેશોને મિલિટરી ફોર્સથી પાછા પાડવા માટે સક્ષમ છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી