ભારત સામે ચીનની નવી ચાલઃ નેપાળને પોતાના બંદરો ઉપયોગ કરવાની મંજૂરી આપી

ભારતના એકાધિકારને સમાપ્ત કરવા માટે નેપાળ બેઇજિંગ સાથે પોતાની નિકટતાઓ વધારી રહ્યું છે

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 11:04 AM
કેપી શર્મા ઓલી અને ચીનના રાષ્ટ
કેપી શર્મા ઓલી અને ચીનના રાષ્ટ

કાઠમંડુ/નવી દિલ્હી: ભારતને અલગ પાડી દેવા માટે ચીને નેપાળને લલચાવવાનું કામ શરૂ કરી દીધું છે. પરિણામે ચીન, નેપાળને પોતાના ચાર બંદરોનો ઉપયોગ કરવાની પરવાનગી આપશે. નેપાળ સરકારે શુક્રવારે આ વાતની જાણકારી આપી. એમ પણ માનવામાં આવે છે કે ભારતના એકાધિકારને સમાપ્ત કરવા માટે નેપાળ બેઇજિંગ સાથે પોતાની નિકટતાઓ વધારી રહ્યું છે.

કાઠમંડુ: ભારતને અલગ પાડી દેવા માટે ચીને નેપાળને લલચાવવાનું કામ શરૂ કરી દીધું છે. પરિણામે ચીન, નેપાળને પોતાના ચાર બંદરોનો ઉપયોગ કરવાની પરવાનગી આપશે. નેપાળ સરકારે શુક્રવારે આ વાતની જાણકારી આપી. એમ પણ માનવામાં આવે છે કે ભારતના એકાધિકારને સમાપ્ત કરવા માટે નેપાળ બેઇજિંગ સાથે પોતાની નિકટતાઓ વધારી રહ્યું છે.

ઇંધણ માટે નેપાળ મોટેભાગે ભારત પર નિર્ભર

અત્યારે નેપાળ આવશ્યક વસ્તુઓ અને ઇંધણ માટે મોટાભાગે ભારત પર નિર્ભર છે. બીજા દેશો સાથે વેપાર કરવા માટે નેપાળ ભારતના બંદરોનો પણ ઉપયોગ કરે છે. પરંતુ વ્યાપારિક ગતિવિધિઓને લઇને નેપાળ જે રીતે ચીનની નજીક જઇ રહ્યું છે, તેનાથી ભારત સાથેના તેના સંબંધોમાં ખટાશ આવવાની આશંકાઓ જાહેર કરવામાં આવી રહી છે. નેપાળે ઇંધણના પુરવઠા માટે ભારત પર પોતાની નિર્ભરતા ઓછી કરવાની દ્રષ્ટિએ ચીન પાસે તેના બંદરોનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી છે. ઉલ્લેખનીય છે કે 2015 અને 2016માં ભારતે ઘણા મહિનાઓ સુધી નેપાળનો તેલનો પુરવઠો અટકાવી દીધો હતો. તેના કારણે નેપાળ સાથેના ભારતના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

ચીન અને નેપાળ વચ્ચે કરાર

નેપાળ અને ચીનના અધિકારીઓએ કાઠમંડુમાં શુક્રવારે થયેલી એક મીટિંગમાં પ્રોટોકોલને અંતિમ રૂપ આપ્યું. આ હેઠળ નેપાળ હવે ચીનના શેનજેન, લિયાનયુગાંગ, ઝાજિયાંગ અને તિયાનજિન બંદરો ઉપયોગ કરી શકશે. તિયાનજિન બંદર નેપાળની સરહદથી સૌથી નજીકનું બંદર છે, જે આશરે 3000 કિમી દૂર છે. આ રીતે ચીને લંઝાઊ, લ્હાસા અને શિગાટ્સ લેન્ડ પોર્ટોં (ડ્રાઇ પોર્ટ્સ)નો ઉપયોગ કરવાની પરવાનગી પણ નેપાળને આપી દીધી.

નવો વૈકલ્પિક માર્ગ

- આંતરરાષ્ટ્રીય વેપાર માટે ચીન નેપાળને વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવશે. નવી વ્યવસ્થા હેઠળ ચીની અધિકારી તિબેટમાં શિગાટ્સના રસ્તે નેપાળ સામાન લઇને જઇ રહેલી ટ્રકો અને કન્ટેઇનરોને પરમિટ આપશે. આ ડીલે નેપાળ માટે વેપારના નવા દરવાજાઓ ખોલી નાખ્યા છે, જે અત્યાર સુધી ભારતીય બંદરો પર સંપૂર્ણપણ નિર્ભર હતા.

- નેપાળના ઉદ્યોગ તેમજ વાણિજ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ રવિશંકર સૈંજુએ કહ્યું કે ત્રીજા દેશની સાથે કારોબાર માટે નેપાળી કારોબારીઓને સીપોર્ટોં સુધી પહોંચવા માટે રેલ અથવા રોડ કોઇપણ માર્ગનો ઉપયોગ કરવાની પરવાનગી હશે.
- ગયા બુધવાર અને ગુરૂવારે ટ્રાન્ઝિટ એન્ડ ટ્રાન્સપોર્ટ એગ્રીમેન્ડ સંબંધે થયેલી વાતચીત દરમિયાન એક વરિષ્ઠ અધિકારીએ જ નેપાળી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. મીટિંગ દરમિયાન બંને પક્ષોએ છ ચેકપોઇન્ટ્સથી ચીન પહોંચવાનો રસ્તો નક્કી કર્યો છે. શુક્રવારે આ એગ્રીમેન્ટ પર સહી કરવામાં આવી. ચીનના વડાપ્રધાન કેપી શર્મા ઓલીની માર્ચ 2016માં ચીન પ્રવાસ દરમિયાન જ આ કરાર પર સંમતિ બની હતી.

X
કેપી શર્મા ઓલી અને ચીનના રાષ્ટકેપી શર્મા ઓલી અને ચીનના રાષ્ટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App