ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Children Forget The Pencil Capture By A Touch Screen Phone

  ટચસ્ક્રીન ફોનથી પેન્સિલ પકડવાનું ભૂલ્યાં બાળકો

  Agency, London | Last Modified - Feb 27, 2018, 03:40 AM IST

  ઈંગ્લેન્ડના નેશનલ હેન્ડરાઈટિંગ એસોસિયેશનના રિસર્ચનું પરિણામ - બાળકોને ગ્રીપ બનાવવામાં સમસ્યા નડી રહી છે
  • ટચસ્ક્રીન ફોનથી પેન્સિલ પકડવાનું ભૂલ્યાં બાળકો
   ટચસ્ક્રીન ફોનથી પેન્સિલ પકડવાનું ભૂલ્યાં બાળકો

   લંડન: બાળકોની ટચસ્ક્રીન જનરેશન પેન્સિલ પકડવા, ડ્રોઈંગ કરવામાં પણ નબળી થઈ રહી છે. ફોનના વધુ ઉપયોગના કારણે બાળકો પરંપરાગત રમતો અથવા એક્ટિવિટીથી દૂર થઈ રહ્યા છે. તેનાથી તેમના હાથની માંસપેશીઓ નબળી થઈ રહી છે અને તેમને પેન્સિલ પર ગ્રીપ બનાવવામાં પણ સમસ્યા નડી રહી છે. આ પરિણામ ઈંગ્લેન્ડના નેશનલ હેન્ડરાઈટિંગ એસોસિયેશનના એક સંશોધનમાં સામે આવ્યાં છે.

   2 વર્ષથી ઓછી વયનાં 58 ટકા બાળકો મોબાઈલથી રમે છે

   રિસર્ચ મુજબ બાળકો હવે પેદા થતાં જ મોબાઈલ, ટેબ્લેટ અથવા અન્ય ગેઝેટ્સના સંપર્કમાં આવી જાય છે. 2 વર્ષથી ઓછી વયનાં 58 ટકા બાળકો મોબાઈલ ફોનથી રમવા લાગે છે. પહેલાં આવું નહોતું. પહેલાં બાળકો પરંપરાગત રમતો રમતાં હતાં. આઉટડોર એક્ટિવિટીમાં ભાગ લેતાં હતાં. હવે મોબાઈલ ફોન પર રમવાના કારણે ટચસ્ક્રીન જનરેશન તૈયાર થઈ રહી છે, જેમાં ફંડામેન્ટલ મૂવમેન્ટ સ્કિલ ઘટી રહી છે. તેની અસર ત્યારે જોવા મળે છે જ્યારે 2-3 વર્ષની વયમાં બાળકો સ્કૂલે જાય છે. તેમની પેન્સિલ પર ગ્રીપ જ નથી બનતી. ડ્રોઈંગમાં પણ સમસ્યા આવે છે. તેમના હેન્ડરાઈટિંગ પર પણ તેની અસર પડી રહી છે.

   રિસર્ચરનું કહેવું છે કે હવે માતા-પિતા પણ બાળકોના હાથમાં સરળતાથી ફોન પકડાવી દે છે. આ રીતે તેઓ તેમના પર ખોટી અસર પાડી રહ્યાં છે. બાળકો જો હાથની પહેલી આંગળી અને અંગૂઠાથી પેન્સિલ પકડી રહ્યાં હોય તો જ સાચી પોઝિશન છે. પેન્સિલ અથવા પેન પકડવાની આ પોઝિશનને ‘ડાયનેમિક ટ્રાઈપોડ’ કહે છે. જો તેના સિવાય તેઓ ગમે તે રીતે પેન્સિલ પકડે તો સમજવું જોઈએ કે તેમની ઈન્ડેક્સ ફિંગર (હાથની પહેલી આંગળી)ની માંસપેશીઓ નબળી છે.

   કેસ સ્ટડી - છ વર્ષનું બાળક પેટ્રિક પેન્સિલ પકડવા માટે ફિઝિયોથેરપી લઈ રહ્યું છે

   રિસર્ચમાં લંડનના છ વર્ષના બાળક પેટ્રિકનો એક અનોખો કેસ સામે આવ્યો. પેટ્રિકે ગયા વર્ષે જ સ્કૂલમાં પ્રવેશ લીધો. તેને પેન્સિલ પકડવામાં સમસ્યા થતી હતી. આંગળીઓની માંસપેશીઓ નબળી હતી. વધુ સમય સુધી પેન્સિલ પકડતા પેટ્રિકનો હાથ સૂજી જતો હતો. માતા-પિતાએ ડોક્ટરને બતાવ્યું તો ખબર પડી કે તે ટચસ્ક્રીન જનરેશનના આ સિન્ડ્રોમથી પીડિત છે. હવે પેટ્રિક ફિઝિયોથેરપી લઈ રહ્યો છે. બાળકોને દર સપ્તાહે બે વખત થેરપી માટે લઈ જવાનો હોય છે. થેરપી છ મહિનાની છે. આ કેસની મદદથી રિસર્ચરે બાળકોમાં વધતી આ સમસ્યા સમજાવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Children Forget The Pencil Capture By A Touch Screen Phone
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `