તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • બાળ અધિકારોના ખંડનના કુલ 21 હજારથી વધુ કેસ | UN Blames A US backed Arab Coalition Fighting In Yemen Child Deaths

હિંસાત્મક ઘટનાઓમાં આતંકી સંગઠનોએ બાળકોનો ઉપયોગ કર્યોઃ UN

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીનએ જમ્મુ-કાશ્મીરમાં ગયા વર્ષે સુરક્ષાબળોના સંઘર્ષમાં બાળકોની ભરતી કરીને તેઓનો ઉપયોગ કર્યો. આ વાત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ અનુસાર, છત્તીસગઢ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી હિંસાત્મક ઘટનાઓમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. યુએનએ ગુરૂવારે જાન્યુઆરીથી ડિસેમ્બર 2017ની 'ચિલ્ડ્રન એન્ડ આર્મ્ડ કોન્ફ્લિક્ટ' રિપોર્ટ જાહેર કર્યો છે. 


જૈશ અને હિજબુલ દ્વારા ભરતીની ત્રણ ઘટનાઓ 


- રિપોર્ટ અનુસાર, બે આતંકવાદી સંગઠન જૈશ અને હિજબુલ દ્વારા ભરતીની ત્રણ ઘટનાઓ સામે આવી છે. યુએનએ કહ્યું કે, તેઓને સતત ઝારખંડ અને છત્તીસગઢમાં નકસલીઓ દ્વારા બાળકોના ઉપયોગ અને તેઓની ભરતીની જાણકારી મળતી રહે છે. 
- ઝારખંડમાં નકસલી બાળકોની ભરતી માટે લોટરી સિસ્ટમનો ઉપયોગ કરે છે. સરકારી આંકડાઓ અનુસાર, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નકસલ (માઓવાદી) પ્રભાવિત ક્ષેત્રમાં 188 નાગરિકોના મોત થયા છે, પરંતુ બાળકોને લઇને કોઇ જાણકારી મળી નથી. 
- યુએનએ ભારતની સરકારને હિંસાત્મક ઘટનાઓમાં બાળકોની ભરતી કરનારાઓ સામે કડક પગલાં લેવા અને બાળ અધિકારોનું ખંડન કરનારાઓ વિરૂદ્ધ સાથે આવવાનું કહ્યું છે. 

 

મદરેસાના બાળકોને આતંકી ટ્રેનિંગ 


- આ ઉપરાંત આતંકવાદી હુમલાઓ માટે આતંકી સંગઠનો દ્વારા કથિત રીતે પાકિસ્તાનના મદરેસાથી બાળકોની ભરતી કરવામાં આવે છે. 
- તહરીક-એ-તાલિબાને આ વર્ષે જાન્યુઆરીમાં એક વીડિયો જાહેર કર્યો હતો, આતંકવાદીઓ તેમાં બાળકીઓને પણ આતંકવાદી હુમલાઓ માટે ટ્રેનિંગ આપતા જોવા મળે છે. 

 

બાળ અધિકારોના ખંડનના કુલ 21 હજારથી વધુ કેસ 


- યુનાઇટેડ નેશન્સ રિપોર્ટ અનુસાર, 2017માં વિશ્વમાં બાળ અધિકારોના ખંડનના કુલ 21,000થી વધુ કેસો સામે આવ્યા છે.
- રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, વિશ્વમાં સશસ્ત્ર સંઘર્ષમાં 10,000થી વધુ બાળકોના મોત અથવા તેઓ વિકલાંગ બન્યા છે. 
- 8000થી વધુ બાળકોને સશસ્ત્ર સૈનિક બનાવવામાં આવ્યા છે. 
- જે બાળકોની જાનહાનિ થઇ હોવાનો ઉલ્લેખ થયો છે તેઓ યમન અથવા દેશોની સિવિલ વૉર (ગૃહયુદ્ધ)માં બાળ સૈનિક તરીકે લડનારા 11 વર્ષ સુધીની ઉંમરના બાળકો હતો. 
- રિપોર્ટ અનુસાર, બાળ અધિકારોના ખંડનના સૌથી વધુ કેસો ઇરાક, મ્યાનમાર, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સાઉથ સૂડાન, સીરિયા અને યમનના છે. 

અન્ય સમાચારો પણ છે...