Home » International News » Latest News » International » તમારાં ડેટાનો કેવી રીતે થાય છે ઉપયોગ જણાવશે આ ફિચર | Facebook starts notifying millions of users that their data was improperly obtained

ફેસબુક એકાઉન્ટને અત્યારે જ ચેક કરો, આ લિંક જણાવશે તમારો ડેટા યૂઝ થયો છે કે નહીં

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 08:41 PM

ફેસબુક ડેટા લીક મામલે તમારો ડેટા ચોરી થયો છે કે નહીં તેની જાણકારી તમને મળશે

 • તમારાં ડેટાનો કેવી રીતે થાય છે ઉપયોગ જણાવશે આ ફિચર | Facebook starts notifying millions of users that their data was improperly obtained
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  આ સ્કેન્ડલમાં અંદાજિત 87 મિલિયન ફેસબુક યૂઝર્સના ડેટા ચોરી થયા છે

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુક ડેટા લીક મામલે તમારો ડેટા ચોરી થયો છે કે નહીં તેની જાણકારી તમને મળશે. કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલમાં ચોરી થયેલા ફેસબુક ડેટાની હવે સંપુર્ણ જાણકારી તમને આપવામાં આવશે. આ સ્કેન્ડલમાં અંદાજિત 87 મિલિયન ફેસબુક યૂઝર્સના ડેટા ચોરી થયા છે. હવે આ તમામ યૂઝર્સને પોતાના ન્યૂઝ ફીડમાં આ અંગે મેસેજ આવસે. ફેસબુકનું કહેવું છે કે, 4 કરોડથી વધારે પ્રભાવિત યૂઝર્સ યુએસમાંથી છે. વળી, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને યૂકેમાં 1 મિલિયન 6 કરોડ પ્રતિ યૂઝર્સ પ્રભાવિત થયા છે.

  પ્રભાવિત યૂઝર્સને મળશે નોટિસ

  - આ સાથે જ હવે 2.2 બિલિયન ફેસબુક યૂઝર્સને નોટિસ મળશે. આ નોટિસનું ટાઇટલ 'પ્રોટેક્ટિંગ યોગ ઇન્ફોર્મેશન' હશે. જેની સાથે એક લિંક પણ આપવામાં આવશે.
  - આ લિંકમાં જાણકારી હશે કે, ડેટા ચોરી માટે કઇ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે અને કઇ એપ્સની સાથે તેઓએ તમારાં પર્સનલ ડેટા શૅર કર્યા છે.
  - ત્યારબાદ યૂઝર્સ ઇચ્છે તો દરેક એપને શટ ઓફ કરી શકે છે અથવા થર્ડ પાર્ટી એક્સેસને સંપુર્ણ રીતે બંધ પણ કરી શકે છે.

  ડેટા લીક મામલે આ સૌથી મોટું સ્કેન્ડલ

  - અત્યાર સુધી વિશ્વમાં થયેલા ડેટા લીક મામલે ફેસબુકનું આ સ્કેન્ડલ સૌથી મોટું છે. આ મામલે ફેસબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગે યુએસ સેનેટ સભ્યો સામે માફી માંગી છે.
  - આ અગાઉ પણ માર્કે અખબારો અને ન્યૂઝ ચેનલ જેવા જાહેર પ્લેટફોર્મ પર માફી માંગી હતી. ત્યારબાદ જ ફેસબુકના સેફ્ટી સ્ટાન્ડર્ડમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

  આગળની સ્લાઇડ્સમાં તસવીરોમાં જાણો કેવી રીતે મેળવશો થર્ડ પાર્ટી એક્સેસની ડિટેલ્સ, જાણો સેટિંગમાં કેવા ફેરફાર થયા...

 • તમારાં ડેટાનો કેવી રીતે થાય છે ઉપયોગ જણાવશે આ ફિચર | Facebook starts notifying millions of users that their data was improperly obtained
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  'પ્રોટેક્ટિંગ યોર ઇન્ફોર્મેશન' ટાઇટલ હેઠળ તમને એક લિંક મળશે જેમાં તમે જાણી શકો છો કે, તમારાં ડેટા યૂઝ થયા છે કે નહીં

  ઇન્ડોનેશિયામાં શરૂ થઇ તપાસ

  - ઇન્ડોનેશિયા સરકારે શુક્રવારે જાણકારી આપી હતી કે, દેશના નાગરિકોની પ્રાઇવસીમાં છીંડુ પાડનાર ફેસબુકની તપાસ કરવામાં આવી રહી છે. 
  - દેશના સુચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, તેઓએ નેશનલ પોલીસ ચીફને ઇન્ડોનેશિયામાં પ્રાઇવસી સંબંધિત કાયદાઓના સંભવિત ઉલ્લંઘન મામલે તપાસ માટે કહ્યું છે. 
  - તેના એક દિવસ પહેલાં જ ફેસબુકે 10 લાખથી વધુ ઇન્ડોનેશિયન નાગરિકોના વ્યક્તિગત ડેટાની જાણકારી કેમ્બ્રિજ એનાલિટિકાને આપી હોવાની સંભાવના વ્યક્ત કરી હતી. 

  આગળની સ્લાઇડમાં જાણો, સેટિંગમાં થયેલા ફેરફાર અંગે... 

 • તમારાં ડેટાનો કેવી રીતે થાય છે ઉપયોગ જણાવશે આ ફિચર | Facebook starts notifying millions of users that their data was improperly obtained
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  અહીંથી જાણી શકો છો શા માટે તમારી ઇન્ફોર્મેશન તમારી મરજી વિરૂદ્ધ શૅર કરવામાં આવી

  સેટિંગમાં કર્યા બદલાવ 

  - ફેસબુક અનુસાર, મોબાઇલ એપ અને પ્રાઇવસી સેટિંગમાં મોટાં ફેરફાર કરવામાં આવ્યા છે. યૂઝર્સ ડેટા સેટિંગ અને ટૂલ્સને સરળતાથી શોધી શકશે ઉપરાંત પોતાના પ્રાઇવસી ડેટા પણ સરળતાથી હટાવી શકશે. 
  - એટલું જ નહીં, સેટિંગ્સ મેન્યુને પણ સંપુર્ણ રીતે બદલી નાખવામાં આવ્યું છે, જેથી લોકોને તેને શોધવામાં કોઇ મુશ્કેલી નડે નહીં. 

 • તમારાં ડેટાનો કેવી રીતે થાય છે ઉપયોગ જણાવશે આ ફિચર | Facebook starts notifying millions of users that their data was improperly obtained
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  મોટાંભાગના ફેસબુક યૂઝર્સ ડેટા લીક સ્કેન્ડલ બહાર આવ્યા બાદ જાણી શક્યા કે, કેવી રીતે તેઓએ અજાણતા જ કેટલીક એપ્સને થર્ડ પાર્ટી એક્સેસ આપી દીધું છે.

  ડેટા રેગ્યુલેશનની સખત જરૂર 

  - ફેસબુક પર હાલ 2.1 બિલિયન યૂઝર્સ એક્ટિવ છે. તેમાંથી 1.4 બિલિયન યૂઝર્સ દરરોજ સાઇટનો ઉપયોગ કરે છે. 
  - સોશિયલ નેટવર્કિંગ સાઇટ હોવાના કારણે તેના પર લોકો નિયમિત રીતે પોતાના વિચાર, ફોટોગ્રાફ્સ અને લાઇફ ઇવેન્ટ્સ શૅર કરતા રહે છે. આનાથી ફેસબુકની પાસે કોઇ પણ કંપની અથવા વ્યક્તિના હાઇ રિઝોલ્યુશન ફોટોગ્રાફ અને જાણકારી મળી જાય છે. 
  - આ જાણકારી લીક થયા બાદ મોટાં પાયે તેનો દુરૂપયોગ પણ થઇ શકે છે. 
  - એવામાં સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે, શું આવનારા સમયમાં પ્રાઇવસી પ્રોટેક્શન અને ડેટા રેગ્યુલેશનને લઇને કાયદો બનાવવામાં આવે કે નહીં? કારણ કે આનાથી મોટાં ડેટા ચોરી મામલાને સામે આવ્યા બાદ યૂઝર્સની પ્રાઇવેટ જાણકારીની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આવા કાયદાઓની સખત જરૂરિયાત છે. 

 • તમારાં ડેટાનો કેવી રીતે થાય છે ઉપયોગ જણાવશે આ ફિચર | Facebook starts notifying millions of users that their data was improperly obtained
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  અંદાજિત 87 મિલિયન ફેસબુક યૂઝર્સ જેઓના ડેટા ચોરી થયા છે, હવે આ તમામ યૂઝર્સને પોતાના ન્યૂઝ ફીડમાં આ અંગે મેસેજ આવશે.
 • તમારાં ડેટાનો કેવી રીતે થાય છે ઉપયોગ જણાવશે આ ફિચર | Facebook starts notifying millions of users that their data was improperly obtained
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આ ફેસબુક પ્રાઇવસી ટૂલનું રિડિઝાઇન કરેલું પેજ છે. આ ફેરફારથી ફેસબુકની પ્રાઇવસી પોલિસીમાં અથવા અન્ય પ્રકારના ડેટાને કોઇ અસર નહીં થાય.
 • તમારાં ડેટાનો કેવી રીતે થાય છે ઉપયોગ જણાવશે આ ફિચર | Facebook starts notifying millions of users that their data was improperly obtained
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલિસીમાં ફેરફાર હેઠળ ફેસબુક યૂઝર્સના ડેટા સેટિંગને આ ટૂલની મદદથી સરળ બનાવવા ઇચ્છે છે. આ પ્રાઇવસી મેનુનું શોર્ટ-કટ છે. જેમાં યૂઝર્સ પ્રાઇવસી ડેટાના ઉપયોગને શોધી, ડાઉનલોડ કરી તેને ડીલિટ કરી શકે છે.
 • તમારાં ડેટાનો કેવી રીતે થાય છે ઉપયોગ જણાવશે આ ફિચર | Facebook starts notifying millions of users that their data was improperly obtained
  ફેસબુક સીઇઓ આજે ડેટા લીક સ્કેન્ડલ હેઠળ યુએસ સેનેટ સામે હાજર રહ્યા હતા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ