ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Justin Trudeau visits Amritsar on Wednesday

  કેનેડામાં ટ્રુડોની ટીકા, 'ટેક્સપેયર્સના પૈસાથી ભારતમાં વેકેશન ગાળે છે PM'

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 05:56 PM IST

  કેનેડામાં ટીકાકારોનું કહેવું છે કે, જસ્ટીનની આ 'ડિપ્લોમેટિક ટૂર' માત્ર 'ફેમિલી વેકેશન'માં બદલાઇ ગયું છે
  • એક અંદાજ એવો પણ છે કે, આ મુલાકાતમાં પંજાબ જેવા સ્થળોને સામેલ કરીને પીએમ ટ્રુડો કેનેડાના પ્રવાસીઓમાં પોતાની છબીને સુધારવાની કોશિશમાં લાગી રહ્યા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક અંદાજ એવો પણ છે કે, આ મુલાકાતમાં પંજાબ જેવા સ્થળોને સામેલ કરીને પીએમ ટ્રુડો કેનેડાના પ્રવાસીઓમાં પોતાની છબીને સુધારવાની કોશિશમાં લાગી રહ્યા છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો એક અઠવાડિયાની ભારતની મુલાકાતે છે. તેઓના કથિત ઠંડા સ્વાગતને લઇને ભારત અને કેનેડાના મીડિયામાં અનેક સમાચારો આવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે તેમની આ મુલાકાતને લઇને કેનેડામાં જ ટીકા થવા લાગી છે. તેમના ઉપર ત્યાં સુધી આરોપ છે કે, પીએમ જસ્ટીન અહીંના ટેક્સપેયરના પૈસાથી ભારતમાં વેકેશન કરી રહ્યા છે.

   મીટિંગ અડધા કલાકની વેકેશન અઠવાડિયાનું

   - ટીકાકારોનું કહેવું છે કે, જસ્ટીનની ભારત મુલાકાત એક અઠવાડિયાની છે, પરંતુ દિલ્હીમાં ભારતીય લીડર્સ સાથે તેઓનો કાર્યક્રમ માત્ર અડધા દિવસનો છે.
   - જસ્ટરીન પોતાના શરૂઆતના દિવસોમાં આગ્રા, અમદાવાદની મુલાકાત લઇ ચૂક્યા છે. આજે બુધવારે તેઓએ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી.
   - પોતાના પ્રવાસના ત્રીજા દિવસ બાદ જસ્ટીન એક બિઝનેસ ફોરમમાં પણ સામેલ થયા જ્યાં ભારત અને કેનેડાની કંપનીઓની વચ્ચે 1 અરબ ડોલરની સમજૂતી થઇ.

   ફોટોગ્રાફ્સ લેવા પર ભાર

   - કેનેડામાં ટીકાકારોનું કહેવું છે કે, જસ્ટીનની આ 'ડિપ્લોમેટિક ટૂર' માત્ર 'ફેમિલી વેકેશન'માં બદલાઇ ગયું છે અને તેઓનું ધ્યાન માત્ર ફોટોગ્રાફ લેવા પર છે.
   - ઓટાવા સ્થિત કેનેડિયન ટેક્સપેયર ફેડરેશનના ફેડરલ ડાયરેક્ટર આરોન વુડ્રિકે એક અખબારને જણાવ્યું કે, એ વાત તો સમજમાં આવે છે કે, વડાપ્રધાન ઘણી બધી યાત્રાઓ કરે, પરંતુ આ વખતની મુલાકાતમાં જેટલો સમય લાગી રહ્યો છે અને વિદેશી સમકક્ષોને મળવામાં તેઓ જેટલો સમય આપી રહ્યા છે, તેને પૈસાનો યોગ્ય ઉપયોગ ના કહી શકાય. એક દેશની મુલાકાત માટે એક અઠવાડિયાનો સમય ખૂબ જ વધારે છે.

   પંજાબમાં પોતાની છબી સુધારવાની કોશિશમાં ટ્રુડો

   - એક અંદાજ એવો પણ છે કે, આ મુલાકાતમાં પંજાબ જેવા સ્થળોને સામેલ કરીને પીએમ ટ્રુડો કેનેડાના પ્રવાસીઓમાં પોતાની છબીને સુધારવાની કોશિશમાં લાગી રહ્યા છે.
   - વુડ્રિકે કહ્યું કે, કોઇને પણ ખ્યાલ આવી શકે છે કે, પીએમની આ મુલાકાત કેનેડાના વિશાળ ભારતીય ડાયસ્પોરાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.
   - ચૂંટણી માટે પોતાની છબી બનાવવાનો તેઓને અધિકાર છે, પરંતુ આ માટે કેનેડાના ટેક્સપેયર્સના પૈસા ના લગાવવા જોઇએ.

   આગળની સ્લાઇડમાં જાણો, ટ્રુડોની મુલાકાત પાછળ કેટલો ખર્ચ થયો...

  • ટીકાકારોનું કહેવું છે કે, જસ્ટીનની ભારત મુલાકાત એક અઠવાડિયાની છે, પરંતુ દિલ્હીમાં ભારતીય લીડર્સ સાથે તેઓનો કાર્યક્રમ માત્ર અડધા દિવસનો છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટીકાકારોનું કહેવું છે કે, જસ્ટીનની ભારત મુલાકાત એક અઠવાડિયાની છે, પરંતુ દિલ્હીમાં ભારતીય લીડર્સ સાથે તેઓનો કાર્યક્રમ માત્ર અડધા દિવસનો છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો એક અઠવાડિયાની ભારતની મુલાકાતે છે. તેઓના કથિત ઠંડા સ્વાગતને લઇને ભારત અને કેનેડાના મીડિયામાં અનેક સમાચારો આવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે તેમની આ મુલાકાતને લઇને કેનેડામાં જ ટીકા થવા લાગી છે. તેમના ઉપર ત્યાં સુધી આરોપ છે કે, પીએમ જસ્ટીન અહીંના ટેક્સપેયરના પૈસાથી ભારતમાં વેકેશન કરી રહ્યા છે.

   મીટિંગ અડધા કલાકની વેકેશન અઠવાડિયાનું

   - ટીકાકારોનું કહેવું છે કે, જસ્ટીનની ભારત મુલાકાત એક અઠવાડિયાની છે, પરંતુ દિલ્હીમાં ભારતીય લીડર્સ સાથે તેઓનો કાર્યક્રમ માત્ર અડધા દિવસનો છે.
   - જસ્ટરીન પોતાના શરૂઆતના દિવસોમાં આગ્રા, અમદાવાદની મુલાકાત લઇ ચૂક્યા છે. આજે બુધવારે તેઓએ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી.
   - પોતાના પ્રવાસના ત્રીજા દિવસ બાદ જસ્ટીન એક બિઝનેસ ફોરમમાં પણ સામેલ થયા જ્યાં ભારત અને કેનેડાની કંપનીઓની વચ્ચે 1 અરબ ડોલરની સમજૂતી થઇ.

   ફોટોગ્રાફ્સ લેવા પર ભાર

   - કેનેડામાં ટીકાકારોનું કહેવું છે કે, જસ્ટીનની આ 'ડિપ્લોમેટિક ટૂર' માત્ર 'ફેમિલી વેકેશન'માં બદલાઇ ગયું છે અને તેઓનું ધ્યાન માત્ર ફોટોગ્રાફ લેવા પર છે.
   - ઓટાવા સ્થિત કેનેડિયન ટેક્સપેયર ફેડરેશનના ફેડરલ ડાયરેક્ટર આરોન વુડ્રિકે એક અખબારને જણાવ્યું કે, એ વાત તો સમજમાં આવે છે કે, વડાપ્રધાન ઘણી બધી યાત્રાઓ કરે, પરંતુ આ વખતની મુલાકાતમાં જેટલો સમય લાગી રહ્યો છે અને વિદેશી સમકક્ષોને મળવામાં તેઓ જેટલો સમય આપી રહ્યા છે, તેને પૈસાનો યોગ્ય ઉપયોગ ના કહી શકાય. એક દેશની મુલાકાત માટે એક અઠવાડિયાનો સમય ખૂબ જ વધારે છે.

   પંજાબમાં પોતાની છબી સુધારવાની કોશિશમાં ટ્રુડો

   - એક અંદાજ એવો પણ છે કે, આ મુલાકાતમાં પંજાબ જેવા સ્થળોને સામેલ કરીને પીએમ ટ્રુડો કેનેડાના પ્રવાસીઓમાં પોતાની છબીને સુધારવાની કોશિશમાં લાગી રહ્યા છે.
   - વુડ્રિકે કહ્યું કે, કોઇને પણ ખ્યાલ આવી શકે છે કે, પીએમની આ મુલાકાત કેનેડાના વિશાળ ભારતીય ડાયસ્પોરાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.
   - ચૂંટણી માટે પોતાની છબી બનાવવાનો તેઓને અધિકાર છે, પરંતુ આ માટે કેનેડાના ટેક્સપેયર્સના પૈસા ના લગાવવા જોઇએ.

   આગળની સ્લાઇડમાં જાણો, ટ્રુડોની મુલાકાત પાછળ કેટલો ખર્ચ થયો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Justin Trudeau visits Amritsar on Wednesday
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `