લંડનમાં કેમ્બ્રિજ એનાલિટિકા ઓફિસ પર દરોડા, આ તો માત્ર શરૂઆતઃ ઓફિસર

આ પહેલાં ફેસબુક ઓડિટર્સે પણ CAના ઓફિસમાં સર્ચ શરૂ કર્યુ હતું, પરંત તપાસ એજન્સીએ વાંધો ઉઠાવ્યા બાદ પરત ફરવું પડ્યું

divyabhaskar.com | Updated - Mar 24, 2018, 04:29 PM
સેન્ટ્રલ લંડન સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીની ઓફિસ જ્યાં શુક્રવારે દરોડા પાડવામાં આવ્યા (ફાઇલ)
સેન્ટ્રલ લંડન સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીની ઓફિસ જ્યાં શુક્રવારે દરોડા પાડવામાં આવ્યા (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુક ડેટા ચોરી મામલે અહીં કેમ્બ્રિજ એનાલિટિકાના ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહી યુકેની ઇન્ફોર્મેશન કમિશ્રર ઓફિસ માટે કામ કરતાં બ્રિટિશ એન્ફોર્સમેન્ટ ઓફિસરે કરી. ઇન્ફોર્મેશન કમિશ્રર ઓફિસે કહ્યું કે, આ મોટી તપાસની માત્ર શરૂઆત છે. બ્રિટિશ મીડિયાએ આ કાર્યવાહીની પુષ્ટી કરી છે. કેમ્બ્રિજ એનાલિટિકા પર 5 કરોડ ફેસબુક યૂઝર્સના પર્સનલ ડેટા ચોરી કરવા અને 2016માં તેનો ઉપયોગ અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, કંપનીએ આ આરોપોનો ઇન્કાર કર્યો છે.


કંપનીએ જવાબ ના આપ્યો, તેથી દરોડા પાડ્યા


- બ્રિટિશ મીડિયાના જણાવ્યા અનુસાર, યુકે ઇન્ફોર્મેશન કમિશ્રર એલિઝાબેથ ડેનહેમે 7 માર્ચના રોજ કેમ્બ્રિજ એનાલિટિકાના રેકોર્ડ્સ અને ડેટાના એક્સેસની માંગણી કરી હતી. કંપનીએ જવાબ ના આપ્યો તો કોર્ટ પાસે વોરન્ટ માંગવામાં આવ્યું. બુધવારે સ્થાનિક જજે વોરન્ટ જાહેર કરી દીધું.


માત્ર પુરાવાઓ એકઠાં કરવામાં આવી રહ્યા છે, કાર્યવાહીમ બાદમાં


- ઇન્ફોર્મેશન કમિશ્રર ઓફિસના જણાવ્યા અનુસાર, આ પેન્શન ઓર્ગેનાઇઝેશન છે. જે ગયા વર્ષે મે મહિનાથી આ કેસની તપાસ કરી રહી છે.
- કેમ્બ્રિજ એનાલિટિકા સામે આ કાર્યવાહી ડેટા ચોરી સાથે જોડાયેલા પુરાવાઓ એકઠાં કરવા માટે છે. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.
- ઇન્ફોર્મેશન કમિશ્રર ઓફિસ યુકેના ડેટા પ્રોટોટાઇપ નથી કરી.
- આ પહેલાં ફેસબુકના ઓડિટર્સે પણ કેમ્બ્રિજ એનાલિટિકાની લંડન ઓફિસમાં સર્ચ કર્યુ હતું, પરંતુ ઇન્ફોર્મેન્શન કમિશ્રરની આપત્તિ બાદ ટીમ પરત ફરી ગઇ હતી.


ફેસબુકના નિયમો હેઠળ કામ


- કેમ્બ્રિજ એનાલિટિકાના એક્ટિંગ સીઇઓ એલેક્ઝાન્ડ ટેલરે શુક્રવારે માફી માંગી. તેઓએ કહ્યું કે, એસોસિએટ ફર્મ એલસીએલ ઇલેક્શને કોઇને પણ ભરોસામાં લીધા વગર ફેસબુક ડેટા અને તેની સાથે જોડાયેલી જાણકારી રિસર્ચ કંપની જીએસઆર પાસેથી મેળવી. આ માટે તેઓ માફી માંગે છે.
- જો કે, તેઓએ દાવો કર્યો છે કે, આ બધું જ ફેસબુકના નિયમો હેઠળ કરવામાં આવ્યું છે. તેઓએ એવો દાવો પણ કર્યો છે કે, ફેસબુક ડેટાનો અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણીમાં ઉપયોગ નથી કરવામાં આવ્યો.


ક્રિસ્ટોફર વાયલીના આરોપો નકાર્યા


- એલેક્ઝાન્ડર ટેલરે કંપનીના ભૂતપૂર્વ કર્મચારી ક્રિસ્ટોફર વાયલીના તમામ આરોપો મૂળથી નકારી દીધા છે. તેઓએ કહ્યું કે, વાયલી માત્ર એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર હતા.
- તેઓ કેમ્બ્રિજ એનાલિટિકામાં પણ એક વર્ષથી જ કામ કરી રહ્યા છે. તેઓને યોગ્ય રીતે એ પણ જાણકારી નથી કે, કંપની કેવી રીતે કામ કરે છે.
- ટેલરે કહ્યું કે, વાયલી કેમ્બ્રિજ એનાલિટિકાના રિસોર્સનો ઉપયોગ પોતાની કંપની ઉભી કરવા માટે કરવા ઇચ્છતા હતા. હવે જ્યારે તેનો વિરોધ થયો તો તેઓએ કંપની છોડી દીધી.

કેમ્બ્રિજ એનાલિટિકા પર 5 કરોડ ફેસબુક યૂઝર્સના પર્સનલ ડેટા ચોરી કરવા અને 2016માં તેનો ઉપયોગ અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. (ફાઇલ)
કેમ્બ્રિજ એનાલિટિકા પર 5 કરોડ ફેસબુક યૂઝર્સના પર્સનલ ડેટા ચોરી કરવા અને 2016માં તેનો ઉપયોગ અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. (ફાઇલ)
X
સેન્ટ્રલ લંડન સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીની ઓફિસ જ્યાં શુક્રવારે દરોડા પાડવામાં આવ્યા (ફાઇલ)સેન્ટ્રલ લંડન સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીની ઓફિસ જ્યાં શુક્રવારે દરોડા પાડવામાં આવ્યા (ફાઇલ)
કેમ્બ્રિજ એનાલિટિકા પર 5 કરોડ ફેસબુક યૂઝર્સના પર્સનલ ડેટા ચોરી કરવા અને 2016માં તેનો ઉપયોગ અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. (ફાઇલ)કેમ્બ્રિજ એનાલિટિકા પર 5 કરોડ ફેસબુક યૂઝર્સના પર્સનલ ડેટા ચોરી કરવા અને 2016માં તેનો ઉપયોગ અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App