Divya Bhaskar

Home » International News » Latest News » International » Briana Fletcher, was born with Mayer-Rokitansky-Kuster-Hauser syndrome

યુવતીના પ્રાઇવેટ પાર્ટનો 2 તૃતીયાંશ ભાગ છે ગાયબ, બોયફ્રેન્ડે કહી દીધું આવુ

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 06:50 PM

રૅર સિન્ડ્રોમથી પીડિત બ્રિયાના ફ્લેચરના ડોક્ટર્સે ઇલાજ પહેલાં રિસર્ચ કરવું પડ્યું, કારણ કે તેઓ પણ આનાથી અજાણ હતા

  • Briana Fletcher, was born with Mayer-Rokitansky-Kuster-Hauser syndrome
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બ્રિયાના ફ્લેચર, તેના બોયફ્રેન્ડ સાથે (ફાઇલ)

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વમાં ઘણી એવી બીમારીઓ છે જેના વિશે મોટાંભાગના લોકોને જાણકારી નથી હોતી. આવા જ એક સિન્ડ્રોમથી પરેશાન છે કેનેડાની બ્રિયાના ફ્લેચર. બ્રિયાના MRKH નામના સિન્ડ્રોમથી પીડિત છે, જેના કારણે તેની વજાઇનાનો બે તૃતિયાંશ ભાગ ગાયબ છે. બ્રિયાનાએ પહેલીવાર આ સિન્ડ્રોમના કારણે થતી પરેશાનીઓ વિશે દુનિયા સામે પોતાની વાત રાખી છે.

    શું છે MRKH સિન્ડ્રોમ


    - મેયર રોકિસ્તાન્સ્કિ ક્વેશ્તર હોશર એટલે કે, MRKH સિન્ડ્રોમના કારણે રિપ્રોડક્ટિવ સિસ્ટમ સંપુર્ણ રીતે વિકસિત નથી થઇ શકતી. બ્રિયાનાના કેસમાં પણ કંઇક આવું જ છે.
    - બ્રિયાના પોતાના બાળકને જન્મ નથી આપી શકતી અને તેને ક્યારેય પીરિયડ્સ પણ નથી થતા. જો કે, બ્રિયાના યૌન સંબંધ તો બનાવી શકે છે, પરંતુ તે તેના માટે પડકારજનક હશે.
    - પહેલીવાર પોતાની સ્થિતિ પર વાત કરતાં ફ્લેચરે જણાવ્યું કે, મારાં એક્સ બોયફ્રેન્ડે મારી આ બીમારીનો સ્વીકાર કરી લીધો હતો, પરંતુ તે આ જ વાતને ઘણીવાર મારી વિરૂદ્ધ જ ઉપયોગ કરતો હતો. તે મને વારંવાર કહેતો હતો કે, હું હકીકતમાં મહિલા જ નથી.
    - ફ્લેચરે જણાવ્યું કે, હું જાણું છું કે, હું મહિલા છું, ભલે મને પીરિયડ્સ આવે કે નહીં, પરંતુ મારાં માટે એક્સ બોયફ્રેન્ડની કોમેન્ટ્સ દુઃખદ હતી પરંતુ આ મોટો મુદ્દો નથી.

    આગળની સ્લાઇડમાં જાણો, ફ્લેચરના ડોક્ટરને પણ આવા રૅર સિન્ડ્રોમ વિશે નહતો ખ્યાલ...

  • Briana Fletcher, was born with Mayer-Rokitansky-Kuster-Hauser syndrome
    ફ્લેચર કહે છે કે, બાળક નહીં પેદા કરવાનો અર્થ એવો નથી કે તમે કોઇ અન્ય મહિલાઓથી ઓછા છો. (ફાઇલ)

    MRKH એક રૅર કન્ડિશન હોય છે 


    - મહિલાઓની રિપ્રોડક્ટિવ સિસ્ટમ પર અસર કરનાર MRKH એક એવી કન્ડિશન હોય છે જેમાં આ સિન્ડ્રોમથી ગ્રસિત મહિલાની પાસે વજાઇના હોતી જ નથી અથવા તેનો મોટાંભાગનો હિસ્સો ગાયબ રહે છે. આ એક જિનેટિક ડિસ્ઓર્ડર હોય છે. 
    - સૌથી મહત્વની વાત એ છે કે, આ સિન્ડ્રોથી ગ્રસિત યુવતીઓના બહારના પ્રાઇવેટ પાર્ટ બાળકોની માફક નોર્મલ હોય છે. 
    - MRKHની જાણકારી ત્યારે મળે છે જ્યારે પીડિતને પીરિયડ્સ શરૂ નથી થતા. આ સિન્ડ્રોમ હજારોમાંથી એક યુવતીને પ્રભાવિત કરે છે. 
    - હકીકતમાં ફ્લેચરના વજાઇનાનો 2 તૃતીયાંશ હિસ્સો ગાયબ છે અને ગર્ભાશય પણ નથી. તેને પોતાની આ સ્થિતિની જાણકારી ત્યારે મળી જ્યારે તેને પીરિયડ્સ જ શરૂ ના થયા અને તેણે અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું. 

     

    ડોક્ટરને પણ મળ્યો પહેલો દર્દી 


    - બ્રિયાના ફ્લેચરે જણાવ્યું કે, તેના ડોક્ટરને પણ આ સિન્ડ્રોમથી પીડિત પહેલી જ દર્દી મળી છે. તેથી ડોક્ટર્સને તેના ઇલાજ માટે ખૂબ જ રિસર્ચ કરવું પડ્યું. 
    - એટલું જ નહીં, ફ્લેચરે પણ પોતાના સિન્ડ્રોમની જાણકારી મેળવવા ઇન્ટરનેટ પર માહિતી એકઠી કરવાનું શરૂ કર્યુ, પરંતુ તેને MRKH સાથે જોડાયેલું કંઇ ખાસ ના મળ્યું. 
    - પોતાની સેક્સ લાઇફને લઇને ફ્લેચરે જણાવ્યું કે, તેને લ્યુબ્રિકેન્ટ્સનો ઉપયોગ કરવો પડે છે, જેથી મુશ્કેલી નથી પડતી. 
    - ગર્ભાશય નહીં હોવા પર ફ્લેચરે જણાવ્યું કે, તેની પાસે યૂટરસ ટ્રાન્સપ્લાન્ટ અને સરોગસીનો વિકલ્પ છે. ફ્લેચર કહે છે કે, બાળક નહીં પેદા કરવાનો અર્થ એવો નથી કે તમે કોઇ અન્ય મહિલાઓથી ઓછા છો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending