બ્રાઝિલ: પ્રેસિડન્ટ પદના ઉમેદવારની ચૂંટણી રેલી દરમિયાન હત્યાનો પ્રયાસ, આરોપીની ધરપકડ

ઘટનાના ફૂટેજમાં ઉમેદવાર બોલ્સોનારોને ટોળાંએ ઉંચક્યા અને અચાનક જ તેઓ ચીસો પાડતા જોવા મળે છે

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:49 PM

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રાઝિલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જેર બોલ્સાનારો પર ગુરૂવારે એક કેમ્પેઇન રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જ્યૂઝ ડે ફોરા શહેરમાં રેલી દરમિયાન જેરને ટોળાંએ ઉંચકી લીધા હતા. આ દરમિયાન જ કોઇએ તેઓના પેટના નીચેના ભાગે ચાકૂથી જીવલેણ ઘા કર્યો હતો. બ્રાઝિલના ફાર-રાઇટ ઉમેદવારની આ ઘટના બાદ સર્જરી કરવામાં આવી હતી અને તેઓની હાલત હજુ પણ ગંભીર છે. આગામી મહિને યોજાનારી ચૂંટણીમાં પ્રચાર કરી રહેલા આ ઉમેદવારના લિવરને ગંભીર નુકસાન થયું છે.


હોસ્પિટલમાં લગભગ મૃત હાલતમાં પહોંચ્યા


- જેરના પુત્ર ફ્લાવિઓ બોલ્સોનારોએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું કે, તેના પિતાની હાલત અત્યંત ગંભીર છે. કારણ કે, આ જીવલેણ ઘાથી તેઓના લિવર, ફેફસાં અને આંતરડાંમાં ઇજા થઇ છે.
- ફ્લાવિઓએ કહ્યું કે, જ્યારે તેઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા તે દરમિયાન ઘણું લોહી વહી ગયું હતું. તેઓ લગભગ મૃત હાલતમાં હતા. હાલ ડોક્ટરો સારવાર કરી રહ્યા છે. તેઓની માટે પ્રાર્થના કરો.


પોલીસે આરોપીની ધરપકડ કરી


- મિલિટરી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ એડલિઓ બિસ્પો ડી ઓલિવેરા તરીકે થઇ છે. એડલિયોએ જેર પર હુમલો કરી નાસવાની કોશિશ કરી હતી. પરંતુ ટોળાંએ તેને પકડીને માર માર્યો હતો.
- આ ઘટનાના ફૂટેજમાં ઉમેદવાર બોલ્સોનારોને ટોળાંએ ઉંચક્યા અને અચાનક જ તેઓ ચીસો પાડતા જોવા મળે છે. વીડિયોમાં હુમલાખોરના હાથમાં મોટું ચાકૂ પણ જોવા મળે છે.
- બ્રાઝિલના ઓ ગ્લોબો ન્યૂઝપેપરના જણાવ્યા અનુસાર, પોલિટિશિયન ઉમેદવારો સામાન્ય રીતે બૂલેટ પ્રૂફ વેસ્ટ પહેરતા હોય છે, પરંતુ આ રેલી દરમિયાન જેર કોઇ પણ જાતના પ્રોટેક્શન વગર હતા.
- બોલ્સોનારો એક્સ પ્રેસિડન્ટ લુઇઝ નાસિઓ લુલા દા સિલ્વાથી પોલમાં બીજાં નંબરે હતા.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની વધુ તસવીરો...

જેર બોલ્સાનારો પર ગુરૂવારે એક કેમ્પેઇન રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો
જેર બોલ્સાનારો પર ગુરૂવારે એક કેમ્પેઇન રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો
બ્રાઝિલના ફાર-રાઇટ ઉમેદવારની આ ઘટના બાદ સર્જરી કરવામાં આવી હતી અને તેઓની હાલત હજુ પણ ગંભીર છે.
બ્રાઝિલના ફાર-રાઇટ ઉમેદવારની આ ઘટના બાદ સર્જરી કરવામાં આવી હતી અને તેઓની હાલત હજુ પણ ગંભીર છે.
આરોપીની ઓળખ એડલિઓ બિસ્પો ડી ઓલિવેરા તરીકે થઇ છે.
આરોપીની ઓળખ એડલિઓ બિસ્પો ડી ઓલિવેરા તરીકે થઇ છે.
એડલિયોએ જેર પર હુમલો કરી નાસવાની કોશિશ કરી હતી. પરંતુ ટોળાંએ તેને પકડીને માર માર્યો હતો.
એડલિયોએ જેર પર હુમલો કરી નાસવાની કોશિશ કરી હતી. પરંતુ ટોળાંએ તેને પકડીને માર માર્યો હતો.
X
જેર બોલ્સાનારો પર ગુરૂવારે એક કેમ્પેઇન રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યોજેર બોલ્સાનારો પર ગુરૂવારે એક કેમ્પેઇન રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો
બ્રાઝિલના ફાર-રાઇટ ઉમેદવારની આ ઘટના બાદ સર્જરી કરવામાં આવી હતી અને તેઓની હાલત હજુ પણ ગંભીર છે.બ્રાઝિલના ફાર-રાઇટ ઉમેદવારની આ ઘટના બાદ સર્જરી કરવામાં આવી હતી અને તેઓની હાલત હજુ પણ ગંભીર છે.
આરોપીની ઓળખ એડલિઓ બિસ્પો ડી ઓલિવેરા તરીકે થઇ છે.આરોપીની ઓળખ એડલિઓ બિસ્પો ડી ઓલિવેરા તરીકે થઇ છે.
એડલિયોએ જેર પર હુમલો કરી નાસવાની કોશિશ કરી હતી. પરંતુ ટોળાંએ તેને પકડીને માર માર્યો હતો.એડલિયોએ જેર પર હુમલો કરી નાસવાની કોશિશ કરી હતી. પરંતુ ટોળાંએ તેને પકડીને માર માર્યો હતો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App