નવીનકોર BMWમાં લીધી 160ની સ્પીડની મજા, ટૂકડાંઓમાં ઘરે આવ્યા 4 મિત્રોના મૃતદેહો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇંગ્લેન્ડના બ્રાડફોર્ડ શહેરમાં થયેલા એક અકસ્માતમાં એક સાથે ચાર મિત્રોના મોત થયા છે. બ્રાડફોર્ડના એક રોડ પર બ્રાન્ડ ન્યૂ બીએમડબલ્યુ કાર સ્પીડમાં આવી અને ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇ હતી. સીસીટીવી ફૂટેજમાં રોડ પર એક પૂરપાટ ઝડપે દોડતી બીએમડબલ્યુ કાર વૃક્ષ સાથે અથડાઇ તે દ્રશ્ય કેદ થયું છે. આ અકસ્માતમાં મુર્તઝા ચૌધરી (22), ઝીશાન ખાલીદ (20) અને અરબાઝ હુસૈન (21) અને તૈયબ સિદ્દકી (22)નું મોત થયું છે. 


પોલીસે કારને કાપીને મૃતદેહો કાઢ્યા બહાર 


- ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં ગત 2 ઓગસ્ટના રોજ વેસ્ટ યોર્કશાયર પોલીસ એક સ્પીડમાં દોડતી કારનો પીછો કરી રહી હતી. પોલીસે જણાવ્યું કે, આ કાર સ્પીડ લિમિટથી વધુ તેજ ગતિએ દોડી રહી હતી. 
- આ કારનો પીછો કરતી પોલીસ વાન ઘટનાસ્થળે પહોંચી તો કાર તેની ઓરિજિનલ સાઇઝથી અડધી થઇ હતી અને પોલીસને કાર કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ચારેયના મૃતદેહોના ટૂકડાં થઇ ગયા હતા. 
- આ અકસ્માતની તપાસ માટે હવે પોલીસ વાનના ડેશકેમ ફૂટેજને પણ જોવામાં આવશે. 


ઓસામાના પરિવારનો ખુલાસો: લાદેનનો દીકરો પિતાના મોતના બદલાની કરે છે તૈયારીઓ


એક અઠવાડિયા પહેલાં જ લીધી હતી કાર 


- આ કાર જેની માલિકીની હતી તે મુર્તઝા ચૌધરીના પિતા ઇસ્તફાર ઇકબાલે ઘટના બાદ જણાવ્યું કે, આ મારાં દીકરાની બીએમડબલ્યુ હતી. તેણે એક અઠવાડિયા પહેલાં જ ખરીદી હતી. 
- ઇસ્તફારે જણાવ્યું કે, મુર્તઝા હસમુખો હતો અને તે જ્યાં પણ જતો ત્યાં તેના મિત્રો બનાવી લેતો હતો. મુર્તઝાના પિતરાઇ ફૈઝલ અલીએ કહ્યું કે, મુર્તઝા જીવનની દરેક ક્ષણને માણવામાં માનતો હતો. તેણે હાલમાં જ કોલેજ પુરી કરી હતી અને તેણે નક્કી કરેલાં સપનાંઓ પુરાં કરવાનો હતો. 


વહેલી સવારે ધડાકા સાથે સ્થાનિકોની ખુલી આંખ 


- આ અકસ્માતને નજરે જોનારા સ્થાનિકે જણાવ્યું કે, કાર વૃક્ષને અથડાઇ તે ધડાકો એટલો મોટો હતો કે હું ઉંઘમાંથી જાગી ગયો હતો. આ મારાં જીવનનું સૌથી દુઃખદ દ્રશ્ય હતું. 
- આ કાર તેની ઓરિજિનલ સાઇઝથી અડધી થઇ ગઇ હતી. 'ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ આ યુવકોને બોલાવી રહી હતી. જેથી જો કોઇ જીવિત બચ્યું હોય તો જવાબ મળી શકે. પરંતુ અંતે તેઓએ કારને કાપીને મૃતદેહો બહાર કાઢ્યા.'
- સ્થાનિકે જણાવ્યું કે, મેં જ્યારે પોલીસને પુછ્યું કે, શું કોઇ જીવિત છે? પોલીસે કહ્યું કે, તમે કારની હાલત જોઇ? 
- આ ઘટના બાદ બ્રાડફોર્ડનો રોડ આખા દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.


પહેલીવાર સામે આવી ઓસામાની મા; કહ્યું - કેટલાંકે મારા દીકરાનું બ્રેઇન વોશ કર્યુ હતું

 

અંતિમ સંસ્કારમાં આવ્યા 10,000 લોકો 


- 4 ઓગસ્ટના રોજ આ ચારેય યુવકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં 10 હજારથી વધુ લોકો સામેલ થયા હતા. 
- બ્રાડફોર્ડના માનિંગહામ મિલ્સ એસોસિએશનમાં યોજાયેલા ફ્યૂનરલમાં લોકો ફૂલો લઇને આવ્યા હતા. તેઓના મૃતદેહ જે કારમાં રાખવામાં આવ્યા હતા તેના ઉપર ફૂલોથી 'બ્રધર' અને 'સન' લખવામાં આવ્યું હતું. 
- આ ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે, જે બીએમડબલ્યુમાં આ ચાર મિત્રો બેઠાં હતા તેનો પોલીસે પીછો કર્યો હતો. કારણ કે, તેઓ નિર્ધારિત સ્પીડ કરતાં વધુ સ્પીડમાં જઇ રહ્યા હતા. 
- ફ્યૂનરલ સેરેમની પહેલાં બ્રાડફોર્ડ ઇસ્ટના એમપી ઇમરાન હુસૈને કહ્યું કે, આ ચારેય યુવકોને તેઓ ઓળખે છે અને તેમના પરિવારો સાથે પણ તેઓના સારાં સંબંધો છે. 
- એક સ્થાનિકે જણાવ્યું કે, ક્રેશ લોકેશનનું ફૂટેજ તેઓએ જોયું છે અને કાર ખરેખર સ્પીડમાં દોડી રહી હતી. એક અંદાજ મુજબ કાર 128થી 160ની સ્પીડમાં હતી. 


પિતાએ ગુમાવ્યું એકમાત્ર સંતાન 


- મુર્તઝાના પિતા ઇસ્તફાર ઇકબાલ (40)એ જણાવ્યું કે, મુર્તઝા મારો એકમાત્ર પુત્ર હતો. મેં તેને 11 વર્ષથી માતા-પિતા બંનેનો પ્રેમ આપીને ઉછેર્યો છે. 
- ઘટનાના દિવસે હું સવારે 8 વાગ્યે ઉઠ્યો. મારાં રૂમમાંથી બહાર આવીને જોયું તો મારી માતા રડી રહી હતી. તેણે મને કહ્યું કે, 'તારા દીકરાનું મોત થયું છે.' 
- આટલું સાંભળ્યા બાદ હું મારાં હોશ ગુમાવી બેઠો. મેં માતાને પુછ્યું, તું શું બોલી રહી છે? મને કંઇ જ ખબર નહતી. મને માત્ર એટલી જાણ હતી કે, તે મિત્રો સાથે બહાર ગયો છે. 
- ઇસ્તફારે જણાવ્યું કે, સામાન્ય રીતે મુર્તઝા રાત્રે ઘરે આવી જતો હોય છે. હું હંમેશા તેના બહાર આવવા-જવાના શિડ્યુલ પર ધ્યાન રાખતો હોઉં છું. પણ આ સવારે શું બન્યું તેની મને જાણ નથી. 

 

UK: દીકરી ગુમાવનાર ગુજરાતી પરિવારની વ્યથા; 'પતિએ ગે હોવાનું છૂપાવ્યું ન હોત તો આજે અમારી દીકરી જીવતી હોત'


પોલીસે અંતિમ સ્ટેટમેન્ટમાં ચારેયના મોતની જાણકારી આપી 


- પોલીસે જણાવ્યું કે, 2 ઓગસ્ટ ગુરૂવારના રોજ બીએમડબલ્યુ 1 સીરિઝ કારનો વેસ્ટ યોર્કશાયર પોલીસ વાને પીછો કર્યો હતો. આ દરમિયાન કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઇ અને અંદર બેઠેલાં ચારેય યુવાનોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 
- મૃતકોના પરિવારને આ ઘટનાની જાણકારી આપી દેવામાં આવી છે. જો કે, પોલીસે એ પણ નોંધ્યું છે કે, આ કારનો પીછો કરી રહેલી પોલીસ વાને અકસ્માત પહેલાં કારને કોઇ સિગ્નલ આપ્યા નહતા.
- પોલીસે કહ્યું કે, વાને વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડી રહેલી આ કારનો પીછો કરવાનું શરૂ કર્યુ ત્યારે 5.30 વાગ્યા હતા. તેની એક મિનિટ બાદ આ કાર ધડાકાભેર વૃક્ષને અથડાઇ અને અકસ્માત સર્જાયો છે. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ચારેય મિત્રો, અકસ્માત તેમ જ અંતિમ સંસ્કારની વધુ તસવીરો... 

અન્ય સમાચારો પણ છે...