નેધરલેન્ડમાં 36,000 પક્ષીઓની હત્યા, બર્ડ ફ્લૂના ખતરનાક વાઇરસની આશંકા

બર્ડ ફ્લૂના એચ-5 પ્રકાર અત્યાર સુધીની જાણીતી બર્ડ ફ્લૂ બીમારીમાં આ સંભવતઃ સૌથી ખતરનાક ટાઇપ છે.

divyabhaskar.com | Updated - Feb 28, 2018, 12:47 PM
નેધરલેન્ડના રાજ્ય ગ્રોનિંગનના ઓલ્ડીકર્કની એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂ ફેલાઇ ગયો હતો. (ફાઇલ)
નેધરલેન્ડના રાજ્ય ગ્રોનિંગનના ઓલ્ડીકર્કની એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂ ફેલાઇ ગયો હતો. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ નેધરલેન્ડ સરકારે દેશને સંભવિત મહામારીથી બચાવવાના ઉદ્દેશ્યથી દેશમાં 36,000થી વધુ પક્ષીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. ઉલ્લેખનીય છે કે, નેધરલેન્ડના રાજ્ય ગ્રોનિંગનના ઓલ્ડીકર્કની એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂ ફેલાઇ ગયો હતો. સરકારને આ અંગે જેવી ભાળ મળી, તેણે આ બીમારીથી ગ્રસિત તમામ સંભવિત પક્ષીઓને મારી નાખવાના આદેશ જાહેર કર્યા હતા. સરકારના આ આદેશ બાદ આ દેશમાં 36,000થી વધુ પક્ષીઓને મારી નાખવામાં આવ્યા છે.

કૃષિ મંત્રાલયે કરી પુષ્ટી


- આ સમાચારની પુષ્ટી કરતા કૃષિ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યુ હતું, જેમાં ગ્રોનિંગન રાજ્યના ઓલ્ડકર્કના એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂના એચ-5 પ્રકારનો પ્રકોપ થયો હતો.
- મંત્રાલયે એવી પણ જાણકારી આપી છે કે, અત્યાર સુધીની જાણીતી બર્ડ ફ્લૂ બીમારીમાં આ સંભવતઃ સૌથી ખતરનાક ટાઇપ છે.
- જો આ પક્ષીઓને મારી ના નાખ્યા હોત તો દેશમાં મહામારી ફેલાવવાની આશંકા હતી.

આગળની સ્લાઇડ્સમાં જાણો, સરકારે જાહેર કરી એડવાઇઝરી

બે મહિના પહેલાં ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં સરકારના આદેશ પર અંદાજિત 16,000 પક્ષીઓને મારી નાખ્યા હતા. (ફાઇલ)
બે મહિના પહેલાં ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં સરકારના આદેશ પર અંદાજિત 16,000 પક્ષીઓને મારી નાખ્યા હતા. (ફાઇલ)

સરકારે જાહેર કરી એડવાઇઝરી 


- સંક્રમણ ફેલાવવાથી આ બીમારીના કારણે દેશમાં મહામારી ફેલતા અટકાવવા માટે મંત્રાલયે પોલ્ટ્રી ફાર્મના 10 કિલોમીટરના ક્ષેત્રમાં પોલ્ટ્રી, ઇંડા, માંસ, ખાદ્ય પદાર્થોને લાવવા અને લઇ જવા પર તત્કાળ પ્રતિબંધ લગાવ્યો છે. 
- સરકારે એક એડવાઇઝરી પણ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પોલ્ટ્રી ફાર્મથી જોડાયેલા લોકો પક્ષીઓને અંદર જ રાખે. કોઇ પણ હાલતમાં તેઓને બહાર ના નિકળવા દે. 

 

ગયા વર્ષે રાજ્યોમાં ફેલાઇ હતી આવી સ્થિતિ 


- આવું પહેલીવાર નથી જ્યારે નેધરલેન્ડ સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો હોય. 
- માત્ર બે મહિના પહેલાં ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં પણ અન્ય એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂ બીમારીની જાણકારી મળી હતી. તે સમયે પણ સરકારના આદેશ પર અંદાજિત 16,000 પક્ષીઓને મારી નાખ્યા હતા. 

X
નેધરલેન્ડના રાજ્ય ગ્રોનિંગનના ઓલ્ડીકર્કની એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂ ફેલાઇ ગયો હતો. (ફાઇલ)નેધરલેન્ડના રાજ્ય ગ્રોનિંગનના ઓલ્ડીકર્કની એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂ ફેલાઇ ગયો હતો. (ફાઇલ)
બે મહિના પહેલાં ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં સરકારના આદેશ પર અંદાજિત 16,000 પક્ષીઓને મારી નાખ્યા હતા. (ફાઇલ)બે મહિના પહેલાં ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં સરકારના આદેશ પર અંદાજિત 16,000 પક્ષીઓને મારી નાખ્યા હતા. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App