ઘરોમાં સ્માર્ટ શાવર, નહાતા સમયે 5 લિટર પાણી બચશે

સિંગાપોરમાં ટેક્નોલોજી વડે પાણી બચાવવા સૌથી મોટું અભિયાન

Agency

Agency

Divyabhaskar.com | Updated - Mar 18, 2018, 04:14 AM
biggest campaign to save water with technology in Singapore

સિંગાપોર: દક્ષિણ આફ્રિકાનું કેપ્ટાઉન સદીના સૌથી કારમા દુકાળનો સામનો કરી રહ્યું છે. કહેવાય છે કે આવી હાલત રહેશે તો 2019 સુધીમાં શહેરમાં પાણી નહીં બચે. આ સ્થિતિથી બચવા સિંગાપોરમાં ટેકનોલોજીની મદદથી પાણી બચાવવાનું સૌથી મોટું અભિયાન શરૂ કરાયું છે. અહીંની રાષ્ટ્રીય જળ એજન્સીએ ઘરોમાં સ્માર્ટ શાવર ડિવાઈઝ લગાડવાનું શરૂ કર્યું છે. 2019 સુધીમાં 10 હજારથી વધુ ઘરોમાં આ ડિવાઈસ લગાવવાની યોજના છે. આ ડિવાઈસ રિયલ ટાઈમમાં પાણીનો વપરાશ જણાવે છે. વધુ પાણી વપરાય તો એલર્ટ પણ કરશે.


તેમાં પાણી બચાવવા અનેક પ્રકારના ફંક્શન જેમ કે તમે દૈનિક વપરાશ સાથે મહિનામાં કેટલું પાણી વાપરવું તેની મર્યાદા નક્કી કરી શકો છો. આ મર્યાદા પાર કરતાં ડિવાઈસ એલર્ટ બતાવે છે. તેનું મોનીટરીંગ મોબાઈલ એપ દ્વારા કરી શકાશે જેથી લોકો પાણી બચાવવાનું આયોજન કરી શકે. એજન્સીના ડાયરેક્ટર રીદજુવાન ઇસ્માઇલનું કહેવું છે કે તેમણે પાણીના વપરાશને ઘટાડવા એક સંશોધન કરાયું હતું. તેમાં એવું જણાવ્યું હતું કે લોકો નહાતા સમયે શાવર દ્વારા સૌથી વધુ પાણી વાપરે છે. ત્યારબાદ આ ડિવાઈસ વિકસાવવામાં આવ્યું. 2005માં ટ્રાયલ માટે 500 ઘરોમાં આ પ્રોજેક્ટ શરૂ કરાયો.

તેનાં પરિણામો સારા આવતાં તેનો વ્યાપ વધારવાનું નક્કી કરાયું છે. આ ડિવાઈસના કારણે ઘરોમાં સરેરાશ 3થી 10 ટકા પાણીનો વપરાશ ઘટ્યો છે. એટલે કે ઘરનો એક સભ્ય રોજનું 5 લિટર પાણી બચાવી શકે છે. લોકોની ખરાબ શાવરની ટેવ સુધારવામાં જો સફળ થઈશું તો તે અમારી જીત ગણાશે તેવું ઇસ્માઇલે જણાવ્યું હતું. આ ડિવાઈસનો ઉપયોગ શરૂ કરનાર કેરોલીન હુંગ કહે છે કે પાણી સૌથી કિંમતી છે અને તેનો આપણે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કેટલીકવાર અજાણતાં આપણે પાણીનો વેડફાટ કરીએ છીએ આ કારણે અટકશે.

વધુ પાણી વપરાતાં એલર્ટ પણ કરશે

સ્માર્ટ શાવર ડિવાઈસ રિયલ ટાઈમ પર પાણીના વપરાશને મોબાઈલ એપમાં નોંધે છે. એલર્ટ કરવા માટે કલર કોડ પણ રખાયા છે. સામાન્ય કરતાં વધુ પાણી વપરાય તો આ ડિવાઈસ અલગ અલગ કલરમાં એલર્ટ કરે છે.

X
biggest campaign to save water with technology in Singapore
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App