UK: રેડિયોની RJએ ચાલુ શોમાં કહ્યું - મને બ્રેક જોઇએ છે, ઘરે પહોંચી ગળેફાંસો ખાધો

રેડિયો ઓફિસથી ઘરે ગયાના થોડાં કલાકો બાદ વિકી તેના સાવકા પિતાને મૃત હાલતમાં મળી આવી હતી. (ફાઇલ)
રેડિયો ઓફિસથી ઘરે ગયાના થોડાં કલાકો બાદ વિકી તેના સાવકા પિતાને મૃત હાલતમાં મળી આવી હતી. (ફાઇલ)

divyabhaskar.com

Dec 06, 2018, 05:11 PM IST

- વિકી આર્ચરના સાવકા પિતાને તે મૃત હાલતમાં મળી આવી હતી
- બીબીસીની લોકલ રેડિયો સર્વિસ બીબીસી શ્રોપશાયરમાં વિકી રેડિયો પ્રેઝન્ટર હતી અને પ્રોગ્રામની શરૂઆત પહેલાં તેણે સહકર્મચારીઓને કહ્યું હતું કે, તે અસ્વસ્થ છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇંગ્લેન્ડમાં શ્રોપશાયર સિટીમાં બીબીસી રેડિયો પ્રેઝન્ટરે (આરજે) ચાલુ શો અધૂરો છોડીને ઘરે જઇ આત્મહત્યા કરી લીધી છે. ત્રણ બાળકોની માતા 41 વર્ષીય વિકી આર્ચર બીબીસીની લોકલ રેડિયો સર્વિસ બીબીસી શ્રોપશાયરમાં વિક્ટોરિયા રેડિયો પ્રેઝન્ટર હતી. વિકીના નામથી ફેમસ વિક્ટોરિયા બીબીસી રેડિયો શ્રોપશાયરમાં એડમ ગ્રીન નામના અન્ય કર્મચારી સાથે 3-7નો શ્રોપશાયર શો કરતી હતી. ઘટનાના દિવસે વિકીએ ચાલુ શોમાં જ એડમને કહ્યું કે, 'મારે બ્રેક જોઇએ છે' અને શોને 5 વાગ્યે છોડીને ઘરે જતી રહી હતી. બપોરે વિકીએ એક સહકર્મીને તે ખૂબ જ અસ્વસ્થ છે તેવું પણ જણાવ્યું હતું. રેડિયો ઓફિસથી ઘરે ગયાના થોડાં કલાકો બાદ વિકી તેના સાવકા પિતાને મૃત હાલતમાં મળી આવી હતી.

દીકરીના ઘરે કૂકર સરખું કરવા આવ્યા પિતા અને મળી લાશ


- 6 ઓગસ્ટના રોજ વિકીના સાવકા પિતા લી હોલિઓએક (64) અને માતા બેર્લી (73) અંદાજિત 8.15 વાગ્યે વિકીના ઘરે કૂકર ઠીક કરવા પહોંચ્યા હતા.
- લીએ કોર્ટને જણાવ્યું કે, ઘટનાના દિવસે મેં વિકીને બપોરે નેકલેસ આપવા માટે ફોન કર્યો હતો. આ ઉપરાંત સાંજે હું તેના ઘરે કૂકર સરખું કરવા આવવાનો છું તેવું પણ જણાવ્યું હતું.
- લીએ કહ્યું કે, તે કામ પર હોય તે દરમિયાન જ તેનું કૂકર ઠીક થઇ તેવી વ્યવસ્થા મેં કરીને રાખી હતી. અંદાજિત 5.15 વાગ્યે હું વિકીના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે મેં જોયું કે, એક મહિલાની કાર વિકીના ઘર તરફ આવી રહી છે.
- આ મહિલાના વાળ સફેદ હતા અને તેણે લાંબો ડ્રેસ પહેરીને રાખ્યો હતો, તે વિક્ટોરિયા જેવી જ લાગતી હતી. મેં જોયું કે, આ મહિલા મેઇન દરવાજાથી ઘરમાં ગઇ અને પરત બહાર આવી નહતી.
- જ્યારે હું ઘરે પહોંચ્યો મને લાગ્યું કે, અંદર કોઇ છે જે દરવાજો ખોલશે. મેં જોયું કે, કી સેફમાંથી ઘરની ચાવી પણ ગુમ હતી. મેં વારંવાર દરવાજો ખખડાવ્યો પણ અંદરથી કોઇએ જવાબ આપ્યો નહીં.
- હું અવઢવમાં હતો કારણ કે, જે વ્યક્તિ ઘરમાં ગયું હતું તે હજુ સુધી બહાર આવ્યું નહતું. મેં ફોન કરીને મારી પત્નીને પણ વિકીના ઘરે બોલાવી લીધી.
- અમે વિકીના ઓફિસે ફોન કર્યો તો જાણવા મળ્યું કે, તે 5 વાગ્યે જ ઘરે જવા માટે નિકળી ગઇ હતી. તે અસ્વસ્થ હતી અને કાલે જોબ પર આવવાનું કહ્યું હતું.


આ અગાઉ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો


- લીએ કહ્યું કે, ઓફિસે ફોન કર્યા બાદ અમે વધુ ગભરાઇ ગયા કારણ કે, વિકી ડિપ્રેશનથી પીડાતી હતી અને તેણે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
- હું અને મારી પત્ની બેર્લી અમારાં ઘરે પરત ગયા. થોડીવાર બાદ હું બીજી ચાવી લઇને વિકીના ઘરે આવ્યો. મેં જોયું કે, વિકીની કાર બટિંગ્ટન રોડ પર પાર્ક કરી હતી. જે અસહજ હતું કારણ કે તે હંમેશા ડ્રાઇવ-વેમાં જ પાર્ક કરતી હતી.
- દરવાજાની બીજી તરફ ચાવી હોવાના કારણે હું બહારથી દરવાજો ખોલી શકતો નહતો. મને યાદ આવ્યું કે, વિક્ટોરિયાના બેડરૂમની બારી ખુલ્લી છે અને પાડોશીની મદદથી સીડી લઇને હું તે બારી સુધી પહોંચ્યો.
- બેડરૂમથી હું મુખ્ય દરવાજે આવ્યો તો અહીં કોઇ બળજબરીથી પ્રવેશ્યું હોય તેવું લાગતું નહતું. મેં મારી પત્નીને પણ બોલાવી લીધી કારણ કે, ઘરમાં કોઇ જ નહતું.
- બેર્લીએ આવીને મને માળિયું ચકાસવા કહ્યું, હું ત્યાં પહોંચ્યો તો મેં માળિયાના ખૂણામાં વિકીને જોઇ. હું નીચે ગયો અને એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કર્યો.
- હું ફરીથી માળિયા પર ગયો જ્યાં વિકીના ગળામાં દોરડું ભરાવેલું હતું. મેં તે કાપી નાખ્યું. ઇમરજન્સી સર્વિસના ઓફિસરે મને સીપીઆર આપવાનું કહ્યું.
- જ્યારે મેડિકલ સર્વિસના ઓફિસરો આવ્યા ત્યારે તેઓએ વિકીને તપાસીને તેને મૃત જાહેર કરી હતી.


કોર્ટમાં પૂર્વ પતિની પણ હાજરી


- ઓગસ્ટ મહિનામાં વિકીના મોત બાદ આજે શ્રોપશાયર કોર્ટમાં કેસની અંતિમ સુનવણી હતી. વિકીનો પૂર્વ પતિ ગેવિન હોગાર્થ પણ હાજર રહ્યો હતો. જો કે, તેણે કોર્ટની બહાર કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
- બીબીસીના રિજનલ પ્રોગ્રામ હેડ ડેવિડ જેનિંગ્સે જણાવ્યું કે, વિકીના મોતથી અમને ખૂબ જ દુઃખ થયું છે. તે ઉમદા પ્રેઝન્ટર અને જર્નાલિસ્ટ હતી. તેનાથી પણ વધુ અમે વિકી જે પ્રકારે શોમાં મસ્તી લાવતી હતી તે તમામ વાતોને યાદ રાખીશું.

હેર ડાઇ Horror: કેમિકલથી થયું રિએક્શન; માથાની સાઇઝ થઇ ગઇ ડબલ, શ્વાસ લેવામાં પણ થઇ તકલીફ

X
રેડિયો ઓફિસથી ઘરે ગયાના થોડાં કલાકો બાદ વિકી તેના સાવકા પિતાને મૃત હાલતમાં મળી આવી હતી. (ફાઇલ)રેડિયો ઓફિસથી ઘરે ગયાના થોડાં કલાકો બાદ વિકી તેના સાવકા પિતાને મૃત હાલતમાં મળી આવી હતી. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી