ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Bangladeshi passanger misbehaved in plane attacked on crew member got arrested

    બાંગ્લાદેશી મુસાફરે વિમાનમાં કર્યું અભદ્ર વર્તન, થઇ ધરપકડ

    divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 06:38 PM IST

    20 વર્ષના યુવકે પોતાના કપડા ઉતારી લીધી અને લેપટોપ પર પોર્ન જોવા લાગ્યો
    • સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, માલિંડો એરના વિમાને શનિવારે કુઆલાલમ્પુરથી ઉડાન ભરી હતી. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, માલિંડો એરના વિમાને શનિવારે કુઆલાલમ્પુરથી ઉડાન ભરી હતી. (ફાઇલ)

      કુઆલાલમ્પુર: બાંગ્લાદેશના એક મુસાફરે મલેશિયાથી ઉડેલા એક વિમાનમાં કથિત રીતે કપડા ઉતારી દીધા અને વિમાનના એક સ્ટાફ પર હુમલો કર્યો. એરલાઇન્સે જણાવ્યું કે તે મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, માલિંડો એરના વિમાને શનિવારે કુઆલાલમ્પુરથી ઉડાન ભરી હતી. તેમાં સવાર 20 વર્ષના યુવકે પોતાના કપડા ઉતારી લીધી અને લેપટોપ પર પોર્ન જોવા લાગ્યો. એક અખબારમાં જણાવ્યા પ્રમાણે, યુવક મલેશિયા યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે.

      કેબિન ક્રૂના અનુરોધ પર તેણે કપડા તો પહેરી લીધા પરંતુ મહિલા ક્રૂ મેમ્બર્સને ગળે લગાડવાની પણ કોશિશ કરવા લાગ્યો. તેને નકારવામાં આવ્યો તો તે આક્રમક બની ગયો અને તેણે સ્ટાફમાંથી એક જણ પર હુમલો કરી દીધો. તે પછી કેબિન ક્રૂ મેમ્બર્સે અને અન્ય મુસાફરોએ તેના હાથ બાંધી દીધા.

      એ વાતની જાણ થઇ શકી નથી કે તે આ પ્રકારનું વર્તન કેમ કરી રહ્યો હતો. એરલાઇને નિવેદન જાહેર કર્યું છે જેમાં કહ્યું છે કે ઢાકા જતા વિમાનમાં ગરબડ કરનાર મુસાફરને બાંધી લેવામાં આવ્યો અને પછી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

    • પ્રતીકાત્મક તસવીર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રતીકાત્મક તસવીર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Bangladeshi passanger misbehaved in plane attacked on crew member got arrested
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `