બ્રાઝીલઃ વંધ્યત્વથી પીડાતી મહિલાઓ માટે ખુશખબર, પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ બાદ માતાએ બાળકીને આપ્યો જન્મ

divyabhaskar.com

Dec 05, 2018, 11:43 AM IST
બ્રાઝીલમાં આ   ઓપરેશન બે વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું.
બ્રાઝીલમાં આ ઓપરેશન બે વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઇનફર્ટિલિટી 10-15 ટકા કપલને પ્રભાવિત કરે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઇનફર્ટિલિટી 10-15 ટકા કપલને પ્રભાવિત કરે છે.
સાઓ પાઉલો યુનિવર્સિટીના ડોક્ટર દાની એજેનબર્ગ અનુસાર, અમારું રિઝલ્ટ દર્શાવે છે કે, નવા વિકલ્પ ઇનફર્ટિલિટીથી પરેશાન મહિલાઓ માટે ખૂબ જ મદદગાર   સાબિત થઇ શકે છે.
સાઓ પાઉલો યુનિવર્સિટીના ડોક્ટર દાની એજેનબર્ગ અનુસાર, અમારું રિઝલ્ટ દર્શાવે છે કે, નવા વિકલ્પ ઇનફર્ટિલિટીથી પરેશાન મહિલાઓ માટે ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે.

- બ્રાઝીલમાં થયેલા એક ઓપરેશન પહેલાં મૃત મહિલાના ગર્ભાશય પ્રત્યારોપણના 10 પ્રયાસો નિષ્ફળ રહ્યા.
- 32 વર્ષીય મહિલામાં 45 વર્ષીય મૃતકના ગર્ભાશયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું, 7 મહિના બાદ ફર્ટિલાઇઝ્ડ એગ્સ ગર્ભાશયમાં રાખ્યા.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ તબીબી ઇતિહાસમાં પહેલીવાર કોઇ મૃત મહિલાના ગર્ભાશય (યૂટરસ) ટ્રાન્સપ્લાન્ટ બાદ એક માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. બ્રાઝીલમાં આ ઓપરેશન બે વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું, આ વાતની માહિતી હાલમાં જ બહાર આવી છે. લેન્સેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે, હવે યૂટરસની સમસ્યા સામે લડતી મહિલાઓને આનાથી મદદ મળશે.


2016માં બાળકીનો જન્મ થયો હતો


1. યૂટરસ ટ્રાન્સપ્લાન્ટ બાદ માતાએ સપ્ટેમ્બર 2016માં બાળકીને જન્મ આપ્યો હતો. અત્યાર સુધી યૂટરસમાં કોઇ ખામીના કારણે મહિલાઓ પાસે દત્તક લેવા અથવા સરોગેટ મધરનો જ વિકલ્પ હતો.
2. 2013માં સ્વીડનમાં પહેલીવાર જીવિત મહિલાનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અત્યાર સુધી 10 વખત આવું કરવામાં આવ્યું.
3. જીવિત મહિલા પાસેથી ગર્ભાશય મળવું ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે. તેથી ડોક્ટર એવી પ્રક્રિયાથી શોધમાં હતા જેનાથી મૃત મહિલાના યૂટરસનો ઉપયોગ થઇ શકે. - 4. બ્રાઝીલમાં સફળ ઓપરેશન પહેલાં અમેરિકા, ચેક રિપબ્લિક અને તુર્કીમાં મૃત મહિલાના ગર્ભાશય પ્રત્યારોપણના 10 પ્રયાસો કરવામાં આવ્યા.
4. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઇનફર્ટિલિટી 10-15 ટકા કપલને પ્રભાવિત કરે છે. 500માંથી એક મહિલાના ગર્ભાશયની સંરચના હિસ્ટેરેક્ટોમી અને ઇન્ફેક્શનવાળી હોય છે, જેના કારણે ગર્ભાધારણમાં પરેશાની થાય છે.
5. સાઓ પાઉલો યુનિવર્સિટીના ડોક્ટર દાની એજેનબર્ગ અનુસાર, અમારું રિઝલ્ટ દર્શાવે છે કે, નવા વિકલ્પ ઇનફર્ટિલિટીથી પરેશાન મહિલાઓ માટે ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે.

મૃત્યુ બાદ અનેક લોકો અંગદાન કરવા ઇચ્છે છે


1. ડો. અજેનબર્ગના જણાવ્યા અનુસાર, મૃત્યુ બાદ કેટલાંક લોકો અંગદાન કરવા ઇચ્છે છે. તેઓની સંખ્યા જીવિત રહીને અંગદાન કરનારાઓથી વધુ હોય છે.
2. 32 વર્ષની જે મહિલામાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, તે એક દુર્લભ બીમારીથી પીડિત હતી. ગર્ભાશય આપનારી 45 વર્ષીય મહિલાનું સ્ટ્રોકથી મોત થયું હતું.
3. 10 કલાકની અંદર મૃત મહિલાના ગર્ભાશયને કાઢીને બીજી મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યું. શરીર નવા અંગને નકારી ના દે તે માટે એન્ટી-માઇક્રોબિયલ્સ, એન્ટી બ્લડ ક્લોટિંગ ટ્રીટમેન્ટ સહિત 5 અલગ અલગ દવાઓ પણ આપવામાં આવી.
4. 5 મહિના બાદ ગર્ભાશયને શરીરે નકારી દીધું હોય તેવા કોઇ સંકેત મળ્યા નહીં અને મહિલાનું માસિક ચક્ર પણ નિયમિત હોવાનું જાણવા મળ્યું. ટ્રાન્સપ્લાન્ટના 7 મહિના બાદ મહિલામાં ફર્ટિલાઇઝ્ડ એગ્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા.
5. 10 દિવસ ડોક્ટરોએ ગર્ભાધાનની સુચના આપી. 32 અઠવાડિયા સુધી પ્રેગ્નન્સી નોર્મલ હતી. 36માં અઠવાડિયે મહિલાએ 2.5 કિલોની બાળકીને સીઝેરિયન દ્વારા જન્મ આપ્યો.

PAK: આસિયા બીબીને યુકેમાં આશ્રયની મનાઇ; ઘટનાના દિવસે સ્થાનિકોએ ઢોર માર મારી, ચામડું પહેરાવી કરાવી હતી પરેડ

હેર ડાઇ Horror: કેમિકલથી થયું રિએક્શન; માથાની સાઇઝ થઇ ગઇ ડબલ, શ્વાસ લેવામાં પણ થઇ તકલીફ

આગળની સ્લાઇડ્સમાં જુઓ, બાળકીની વધુ તસવીરો...

X
બ્રાઝીલમાં આ   ઓપરેશન બે વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું.બ્રાઝીલમાં આ ઓપરેશન બે વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઇનફર્ટિલિટી 10-15 ટકા કપલને પ્રભાવિત કરે છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઇનફર્ટિલિટી 10-15 ટકા કપલને પ્રભાવિત કરે છે.
સાઓ પાઉલો યુનિવર્સિટીના ડોક્ટર દાની એજેનબર્ગ અનુસાર, અમારું રિઝલ્ટ દર્શાવે છે કે, નવા વિકલ્પ ઇનફર્ટિલિટીથી પરેશાન મહિલાઓ માટે ખૂબ જ મદદગાર   સાબિત થઇ શકે છે.સાઓ પાઉલો યુનિવર્સિટીના ડોક્ટર દાની એજેનબર્ગ અનુસાર, અમારું રિઝલ્ટ દર્શાવે છે કે, નવા વિકલ્પ ઇનફર્ટિલિટીથી પરેશાન મહિલાઓ માટે ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી