ન્યૂઝીલેન્ડ / આતંકી હુમલા બાદ ન્યૂઝીલેન્ડમાં 9 ભારતીયો ગુમ, મૃત્યુઆંક 49એ પહોંચ્યો, 40 લોકો ઘાયલ

divyabhaskar.com

Mar 16, 2019, 04:16 AM IST
The gunman live-streamed the mass shooting inside the Al Noor Mosque
The gunman live-streamed the mass shooting inside the Al Noor Mosque
X
The gunman live-streamed the mass shooting inside the Al Noor Mosque
The gunman live-streamed the mass shooting inside the Al Noor Mosque

  • હુમલાખોર બ્રેન્ટેન 77 લોકોનો જીવ લેનારા નોર્વેના આતંકીનો પ્રશંસક
  • ફેસબુક પર કહ્યું હતું- હું હુમલો કરીશ અને તેને લાઇવ દેખાડીશ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં આવેલા ઈમિગ્રન્ટ્સ પર શુક્રવારની નમાજ પહેલા ભયાનક હુમલો થયો હતો. કોઈપણ દેશમાં થયેલો આ પ્રકારનો આ ભયાનક વંશીય હુમલો છે. હુમલાખોર વ્હાઈટ સુપ્રીમસીની વાત કરતાં પહેલા અલ નૂર મસ્જિદમાં ઘૂસી ગયો હતો. દરવાજો બંધ કરીને બોલ્યો પાર્ટી શરૂ ! પછી ગોળી વરસાવાની શરૂ કરી તેમાં 41 લોકો માર્યા ગયા. ત્યારબાદ તે 6.5 કિમી દૂર લિનવૂડ મસ્જિદ પહોંચ્યો ત્યાં 7 લોકોને મારી નાંખ્યા. એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. 40 લોકો ઘાયલ છે.

હુમલાખોરે મસ્જિદમાં ઘૂસતા પહેલાં ફેસબુક પર લાઈવ સ્ટ્રિમિંગ શરૂ કર્યું હતું. ટેરેન્ટે ફેસબુક લાઈવ પર કારમાં જમા કરેલા હથિયાર પણ બતાવ્યા હતા. બેકગ્રાઉન્ડમાં સર્બિયન મ્યુઝીક વાગી રહ્યું હતું અને તે સેટેલાઈટ નેવિગેશન દ્વારા કાર ચલાવી રહ્યો હતો.
 

30 હજાર ભારતીયો રહે છે 

ક્રાઇસ્ટચર્ચમાં અંદાજિત 30 હજાર ભારતીયો અથવા ભારતીય મૂળના લોકો રહે છે. ન્યૂઝીલેન્ડના શહેર ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા ફાયરિંગમાં 49 લોકોનાં મોતની પુષ્ટિ થઇ છે. આ હુમલામાં 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેઓએ જણાવ્યું કે, વેલિંગ્ટનમાં ધાર્મિક સ્થાનો, ખાસ કરીને મસ્જિદોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

ઘટના બાદ 4 આરોપીઓની ધરપકડ 

પોલીસના જણાવ્યા અનુસાર, 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન નાગરિકે મસ્જિદમાં બાળકોને ટાર્ગેટમાં રાખીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું કે, સાઉથ આઇલેન્ડની ક્રિસ્ટચર્ચમાં આવેલી અલ નૂર મસ્જિદમાં અચાનક જ સેમી-ઓટોમેટિક ગનમાંથી 50 શોટ્સ સાંભળવા મળ્યા હતા. અત્યાર સુધી પોલીસે આ ઘટનામાં 4 લોકોની ધરપકડ કરી છે, જેમાં 1 મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. 4માંથી એક વ્યક્તિએ સ્યૂસાઇડ વેસ્ટ (કમર સુધીનું લાંબુ વસ્ત્ર) પહેર્યુ હતું. પોલીસે નજીકમાં આવેલી લિનવૂડ મસ્જિદમાં ફાયરિંગ થયું હોવાનું જણાવ્યું છે. વળી, ક્રિસ્ટચર્ચ હોસ્પિટલની બહાર પણ ફાયરિંગ થયું છે. ત્રણ મસ્જિદોની નજીક કાર ઉભી રાખવામાં આવી હતી જેમાં વિસ્ફોટકો ભરેલા હતા. 

ગભરાટની 17 મિનિટ: હુમલાખોરે હુમલાનું લાઈવ સ્ટ્રિમિંગ કર્યું

શરૂઆત: હુમલાખોર કારથી અલ નૂર મસ્જિદ તરફ જાય છે, રસ્તામાં ફાયરિંગ કરે છે
1.હુમલાખોર બ્રેન્ટેને હુમલાનું ફેસબુક પર 17 મિનિટ લાઈવ સ્ટ્રિમિંગ કર્યું. તે શરૂમાં કાર ચાલુ કરતા કહે છે, ‘ચાલો પાર્ટી શરૂ કરીએ છીએ.’ પછી સેન્ટ્રલ ક્રાઈસ્ટ ચર્ચની અલ નૂર મસ્જિદ તરફ આગળ વધે છે. તે બતાવે છે કે તેની કારમાં હથિયાર છે. એક જગ્યાએ કારમાંથી ઉતરીને જમીનમાં ગોળીબાર કરે છે.
નિશાન: બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક, પહેલો હુમલો અર નૂર, બીજો લિવ વુડ મસ્જિદ પર
2. હુમલાખોરના બેકગ્રાઉન્ડમાં સર્બિયન મ્યુઝિક વાગે છે. તે સ્થાનિક સમય મુજબ બપોરે 1:45 વાગ્યે અલ નૂર મસ્જિદ પહોંચે છે. તે અહીં ગોળીબાર કરીને 41 લોકોને મારે છે. ત્યાર પછી તે 6.3 કિ.મી. દૂર લિવ વુડ મસ્જિદ જાય છે. ત્યાં તે ગોળીબાર કરી 8 લોકોના જીવ લે છે.
મેનિફેસ્ટો: હુમલાખોર ટ્રમ્પનો પ્રશંસક, તે કહે છે - ટ્રમ્પ નવી શ્વેત ઓળખનો પ્રતીક
3. બ્રેટિનનો મેનિફેસ્ટો 74 પાનાનો છે. તેનું નામ ‘ધ ગ્રેટ રિપ્લેસમેન્ટ’ છે. તેમાં લખ્યું છે - અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નવી શ્વેત ઓળખના પ્રતીક છે. સાથે જ લખ્યું છે, ‘આક્રમણકારીઓને બતાવવાનું છે કે અમારી જમીન ક્યારેય તેમની નહીં થાય. તે ક્યારેય અમારા લોકોની જગ્યા નહીં લઈ શકે.’
ઘાયલોમાં બાંગ્લાદેશી પણ, તેમની ઓળખાણ થઇ શકી નથી
4.ન્યુઝીલેન્ડની અલ નૂર મસ્જિદ અને લિનવુડ મસ્જિદમાં થયેલા હુમલામાં ઘાયલ લોકોની સારવાર સ્થાનિક હોસ્પિટલોમાં ચાલી રહી છે. તેમાં બાંગ્લાદેશીઓની ઓળખાણ તાત્કાલિક થઇ શકી નથી. બાંગ્લાદેશની સરકાર ન્યુઝીલેન્ડની સરકાર સાથે સંપર્કમાં છે.
ન્યુઝીલેન્ડમાં 1.56 લાખ ભારતીય, વસતીના 4 ટકા
5.
  • 68.5 % એટલે કે સૌથી વધુ ભારતીય ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રહે છે.
  • 27% એવા ભારતીય છે જેમનો જન્મ ન્યુઝીલેન્ડમાં થયો, અહીં જ ઉછર્યા.
  • 13 % એવા ભારતીય છે જેઓ આશરે 20 વર્ષ પહેલાંથી ન્યુઝીલેન્ડમાં રહે છે.
  • 16.3 % ભારતીય એવા છે જે રિટેલ ટ્રેડ સાથે સંકળાયેલા છે, 11.7 % આરોગ્ય સેવા સાથે જોડાયેલા છે.
  • 53. 6 % ભારતીય હિન્દુ છે. શીખોની વસતી 23.5 % અને મુસ્લિમો 10.8 % છે.
ન્યુઝીલેન્ડમાં 16,000 ભારતીય મુસ્લિમ: દેશમાં 7 મોટી મસ્જિદ છે.
6.ન્યુઝીલેન્ડમાં આશરે 47,000 મુસ્લિમ છે. ભારતીય મુસ્લિમોની સંખ્યા આશરે 16,000 છે. 7 મોટી મસ્જિદો છે. તેમના નામ અલ નૂર મસ્જિદ, લિનવુડ મસ્જિદ, તકવા મસ્જિદ, મસ્જિદે મકતુમ, ઉમર મસ્જિદ, આયશા મસ્જિદ અને જામિયા મસ્જિદ છે.
નજરે જોનાર ફરીદ અહેમદઃ મેં મરવાની એક્ટિંગ કરી, એથી બચી ગયો
7.

નમાજ પહેલા એક હથિયારધારી વ્યક્તિ આવી. તેણે દરવાજો બંધ કર્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું. લોકો બીજીતરફ ભાગ્યા. હું ભાગી શક્યો નહીં. મારી પાસેના લોકોને ગોળી વાગી. લોહી જમીન પર વહેવા લાગ્યું. મારા કપડાં પર પણ લોહી લાગ્યું. હું ત્યાં બેન્ચની નીચે સૂઈ ગયો. મને થયું હું મરી જઈશ. હુમલાખોર એક-એક કરીને લોકોને મારતો હતો.

મારા શરીર પર લોહી જોઈ તેને લાગ્યું કે હું મરી ગયો છું. તેણે આ રૂમમાં સાત વાર રાઈફલનું મેગેઝિન ખાલી કર્યું. પછી બીજા રૂમમાં ગયો. ત્યાંથી ગોળીનો અવાજ આવતો રહ્યો. હું ઊભો થયો ત્યારે મેં જોયું કે મારી આસપાસ બે ડઝનથી વધુ લાશો હતી. મારા સિવાય કોઈ જીવતું બચ્યું નહતું.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી