Home » International News » Latest News » International » the Australia government has tightened the visa norms for skilled overseas workers

ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય પ્રોફેશનલ્સ માટે ખરાબ સમાચાર, સરકારે લીધો આવો નિર્ણય

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 07:17 PM

શોર્ટ-ટર્મ સ્ટ્રીમમાંથી 200 નોકરીઓને કરી બાકાત

 • the Australia government has tightened the visa norms for skilled overseas workers
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મોટાંભાગના ભારતીયો જેઓએ ઓસ્ટ્રેલિયામાં વર્ક વિઝા માટે અપ્લાય કર્યુ હોય તેઓને સબક્લાસ 457 વિઝા કેટેગરી હેઠળ નોકરી મળી જતી હતી. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય પ્રોફેશનલ્સ માટે ખરાબ સમાચાર છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીયો દ્વારા મોટાંપાયે ઉપયોગમાં લેવાતા એમ્પ્લોયર-સ્પોન્સર્ડ 457 વિઝા કાર્યક્રમ સમાપ્ત કરી દીધો છે. તેના સ્થાને હવે ગવર્મેન્ટ નવો કાર્યક્રમ લાવશે, જે હેઠળ અંગ્રેજી ભાષામાં હાઇ લેવલની કાર્યક્ષમતા અને હાઇ એમ્પ્લોયમેન્ટ કાર્યદક્ષતા હોવી અત્યંત જરૂરી બની જશે. આ વિઝા પ્રોગ્રામનો ઉપયોગ 95,000 વિદેશી પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા હતા, જેમાં વધુ સંખ્યા ભારતીયોની છે.


  બેરોજગારી ઘટાડવા લીધો નિર્ણય


  - ઉલ્લેખનીય છે કે, 457 વિઝા કાર્યક્રમ હેઠળ કંપનીઓ કુશળ રોજગારમાં ચાર વર્ષની અવધિ માટે વિદેશી વ્યક્તિને કામ પર રાખી શકે છે.
  - હાઇ સ્કિલ્ડમાં ઓસ્ટ્રેલિયામાં પ્રોફેશનલ્સની ઉણપ છે, આ શ્રેણી હેઠળ વધુ સંખ્યામાં વિઝાધારક ભારતીયો હતા. ત્યારબાદ બ્રિટનના 19.5 ટકા અને ચીનના 5.8 ટકા નાગરિકો હતા.
  - આ હેઠળ વિઝા ધારકોને પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે ઓસ્ટ્રેલિયામાં રહેવાની અનુમતિ હતી.
  - આ વિઝા કાર્યક્રમને હાઇ સ્કિલ્ડ પ્રોફેશનલ્સની ઉણપને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યંત સરળતાથી મળી જતા આ વિઝાના કારણે વારંવાર તેને લઇને સંશોધનોની ચર્ચા ઉઠી હતી.
  - વડાપ્રધાન મેલ્કમ ટર્નબુલે ગત વર્ષ એપ્રિલમાં જાહેરાત કરી હતી કે, તેઓની સરકાર સતત વધતી સમસ્યાને પહોંચી વળવા માટે નવા વિઝા કાર્યક્રમ લાવશે અને હાલના વિઝા પ્રોગ્રામને ખતમ કરી દેશે.

  મોટાંભાગના ભારતીયોની પસંદ હતા 457 વિઝા


  - વિદેશમાં રહીને કરિયર બનાવવા માટે ભારતીયોની સૌથી પહેલી પસંદ કેનેડા અને ઓસ્ટ્રેલિયા છે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે વિઝા નિયમોને વધુ કડક બનાવી દીધા છે.
  - આ નિયમોમાં ફેરબદલ અહીંના સ્થાનિક પ્રોફેશનલ્સને રોજગારી મળી રહે તે માટે કરવામાં આવ્યા છે.
  - મોટાંભાગના ભારતીયો જેઓએ ઓસ્ટ્રેલિયામાં વર્ક વિઝા માટે અપ્લાય કર્યુ હોય તેઓને સબક્લાસ 457 વિઝા કેટેગરી હેઠળ નોકરી મળી જતી હતી, પરંતુ હવે આ લગભગ અશક્ય બનશે.
  - ઓસ્ટ્રેલિયન સરકાર હવે ટેમ્પરરી સ્કિલ શોર્ટેજ (Temporary Skill Shortage -TSS) વિઝા પ્રોગ્રામ લાવશે જેની અસર 18 માર્ચથી શરૂ થઇ ગઇ છે.
  - હવે અમેરિકાની માફક ઓસ્ટ્રેલિયામાં પણ પીઆર (Permanent Residency) અથવા ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાં એન્ટ્રી મેળવવી મેળવવી વધુ મુશ્કેલ બનશે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે ટેમ્પરરી સ્કિલ શોર્ટેજ વિઝા...

 • the Australia government has tightened the visa norms for skilled overseas workers
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વિઝા ધારક અહીં ઇન્ટરનેશનલ ટ્રેડ ઓબ્લિગેશન હેઠળ બેથી ચાર વર્ષ માટે કામ કરી શકશે. (ફાઇલ)

  ઓસ્ટ્રેલિયન વર્કર્સને મળશે પહેલો ચાન્સ 


  - ટેમ્પરરી સ્કિલ શોર્ટેજ વિઝા, જે ટીએસએસ વિઝા તરીકે ઓળખાય છે તેને દેશની કામચલાઉ સ્કિલ શોર્ટેજ માટે ઉપયોગમાં લેવાશે. અન્ય ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયન પ્રોફેશનલ્સને પહેલાં ભરતીની સુવિધા આપવામાં આવશે. 
  - ટીએસએસ વિઝા ધારકો ઓસ્ટ્રેલિયામાં કામ ચોક્કસથી કરી શકશે પરંતુ તેઓને ત્રણ સ્ટ્રીર્મ્સમાં સ્પોન્સર્સ મળવા જરૂરી છેઃ શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લેબલ એગ્રીમેન્ટ સ્ટ્રીમ. 
  - શોર્ટ ટર્મ સ્ટ્રીમમાં કંપની કર્મચારીને શોર્ટ-ટર્મ સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં મુકશે. જે અનુસાર, વિઝા ધારક અહીં ઇન્ટરનેશનલ ટ્રેડ ઓબ્લિગેશન હેઠળ બેથી ચાર વર્ષ માટે 
  કામ કરી શકશે. 
  - ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટે બે વર્ષના સ્ટ્રીમના લિસ્ટ માટે અંદાજિત 200 જેટલી નોકરીઓનો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. 
  - મીડિયમ ટર્મ સ્ટ્રીમમાં કંપનીએ ચાર વર્ષના ઓક્યુપેશન લિસ્ટમાં નોમિનેશન કરાવેલું હોવું જરૂરી છે. 
  - જ્યારે લોંગ ટર્મ સ્ટ્રીમમાં કર્મચારીને એન્ટ્રી મળવી તો જ શક્ય બનશે જો તેની પાસે હોમ ડિપાર્ટમેન્ટ તરફથી જામીન તરીકે લેબર એગ્રીમેન્ટ હશે. 
  - બે વર્ષના વિઝા પ્રોગ્રામ હેઠળ આપમેળે જ પીઆર રેસિડન્સીની સુવિધા લુપ્ત થઇ જાય છે. જ્યારે મીડિયમ ટર્મ વિઝા હેઠળ વ્યક્તિ ત્રણ વર્ષ માટે પીઆર માટે લાયક બની જાય છે. 


  માઇગ્રેશન રિફોર્મ પ્રોસેસની થઇ ગઇ છે શરૂઆત 


  - ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં છેલ્લાં કેટલાંક મહિનાથી માઇગ્રેશન રિફોર્મ પ્રોસેસ શરૂ થઇ જ ગઇ છે. 
  - જાન્યુઆરીમાં અપડેટ કરવામાં આવેલા લિસ્ટ્સમાં સ્કિલ્ડ માઇગ્રેશન વિઝા અમુક પસંદગીની સ્કિલ કેટેગરીને જ આપવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટેગરીના વિઝા આગામી મહિનાઓમાં આપવામાં આવશે. 

   

  આગળી સ્લાઇડ્સમાં જાણો, શા માટે લેવાયો આવો નિર્ણય... 

 • the Australia government has tightened the visa norms for skilled overseas workers
  ઓસ્ટ્રેલિયાએ એપ્રિલ -2017માં 457 વિઝા એપ્લિકેશન આ જ કારણોસર કેન્સલ કરી હતી. (ફાઇલ)

  યુએસની માફક સ્થાનિક પ્રોફેશનલ્સને મળશે પ્રાધાન્ય 


  - વિઝા નિયમોને કડક બનાવવાનું મુખ્ય કારણ સ્થાનિક પ્રોફેશનલ્સને પુરતી તકો મળી રહે તે છે.
  - ઓસ્ટ્રેલિયન હોમ ડિપાર્ટમેન્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાએ એપ્રિલ -2017માં 457 વિઝા એપ્લિકેશન આ જ કારણોસર કેન્સલ કરી હતી. 
  - મિનિસ્ટર ઓફ સિટિઝનશિપ એન્ડ મલ્ટીકલ્ચર અફેર્સ એલાન ટુડ્ગના ઝમાવ્યા અનુસાર, વિઝા નિયમોને વધુ કડક બનાવવાથી ઓસ્ટ્રેલિયન કર્મચારીઓને દેશમાં જ નોકરીની પુરતી તકો મેળવવામાં સરળતા રહેશે. 
  - ઉલ્લેખીય છે કે, ઓસ્ટ્રેલિયામાં 457 વિઝા કેટેગરી હેઠળ નોકરી મેળનાર પ્રોફેશનલ્સમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં 90,033 457  વિઝા કાર્ડ હોલ્ડર્સમાં કુલ 19,400 લોકો (21.6 ટકા) ભારતીયો છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ