ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» સીરિયા પર 90 મિનિટમાં 110 મિસાઈથી હુમલો | Attack on Syria with 110 missions in 90 minutes

  US, બ્રિટન અને ફ્રાંસનો સીરિયા પર 90 મિનિટમાં 110 મિસાઈથી હુમલો

  DivyaBhaskar.com | Last Modified - Apr 15, 2018, 05:13 AM IST

  રશિયાની સેનાનો દાવો બે તૃતીયાંશ મિસાઈલો હવામાં નષ્ટ કરી નાખી, ત્રણ ઘાયલ
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   ન્યૂયોર્ક/દમિશ્ક: અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે શુક્રવારે મોડી રાતે સીરિયા પર તાબડતોબ મિસાઈલ હુમલા કર્યા. જમીન, આકાશ અને સમુદ્રથી 110 મિસાઈલો છોડ્યા. આ હુમલા બાદ સીરિયાના દમિશ્ક અને હોમ્સ શહેરમાં તીવ્ર વિસ્ફોટો સંભળાયા. એક અંદાજ મુજબ આ હુમલા પર અંદાજે 1700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. આ હુમલાથી અસદનાં ઠેકાણાંને કેટલું નુકસાન પહોંચ્યું, તેની કોઈ માહિતી નથી.

   પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ હુમલાનો આશય સીરિયાના રાષ્ટ્રપતિ અસદના રાસાયણિક હથિયારોનાં ઠેકાણાંનો નાશ કરવાનું હતું. અમે 20 ટકા રાસાયણિક હથિયારોના ખજાનાનો નાશ કરી નાંખ્યો છે. બીજી બાજુ, સીરિયાના સૈન્યે દાવો કર્યો કે તેમણે તેમનાં ઠેકાણાં તરફ આવતી 14 મિસાઈલો હવામાં જ તોડી પાડી. આ હુમલો નિષ્ફળ રહ્યો. અમેરિકાનો એક વર્ષમાં આ બીજો મોટો હુમલો છે.

   જે સીરિયાએ કહ્યું: જ્યારે કટ્ટરપંથી હારી ગયા ત્યારે અમેરિકા હુમલા કરી રહ્યું છે

   - આ હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે. આતંકીઓ હારી ગયા ત્યારે અમેરિકાએ કટ્ટરપંથને પ્રોત્સાહન આપવા માટે સીરિયા પર હુમલો કર્યો છે.

   જે રશિયાએ કહ્યું: આ ઉશ્કેરવાની કાર્યવાહી - આ હુમલાનાં પરિણામ ભોગવવા પડશે

   - આ ઉશ્કેરવાની કાર્યવાહી છે. અમે પહેલાં જ ચેતવણી આપી હતી કે જો સીરિયા પર કોઈ કાર્યવાહી કરાઈ તો તેનાં પરિણામ ટૂંક સમયમાં જ ભોગવવા પડશે.

   જે ફ્રાન્સે કહ્યું...: અમે ગૃહયુદ્ધમાં દખલ નથી કરી, પણ રાસાયણિક હુમલા સાંખી નહીં લેવાય

   - આ એક મર્યાદિત હુમલો હતો, કોઈ ગૃહયુદ્ધમાં દખલ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે રાસાયણિક હુમલાને ક્યારેય સાંખી નહીં શકીએ.

   દાવો - આ ઠેકાણાંઓ પર થયો હુમલો

   - દમિશ્કની એક વૈજ્ઞાનિક શોધ સંસ્થાન, જે કથિતરૂપે રાસાયણિક અને જૈવિક હથિયારોનાં ઉત્પાદન સાથે જોડાયેલું હતું.

   - હોમ્સ શહેરના પશ્ચિમી વિસ્તારમાં સ્થિત રાસાયણિક હથિયારોના ગોદામને નિશાન બનાવી હુમલા કરાયા.

   - હોમ્સ શહેરમાં એક મહત્વપૂર્ણ સૈન્ય સ્થળ છે, જ્યાં રાસાયણિક હથિયારો સાથે સંકળાયેલ સામગ્રી રખાતી હતી.

   ધરતી, આકાશ અને પાણી પરથી હુમલા કરાયા

   બ્રિટન : ટોર્નેડો પ્લેને હોમ્સમાં મિસાઈલો છોડી

   બ્રિટનના ચાર યુદ્ધવિમાન ટોર્નેડોએ કાર્યવાહી કરી. આ વિમાનોએ સાયપ્રસ સ્થિત તેમના બેઝ કેમ્પથી ઉડ્ડયન ભર્યું. સ્ટોર્મ શેડો મિસાઈલથી હુમલો કર્યો. એક મિસાઈલની કિંમત 7 કરોડ છે. ટોર્નેડો પ્લેનના એક ક્લાકના ઉડ્ડયન પર 30 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

   ફ્રાન્સ : રફાલથી સ્ટોર્મ શેડો મિસાઈલ છોડી

   ફ્રાન્સે મિરાજ અને રફાલ ફાઈટર પ્લેનથી હુમલા કર્યા. ફ્રાન્સીસી બેઝ કેમ્પથી પ્લેને ઉડ્ડયન ભર્યું. તેણે પણ સ્ટોર્મ શેડો મિસાઈલોનો ઉપયોગ કર્યો. એટલે સીરિયાની સરહદમાં પ્રવેશ કર્યા વિના જ આ હુમલા કરાયા. આ સિવાય સમુદ્રી વિસ્તારમાંથી પણ મિસાઈલ છોડી.

   યુએસ : યુદ્ધજહાજમાંથી ટોમહોક મિસાઈલનો મારો

   અમેરિકાના યુએસ બી-1 બોમ્બર વિમાનથી ટોમહોક મિસાઈલો છોડી. આ સિવાય સીરિયાના બેઝકેમ્પ અને ત્રણ સમુદ્રી જહાજથી પણ ટોમહોક મિસાઈલ છોડી. અમેરિકાએ આ 110 મિસાઈલોમાંથી એકલાએ 60થી વધુનો મારો કર્યો. એક મિસાઈલની કિંમત અંદાજે 13 કરોડ રૂ. છે.

   હુમલાનો આશય રશિયાને પાઠ ભણાવવાનો હતો

   અલ અરેબિયા (મધ્ય પૂર્વ): અમેરિકાની સીરિયા અંગે કોઈ સ્પષ્ટ નીતિ નથી. તેણે અહીં બધું પોતાના સહયોગીઓ ફ્રાન્સ અને બ્રિટન પર છોડી દીધું છે. હકીકતમાં પશ્ચિમી દેશોએ સીરિયાના બહાને રશિયાને પાઠ ભણાવ્યો છે. સંદેશ આપ્યો છે કે જો તે સીરિયામાં રાસાયણિક હુમલા કરશે તો તેણે અમેરિકા અને સહયોગી દેશોના સૈન્યનો સામનો કરવો પડશે.

   ન્યૂયોર્ક ટાઈમ્સ: પ્રમુખ ટ્રમ્પે સીરિયાના સૈન્યને નિશાન બનાવતા મિસાઈલ હુમલો કર્યો છે. આ કાર્યવાહી બાદ પહેલો સવાલ ઊઠે છે કે આવા હુમલા શું રાસાયણિક હુમલા રોકી શકે છે? પરંતુ નવા હુમલાએ અમેરિકન પેઢીને સૌથી જટિલ અને બહુઆયામીવાળા સંઘર્ષમાં ધકેલી દીધી છે. રશિયા અને ઈરાને ટ્રમ્પને પહેલા જ ચેતવણી આપી હતી કે તે અસદને સત્તા પરથી હટાવવા માટે આ ગૃહયુદ્ધમાં દખલ ન કરે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સીરિયા પર 90 મિનિટમાં 110 મિસાઈથી હુમલો | Attack on Syria with 110 missions in 90 minutes
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top