એમઆઇટીમાં અર્નવ કપૂરે બનાવ્યું અનોખું ડિવાઇસ, જે વાંચી લેશે તમારું મગજ

આપણા શરીર-નસોમાંથી સંકેતો લઇને કમ્પ્યૂટર કે મોબાઇલને મોકલે છે

Agency

Agency

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 04:47 AM
એમઆઇટીમાં અર્નવ કપૂરે મગજ વાંચી લેતી ડિવાઇસ બનાવી | Arnav Kapoor Made A Brain Reading Device In MIT

એમઆઇટીમાં અર્નવ કપૂરે બનાવ્યું અનોખું ડિવાઇસ, જે વાંચી લેશે તમારું મગજ.

વોશિંગ્ટન: આપણી સામેવાળાના મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણી લેવાતું હોવાના કિસ્સા અત્યાર સુધી આપણે માત્ર સાયન્સ ફિક્શન કે જાદુઇ કથાઓમાં જ વાંચ્યા હશે પણ મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (એમઆઇટી)માં ભારતીય મૂળના અર્નવ કપૂરે તેને હકીકતમાં ફેરવી નાખ્યા છે. તેમની ટીમે એક એવી ડિવાઇસ બનાવી છે કે જે મગજમાં ચાલી રહેલી વાતો વાંચી-સાંભળી લે છે અને કમ્પ્યૂટર તથા મોબાઇલ ઉપકરણો દ્વારા જણાવી દે છે કે તે વાતો શું છે.

આપણે ભણતી વખતે શાંત થઇને ધીમે-ધીમે વાંચીને યાદ કરવાનો અભ્યાસ કરીએ છીએ તે રીતે. તેને સબવૉકલાઇઝેશન કહે છે. આ ડિવાઇસ તે બધી વાતો સામે લાવીને મૂકી દે છે. તે ચહેરા પર પહેરવામાં આવે છે અને આપણી નસો, શરીર તથા હાડકાંના કંપન એટલે કે ન્યૂરોમસ્ક્યૂલર સંકેતોને પારખી શકે છે. તેના દ્વારા તે મગજમાં ચાલી રહેલી વાતો જાણી લે છે અને ડિવાઇના માધ્યમથી એક કમ્પ્યૂટર સિસ્ટમને સિગ્નલ મોકલે છે છે, જે સિસ્ટમ નેટવર્ક દ્વારા શબ્દો જાણી લે છે.

હાલ આ ડિવાઇસનો ઉપયોગ ચેસમાં વિરોધીના મગજમાં ચાલી રહેલી ચાલ જાણવા તથા અન્ય ગેમ્સની જાણકારી મેળવવા જેવા મજેદાર કામો માટે કરાઇ રહ્યો છે. પ્રોજેક્ટના ચીફ અર્નવ કપૂર જણાવે છે કે, ‘અમને બુદ્ધિમતા વધારતી ડિવાઇસ તૈયાર કરવાનો આઇડિયા આવ્યો હતો. અમે એવી ડિવાઇસ ઇચ્છતા હતા કે જે મશીન અને માણસને ભેગા કરીને માનવીય અનુભૂતિ વર્ણવી શકે. આ એક રીતે આપણી આંતરિક અનુભૂતિ વિસ્તારવા જેવું છે.’

એમઆઇટીમાં અર્નવ કપૂરે મગજ વાંચી લેતી ડિવાઇસ બનાવી | Arnav Kapoor Made A Brain Reading Device In MIT
X
એમઆઇટીમાં અર્નવ કપૂરે મગજ વાંચી લેતી ડિવાઇસ બનાવી | Arnav Kapoor Made A Brain Reading Device In MIT
એમઆઇટીમાં અર્નવ કપૂરે મગજ વાંચી લેતી ડિવાઇસ બનાવી | Arnav Kapoor Made A Brain Reading Device In MIT
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App