ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» એપલના કો-ફાઉન્ડરે કહ્યું કે ખુશ રહેવું હોય તો જીવનમાં ફક્ત એક જ વ્યક્તિ પ્રત્યે જવાબદાર બનો | Apple co-founder said if you want to be happy, responsible for only1 person

  એપલના કો-ફાઉન્ડરે કહ્યું કે ખુશ રહેવું હોય તો જીવનમાં ફક્ત એક જ વ્યક્તિ પ્રત્યે જવાબદાર બનો

  Agency, California | Last Modified - Apr 17, 2018, 03:56 AM IST

  654 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક વોઝ્નિયાકને કેલિફોર્નિયાના એક કાર્યક્રમમાં પ્રશ્ન કરાયો
  • એપલના કો-ફાઉન્ડરે કહ્યું કે ખુશ રહેવું હોય તો જીવનમાં ફક્ત એક જ વ્યક્તિ પ્રત્યે જવાબદાર બનો
   એપલના કો-ફાઉન્ડરે કહ્યું કે ખુશ રહેવું હોય તો જીવનમાં ફક્ત એક જ વ્યક્તિ પ્રત્યે જવાબદાર બનો

   કેલિફોર્નિયા: એપલના કો-ફાઉન્ડર સ્ટીવ વોઝ્નિયાક કહે છે કે જીવનમાં ખુશ રહેવા માટે પૈસાથી વધારે જીવન જીવવાની રીત મહત્વ ધરાવે છે. 654 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક વોઝ્નિયાકને કેલિફોર્નિયાના એક કાર્યક્રમમાં પ્રશ્ન કરાયો કે તે દરેક ક્ષણે હસતા રહે છે તેનું શું કારણ છે? તેના પર સ્ટીવે કહ્યું કે જો તેમની પાસે આટલી મિલકત ના પણ હોત તો તે હસતા રહેતા. સ્ટીવે કહ્યું કે તેમણે 20 વર્ષની ઉંમરે જ ખુશ રહેવાની રીત શોધી કાઢી હતી અને તે રીત છે મુશ્કેલીઓને ખુદ પર હાવી ના થવા દેવી. જીવનમાં આપણી જવાબદારી ફક્ત એક વ્યક્તિ પ્રત્યે જ હોવી જોઈએ- ખુદના પ્રત્યે. સ્ટીવની વાતોના મુખ્ય અંશો...

   જ્યારે હું 20 વર્ષનો હતો ત્યારે મેં જીવનમાં ખુશ રહેવાની પોતાની એક ફોર્મ્યુલા બનાવી હતી. ખુશીની એ ફોર્મ્યુલા હતી- સ્મિતમાંથી દુ:ખને દૂર કરો. વાત સ્પષ્ટ છે કે જ્યારે આપણી કાર પર કોઈ સ્ક્રેચ લાગી જાય છે તો આપણે જીવનભર તેના માટે દુ:ખી રહીએ છીએ? ના. જલદી કાર ઠીક કરાવીએ છીએ અને થોડીક સાવચેતીથી ફરીવાર તેની સવારીની મજા માણીએ છીએ. જીવન પણ આવી જ રીતે ચાલે છે અને મારી પાસે ઘણા પૈસા છે, ખુદની બોટ છે પરંતુ જો હું આ બધું સાચવી રાખીશ અને આજે મરી જઈશ તો આટલી મિલકતનો શું ફાયદો?

   પરંતુ જો હું મારા મિત્રો સાથે મજાક કરું, પરિવાર સાથે સમય પસાર કરું અને આજે મરી જાઉં તો કોઈ દુ:ખ નહીં રહે.હું ઓફિસનું કામ ક્યારેય બહાર નથી લાવતો. આ જ કારણ છે કે મારા ફોનમાં આજ સુધી એપલ સ્ટોક એપ ડાઉનલોડ નથી કરી. હું એ નથી ઈચ્છતો કે મિત્રો સાથે બેસીને ફોન પર એપલના શેરનું ખરીદ-વેચાણ કરતો રહું અથવા ટેક્નોલોજી વિશે વાતો કરતો રહું. સત્ય તો એ છે કે મેં અને સ્ટીવે પૈસા કમાવા માટે આ કામ શરૂ નહોતું કર્યુ. તેનાથી અમને સંતોષ મળ્યો હતો.

   પ્રોડક્ટ હિટ થઈ તો આપમેળે પૈસો આવ્યો. હું એમ પણ નહીં કહું કે મને ક્યારેય ચિંતા થતી નથી. મને પણ ચિંતા થાય છે પરંતુ હું તેને હાવી નથી થવા દેતો. હું અંતિમ વાત કહીશ કે ચર્ચા ન કરો. તમારા વિચાર ખતમ થઈ જશે પરંતુ ચર્ચા ખતમ નહીં થાય. દરેક ચર્ચામાં એક પક્ષ હંમેશા હારે છે. - સ્ટીવ વોઝ્નિયાક

   હું કામને ઓફિસથી બહાર નથી લાવતો, આજ સુધી ફોનમાં એપલ એપ ડાઉનલોડ નથી કરી

   જ્યારે હું 20 વર્ષનો હતો ત્યારે મેં જીવનમાં ખુશ રહેવાની પોતાની એક ફોર્મ્યુલા બનાવી હતી. ખુશીની એ ફોર્મ્યુલા હતી- સ્મિતમાંથી દુ:ખને દૂર કરો. વાત સ્પષ્ટ છે કે જ્યારે આપણી કાર પર કોઈ સ્ક્રેચ લાગી જાય છે તો આપણે જીવનભર તેના માટે દુ:ખી રહીએ છીએ? ના. જલદી કાર ઠીક કરાવીએ છીએ અને થોડીક સાવચેતીથી ફરીવાર તેની સવારીની મજા માણીએ છીએ. જીવન પણ આવી જ રીતે ચાલે છે અને મારી પાસે ઘણા પૈસા છે, ખુદની બોટ છે પરંતુ જો હું આ બધું સાચવી રાખીશ અને આજે મરી જઈશ તો આટલી મિલકતનો શું ફાયદો?

   પરંતુ જો હું મારા મિત્રો સાથે મજાક કરું, પરિવાર સાથે સમય પસાર કરું અને આજે મરી જાઉં તો કોઈ દુ:ખ નહીં રહે.હું ઓફિસનું કામ ક્યારેય બહાર નથી લાવતો. આ જ કારણ છે કે મારા ફોનમાં આજ સુધી એપલ સ્ટોક એપ ડાઉનલોડ નથી કરી. હું એ નથી ઈચ્છતો કે મિત્રો સાથે બેસીને ફોન પર એપલના શેરનું ખરીદ-વેચાણ કરતો રહું અથવા ટેક્નોલોજી વિશે વાતો કરતો રહું. સત્ય તો એ છે કે મેં અને સ્ટીવે પૈસા કમાવા માટે આ કામ શરૂ નહોતું કર્યુ.

   અમને સંતોષ મળ્યો હતો. પ્રોડક્ટ હિટ થઈ તો આપમેળે પૈસો આવ્યો. હું એમ પણ નહીં કહું કે મને ક્યારેય ચિંતા થતી નથી. મને પણ ચિંતા થાય છે પરંતુ હું તેને હાવી નથી થવા દેતો. હું અંતિમ વાત કહીશ કે ચર્ચા ન કરો. તમારા વિચાર ખતમ થઈ જશે પરંતુ ચર્ચા ખતમ નહીં થાય. દરેક ચર્ચામાં એક પક્ષ હંમેશા હારે છે. - સ્ટીવ વોઝ્નિયાક

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: એપલના કો-ફાઉન્ડરે કહ્યું કે ખુશ રહેવું હોય તો જીવનમાં ફક્ત એક જ વ્યક્તિ પ્રત્યે જવાબદાર બનો | Apple co-founder said if you want to be happy, responsible for only1 person
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top