એનાલિટિકા માટે ભારતમાં કામ કરનારને ઝેર આપી મારી નાખવામાં આવ્યો

વાયલીએ મુરેસેનની મોતને ભારત સાથે નથી જોડી. તેઓએ કહ્યું કે, કેન્યાની રાજનીતિમાં કામ કરવાની કિંમત ચૂકવવી પડે છે.

divyabhaskar.com | Updated - Mar 28, 2018, 05:37 PM
કેમ્બ્રિજ એનાલિટિકા સામે 5 કરોડ યૂઝર્સના ડેટા ચોરી કરવાનો આરોપ છે (ફાઇલ)
કેમ્બ્રિજ એનાલિટિકા સામે 5 કરોડ યૂઝર્સના ડેટા ચોરી કરવાનો આરોપ છે (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુક ડેટા લીક કેસમાં સામેલ કેમ્બ્રિજ એનાલિટિકાના પૂર્વ કર્મચારીએ આશંકા વ્યક્ત કરી છે કે ભારતમાં કામ કરનારા એક શખ્સને એક ડીલ ખરાબ થવાથી ઝેર આપી દેવામાં આવ્યું હતું. જેને ઝેર આપવામાં આવ્યું, તેને એક અરબપતિ પૈસા આપો રહ્યો હતો જે એવું નહોતો ઈચ્છતો કે કોંગ્રેસ કોઈ ચૂંટણી જીતે. આ દાવો બ્રિટિશ સાંસદની એક સિલેક્ટ કમિટીની સામે કરવામાં આવ્યો છે. દાવો કરનાર શખ્સનું નામ પોલ ઓલીવર ડેહાએ છે જે કેમ્બ્રિજ એનાલિટિકામાં ડેટા પ્રોટેક્શન એક્સપર્ટ રહી ચૂક્યો છે. જે શખ્સને 6 વર્ષ પહેલા ઝેર આપવાની વાત કહેવામાં આવી રહી છે તેનું નામ ડેન મુરેસૈન હતું જે રોમાનિયાના પૂર્વ કૃષિ મંત્રીનો દીકરો હતો. ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રિજ એનાલિટિકા પર 5 કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા ચોરીને અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ છે.

સૌથી પહેલા વાયલીએ લીધું હતું કોંગ્રેસનું નામ


- ફેસબુક ડેટા લીક મામલામાં વ્હિસલબ્લોઅર કેમ્બ્રિજ એનાલિટિકાન પૂર્વ રિસર્ચ હેડ ક્રિસ્ટોફર વાયલીએ મંગળવારે બ્રિટેનની સંસદીય સમિતિની પૂછપરછમાં જણાવ્યું હતું, મને લાગે છે કે ભારતમાં કોંગ્રેસ તેની (કેમ્બ્રિજ એનાલિટિકા) ક્લાયન્ટ હતી. મને નેશનલ પ્રોજેક્ટ તો યાદ નથી પરંતુ રીજનલ પ્રોજેક્ટ હતો.

નવા ખુલાસામાં કોંગ્રેસનું નામ સામે આવ્યું


- એક ન્યૂઝ એજન્સીની માહિતી મુજબ, કેમ્બ્રિજ એનાલિટિકામાં ડેટા પ્રોટેકશન એક્સપર્ટ રહેલાં પોલ ઓલીવરે બ્રિટનની સંસદીય સમિતિને જણાવ્યું કે, "ડેન મુરેસૈન ભારતના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હતા. શંકા છે કે 2012માં ડીલ ખરાબ હોવાને કારણે તેઓને કેન્યાની જ હોટલમાં તેમને મારી સામે જ ઝેર આપવામાં આવ્યું હતું."
- મુરેસૈન કોંગ્રેસ માટે કામ કરી રહ્યાં હતા. પરંતુ એક અબજપતિએ તેને પૈસા આપ્યા, જે ઈચ્છતા હતા કે કોંગ્રેસ હારી જાય. ભારતથી જે રિપોટ્સ આવી રહ્યાં છે, તે મુજબ એવું લાગે છે કે મુરેસૈન માત્ર એવું દેખાડી રહ્યાં હતા કે તેઓ કોંગ્રેસ માટે કામ કરે છે, પરંતુ તેઓને કોઈ અન્ય જ પૈસા આપી રહ્યો હતો. આ રીતે તેઓ કોંગ્રેસને ડબલ ક્રોસ કરી રહ્યાં હતા.

વ્હિસલબ્લોઅરે કહ્યું- કેન્યામાં પોલીસને લાંચ પણ અપાઈ હતી


- પોલ ઓલીવરના દાવા પર વ્હિસલબ્લોઅર ક્રિસ્ટોફર વાયલીએ વીડિયો કોન્ફરન્સની મદદથી સંસદીય સમિતિને જણાવ્યું કે, "હું આ અંગેની સત્યતા અંગે ન બોલી શકું. આ વાત મને જણાવવામાં આવી હતી અને તેથી હું પણ અહીં એ જ કહી રહ્યો છું કે લોકોને શંકા છે કે મુરેસૈનને હોટલમાં જ ઝેર આપવામાં આવ્યું હતું. મેં એવું પણ સાંભળ્યું છે કે પોલીસને લાંચ આપવામાં આવી હતી કે જેથી 24 કલાક સુધી હોટલ રૂમમાં દાખલ ન થઈ શકે."
- જો કે વાયલીએ કહ્યું કે, "જ્યારે તમે કેન્યાના રાજકારણણમાં કામ કરો છો અને જો ડીલ ખોટી થઈ જાય તો તમારે તેની કિંમત ચુકવવી પડે છે. જ્યારે હું કેમ્બ્રિજ એનાલિટિકામાં આવ્યો તો મને પણ મુરેસૈનના કેટલાંક પ્રોજેક્ટસ મળ્યાં, પરંતુ મને તેની મોત અંગે કોઈ જ જાણકારી ન હતી."

આગળની સ્લાઇડ્સમાં જાણો, યુએસ ચૂંટણી પહેલાં ડેટાનો ખોટો ઉપયોગ થયો...

બ્રિટનના લોમેકર્સ ડેટા લીક મામલે કેસ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે.
બ્રિટનના લોમેકર્સ ડેટા લીક મામલે કેસ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે.

યુએસ ચૂંટણી પહેલાં ડેટાનો ખોટો ઉપયોગ થયો 


- ગાર્ડિયન અને ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ટ્રમ્પ કેમ્પેઇન સાથે જોડાયેલી બ્રિટિશ ફર્મ એનાલિટિકાએ 2014માં ફેસબુક યૂઝર્સના ડેટાનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. ફેસબુકને આ અંગે જાણકારી હતી, પરંતુ તેણે યૂઝર્સને એલર્ટ કર્યા નહતા. 
- હકીકતમાં, 2013માં 70 હજાર લોકોએ ફેસબુકની મદદથી 'ધીસ ઇઝ યોર ડિજીટલ લાઇફ' ક્વિઝ એપ ડાઉનલોડ કરી. આવું કરવાથી આ યૂઝર્સના પર્સનલ ડેટા અને ફ્રેન્ડ્સ લિસ્ટ પબ્લિક થઇ ગઇ. 
- 2014માં કેમ્બ્રિજ એનાલિટિકાએ આ ડેટાને ખરીદી લીધા. કંપની તેનો ઉપયોગ યુએસ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના કેન્ડિડેટ્સ ટેડ ક્રૂઝ અને બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે કર્યો. 
- કંપની સાઇકોલોજિકલ પ્રોફાઇલિંગનો ઉપયોગ કરીને ક્લાયન્ટના સમર્થનમાં પોતાના વિરોધીઓ વિરૂદ્ધ સોશિયલ પ્લેટફોર્મ પર સુચનાઓ પ્લાન્ટ કરતી હતી. 

 

ભાજપ-કોંગ્રેસે એકબીજાં સામે લગાવ્યા આરોપ 


- ભાજપે આરોપ લગાવ્યો હતો કે, 2019ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ એનાલિટિકાની સેવાઓ લઇ રહી છે. ભાજપે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે, રાહુલના ટ્વીટર પર ફૉલોઅર્સ વધવા પાછળ ક્યાંક એનાલિટિકાનો તો હાથ નથી? કોંગ્રેસ અધ્યક્ષના ફેસબુક પ્રોફાઇલિંગને એનાલિટિકા સાથે શું લેવા-દેવા છે? 
 કોંગ્રેસ સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે, રાહુલ ગાંધીએ એનાલિટિકાની સેવાઓ પણ ક્યારેક લીધી છે. કોંગ્રેસે વળતો આરોપ લગાવ્યો છે કે, ભાજપે 2014માં આ કંપનીની સેવાઓ લીધી હતી. 

X
કેમ્બ્રિજ એનાલિટિકા સામે 5 કરોડ યૂઝર્સના ડેટા ચોરી કરવાનો આરોપ છે (ફાઇલ)કેમ્બ્રિજ એનાલિટિકા સામે 5 કરોડ યૂઝર્સના ડેટા ચોરી કરવાનો આરોપ છે (ફાઇલ)
બ્રિટનના લોમેકર્સ ડેટા લીક મામલે કેસ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે.બ્રિટનના લોમેકર્સ ડેટા લીક મામલે કેસ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App