Home » International News » Latest News » International » America firing in two store one indian died

અમેરિકાના બે સ્ટોરમાં ફાયરિંગ, ભારતીયનું મોત

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 02:37 AM

ગુજરાતી યુવક ગંભીર: 10 મિનિટના અંતરાલમાં બે સ્ટોરમાં હુમલો

  • America firing in two store one indian died

    વોશિંગ્ટન: જોર્જિયામાં એક શખ્સે બે સ્ટોર્સમાં ફાયરિંગ કર્યું, જેમાં ભારતીય મૂળના એક શખ્સનું મોત થયું અને બીજાની હાલત ગંભીર છે. ઘટના મંગળવારની છે અને બન્ને સ્ટોર્સમાં 10 મિનિટની અંદર ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, લેમાર રશદ નિકોલસન (28)ની ધરપકડ કરવામાં આવી છે. તેને ફ્લોઇડ કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તેના પર હત્યા, લૂંટ હથિયાર રાખવાના આરોપ લગાવાયા છે.


    શેરિફ ઓફિસ અનુસાર, નિકોલસન બ્રૂનેટ ફેરી રોડ સ્થિત ક્વિક સ્ટોપમાં મંગળવારે સાંજે ઘુસ્યો હતો. સ્ટોરમાં ઘુસતા જ તેણે પરમજીત સિંહ (44) પર અનેક ગોળીઓ ચલાવી. ત્યાર બાદ 10 મિનિટ પછી તે એલ્મ સ્ટ્રીટ પર એક ફૂડ એન્ડ બેવરેજ સ્ટોરમાં ઘુસ્યો. ક્લાર્ક પાર્થેય પટેલ (30)ને ગોળી મારી. અહીંથી નીકળતા પહેલા નિકોલસને રૂપિયા ચોર્યા. પટેલની હાલત ગંભીર છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ