ડિવોર્સ / બેજોસની પત્નીને 4.76 લાખ કરોડ મળી શકે છે, વિશ્વની સૌથી અમીર મહિલા બની જશે

ગેરેજથી શરૂ થયેલી એમેઝોન આજે વિશ્વની સૌથી મોટી કંપની છે. તેની માર્કેટ કેપ 57 લાખ કરોડ રૂપિયા છે. (ફાઇલ)
ગેરેજથી શરૂ થયેલી એમેઝોન આજે વિશ્વની સૌથી મોટી કંપની છે. તેની માર્કેટ કેપ 57 લાખ કરોડ રૂપિયા છે. (ફાઇલ)
X
ગેરેજથી શરૂ થયેલી એમેઝોન આજે વિશ્વની સૌથી મોટી કંપની છે. તેની માર્કેટ કેપ 57 લાખ કરોડ રૂપિયા છે. (ફાઇલ)ગેરેજથી શરૂ થયેલી એમેઝોન આજે વિશ્વની સૌથી મોટી કંપની છે. તેની માર્કેટ કેપ 57 લાખ કરોડ રૂપિયા છે. (ફાઇલ)

divyabhaskar.com

Jan 10, 2019, 04:29 PM IST
વોશિંગ્ટનઃ એમેઝોનના સીઇઓ જેફ બેજોસ (55) અને તેમની પત્ની મેકેન્જી (48)ના ડિવોર્સ વિશ્વમાં સૌથી મોંઘા થઇ શકે છે. બંનેએ બુધવારે ડિવોર્સની જાહેરાત કરી હતી. સંપત્તિની વહેંચણી થઇ તો મેકેન્જી વિશ્વની સૌથી અમીર મહિલા બની શકે છે. વોશિંગ્ટનના કાયદા અનુસાર, લગ્ન બાદ એકઠી કરેલી સંપત્તિ પર ડિવોર્સ બાદ પતિ-પત્નીનો સમાન હક હોય છે. 

એલાઇસ વોલ્ટન વિશ્વની સૌથી અમીર મહિલા

મેકેન્જીને 4.76 લાખ કરોડ રૂપિયા મળે છે તો તે વિશ્વની સૌથી અમીર મહિલા એલાઇસ વોલ્ટનને પાછળ છોડી દેશે. વોલમાર્ટની ઉત્તરાધિકારી વોલ્ટનની નેટવર્થ 3.22 લાખ કરોડ રૂપિયા (46,00 કરોડ ડોલર) છે. 
જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બેજોસ દંપત્તિની વચ્ચે લગ્ન પહેલાં કોઇ કરાર થયો હતો કે નહીં. એવા ક્યાસ પણ લગાવવામાં આવી રહ્યા છે કે મેકેન્જી પતિની સંપત્તિમાં હિસ્સો નહીં માંગે. કારણ કે, બંનેએ નિર્ણય કર્યો છે કે, તેઓ ડિવોર્સ બાદ પરિવાર અને મિત્રની માફક જ રહેશે અને ગયા વર્ષે શરૂ કરવામાં આવેલા ચેરિટી કામોને સાથે મળીને આગળ વધારશે. 
વર્ષ 1993માં જેફ અને મેકેન્જીના લગ્ન થયા હતા. તે સમયે બંને હેજ ફંડ કંપની ડીઇ શોમાં કામ કરતા હતા. લગ્નના આગામી વર્ષે એટલે કે, 1994માં જેફ બેજોસે એમેઝોનની શરૂઆત કરી. 
ગેરેજથી શરૂ થયેલી એમેઝોન આજે વિશ્વની સૌથી મોટી કંપની છે. તેની માર્કેટ કેપ 57 લાખ કરોડ રૂપિયા છે. જેક બેજોસની પાસે એમેઝોનના 8 કરોડ શૅર્સ છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી