હેર ડાઇ Horror: કેમિકલથી થયું રિએક્શન; માથાની સાઇઝ થઇ ગઇ ડબલ, શ્વાસ લેવામાં પણ થઇ તકલીફ

divyabhaskar.com

Dec 03, 2018, 04:57 PM IST
એસ્ટ્લેએ ડાઇના કારણે થયેલી એલર્જીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે.
એસ્ટ્લેએ ડાઇના કારણે થયેલી એલર્જીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે.
ડાઇ લગાવ્યા બાદ રિએક્શનના કારણે તેના ચહેરા પર એટલી હદે સોજા આવી ગયા કે, તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી.
ડાઇ લગાવ્યા બાદ રિએક્શનના કારણે તેના ચહેરા પર એટલી હદે સોજા આવી ગયા કે, તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી.
પેરાફેનીલેનેડિયમ (Paraphenylenediamine - PPD) એક એવું કેમિકલ છે જે પર્મનન્ટ હેર ડાઇમાં ઉપયોગમાં લેવાય છે.
પેરાફેનીલેનેડિયમ (Paraphenylenediamine - PPD) એક એવું કેમિકલ છે જે પર્મનન્ટ હેર ડાઇમાં ઉપયોગમાં લેવાય છે.

- પેરિસમાં 19 વર્ષીય યુવતીએ એલર્જી રિસ્ક અંગે જાણકારી હોવા છતાં 90 ટકા વાળમાં લગાવી દીધી ડાઇ
- ડાઇના કારણે થયેલા રિએક્શનથી માથું ડબલ સાઇઝમાં થઇ ગયું

ઇન્ટરનેશનલ ડેસ્કઃ હેર ડાઇથી થતાં નુકસાન અંગે લગભગ દરેક વ્યક્તિને જાણકારી હશે જ. પરંતુ ડાઇના કારણે એલર્જીથી મહિલાનું માથું લગભગ ડબલ સાઇઝમાં મોટું થઇ ગયું તેવો બનાવ પેરિસમાં બન્યો છે. પેરિસમાં 19 વર્ષીય સ્ટુડન્ટ એસ્ટ્લેએ ડાઇના કારણે થયેલી એલર્જીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે. એસ્ટ્લેને કેમિકલ PPDના કારણે રિએક્શન આવ્યું છે. કેમિકલ પીપીડી 90 ટકા હેર ડાઇમાં જોવા મળે છે.

શું છે PPD?
- પેરાફેનીલેનેડિયમ (Paraphenylenediamine - PPD) એક એવું કેમિકલ છે જે પર્મનન્ટ હેર ડાઇમાં ઉપયોગમાં લેવાય છે. જેથી વાળમાં નેચરલ લુક આવે.
- પીપીડીએ પેરાફેનીલેનેડિયમનું શોર્ટ ફોર્મ છે. જેને બ્લેક હીના ટેટૂઝમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

પહેલાં ખંજવાળ આવી, બાદમાં શ્વાસ લેવામાં થઇ તકલીફ


- ફ્રાન્સના સોશિયલ મીડિયા પર એસ્ટ્લેની તસવીરો વાઇરલ થઇ રહી છે. દરેક વ્યક્તિ પીપીડીના કારણે થયેલાં આ ભયંકર એલર્જી રિએક્શન વિશે ચર્ચા કરી રહ્યા છે.
- એસ્ટ્લેએ સ્ટાન્ડર્ડ DIY હેર ડાઇ પેરિસના એક સુપરમાર્કેટમાંથી ખરીદી હતી. આ ડાઇ લગાવ્યા બાદ રિએક્શનના કારણે તેના ચહેરા પર એટલી હદે સોજા આવી ગયા કે, તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી.
- રિએક્શનની જ્યારે શરૂઆત થઇ ત્યારે એસ્ટ્લેને પહેલાં માથામાં ખંજવાળ આવવા લાગી. ધીમે ધીમે તેના સ્કાલ્પ પર સોજા આવવા લાગ્યા.
- એસ્ટ્લેને લાગ્યું કે, આ સામાન્ય રિએક્શન હશે તેથી તેણે ફાર્માસિસ્ટ્સ પાસેથી લાવેલી એક ક્રિમ માથા પર લગાવી દીધી. બીજાં દિવસે જ્યારે એસ્ટ્લે ઉઠી ત્યારે તેનું માથું લગભગ ડબલ સાઇઝનું દેખાવા લાગ્યું હતું.
- એક ફ્રેન્ચ ડેઇલી સાથે વાત કરતા એસ્ટ્લેએ જણાવ્યું કે, મારી દ્રષ્ટી ધૂંધળી થઇ છે અને મને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. મારું કપાળ લગભગ ડબલ સાઇઝનું થઇ ગયું છે અને મારું માથ લાઇટ બલ્બ જેવું લાગી રહ્યું છે.

માથાની સાઇઝ 56સેમીથી 63 થઇ ગઇ


- એસ્ટ્લેએ જણાવ્યું કે, તેની જીભ ઉપર પણ સોજા આવવા લાગ્યા. એસ્ટ્લેને પરિસ્થિતિ ગંભીર થઇ રહી છે તેવું સમજતા વાર ના લાગી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી. સોજા અને રિએક્શનના કારણે તેના માથાની સાઇઝ નોર્મલ 56 સેમીના બદલે 63સેમીએ પહોંચી ગઇ.
- આ પહેલાં પણ એસ્ટ્લેને એક કેમિકલ હેર ડાઇના કારણે સામાન્ય રિએક્શન આવ્યું હતું. તેથી આ વખતે એસ્ટ્લેએ પ્રોડક્ટ સાથે આવતો એલર્જી ટેસ્ટ પણ કર્યો હતો.
- પ્રોડક્ટમાં જણાવ્યા અનુસાર, 48 કલાક સુધી રાહ જોવાના બદલે એસ્ટ્લેએ માત્ર 30 મિનિટમાં જ હેર ડાઇ લગાવી દીધી.
- આટલી બેદરકારી છતાં એસ્ટ્લેની માતાએ એવી દલીલ કરી હતી કે, પીપીડીના રિએક્શનને વધુ ગંભીરતાથી દર્શાવવા જરૂરી છે. મારી દીકરીએ સલાહ-સુચનોને યોગ્ય રીતે ફૉલો નથી કર્યા, પરંતુ વોર્નિંગને સ્પષ્ટ શબ્દોમાં લખવી જરૂરી હતી.


'તે સીટ ઉપર સૂઇ ગઇ અને ઝીપ ખોલી નાખી': ઉબેરના ડ્રાઇવર્સે જણાવ્યું બેકસીટમાં પેસેન્જર્સ કરે છે કેવી હરકતો!

આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો...

X
એસ્ટ્લેએ ડાઇના કારણે થયેલી એલર્જીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે.એસ્ટ્લેએ ડાઇના કારણે થયેલી એલર્જીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે.
ડાઇ લગાવ્યા બાદ રિએક્શનના કારણે તેના ચહેરા પર એટલી હદે સોજા આવી ગયા કે, તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી.ડાઇ લગાવ્યા બાદ રિએક્શનના કારણે તેના ચહેરા પર એટલી હદે સોજા આવી ગયા કે, તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી.
પેરાફેનીલેનેડિયમ (Paraphenylenediamine - PPD) એક એવું કેમિકલ છે જે પર્મનન્ટ હેર ડાઇમાં ઉપયોગમાં લેવાય છે.પેરાફેનીલેનેડિયમ (Paraphenylenediamine - PPD) એક એવું કેમિકલ છે જે પર્મનન્ટ હેર ડાઇમાં ઉપયોગમાં લેવાય છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી