'ભગવાનને પત્ર'/ આઈન્સ્ટાઈનનો જાણીતો લેટર વેચાયો રૂ. 20 કરોડમાં, ગણાવ્યો હતો માણસની કમજોરી

divyabhaskar.com

Dec 05, 2018, 04:56 PM IST
great scientist Albert Einstein 'God's letter', sold for 20 million and 38 million rupees
great scientist Albert Einstein 'God's letter', sold for 20 million and 38 million rupees
great scientist Albert Einstein 'God's letter', sold for 20 million and 38 million rupees

- આઈન્સ્ટાઈને આ લેટર તેમના મૃત્યુના એક વર્ષ પહેલાં લખ્યો હતો

- હરાજી પહેલાં આ પત્રની કિંમત માત્ર રૂ. 10 કરોડ 18 લાખ રૂપિયા આંકવામાં આવી હતી

ઈન્ટરનેશનલ ડેસ્ક: મહાન વૈજ્ઞાનિક એલ્બર્ટ આઈન્સ્ટાઈનનો લખેલો 'ભગવાનને પત્ર' નામથી પ્રખ્યાત ચિઠ્ઠી રૂ. 20 કરોડ 38 લાખમાં વેચાઈ છે. જર્મનીના વૈજ્ઞાનિક એલ્બર્ટ આઈન્સ્ટાઈનનો ઈશ્વર અને ધર્મ વિશે તેમના વિચારો પર આધારિત આ પ્રસિદ્ધ પત્રની અમેરિકામાં હરાજી કરવામાં આવી છે.

પત્રમાં જે પ્રકારે લખાણ લખવામાં આવ્યું છે તે જોઈને અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આઈન્સ્ટાઈને આ લેટર તેમના મૃત્યુના એક વર્ષ પહેલાં લખ્યો હતો. હરાજી હાઉસ ક્રિસ્ટીજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હરાજી પહેલાં આ પત્રની કિંમત માત્ર રૂ. 10 કરોડ 18 લાખ રૂપિયા આંકવામાં આવી હતી.

બે પેજનો આ લેટર 3 જાન્યુઆરી 1954માં જર્મનીના દાર્શનિક એરિક ગડકાઈન્ડને લખવામાં આવ્યો હતો. તેમણે આઈન્સ્ટાઈનને તેમનું પુસ્તક, 'ચુઝ લાઈફ: ધી બિબલિકલ કોલ ટૂ રિવોલ્ટ'ની એક કોપી મોકલી હતી.

આઈન્સ્ટાઈને તેમના પત્રમાં લખ્યું હતું કે, મારા માટે ભગવાન શબ્દનો અર્થ કઈ ખાસ નથી માત્ર અભિવ્યક્તિ અને માનવીની કમજોરીનું પ્રતીક છે. બાઈબલ એક પૂજનીય પુસ્તક છે હાલ પણ તે પ્રાચીન દંતકથાઓનો હિસ્સો છે. તેમણે લખ્યું છે કે, કોઈ વ્યાખ્યા નથી. ન કોઈ રહસ્ય મહત્વનું છે જે મારા આ સ્વભાવમાં કોઈ ફેરફાર લાવી શકે.

આઈનસ્ટાઈને લેટરમાં 17મી સદીના હયુદી ડચ દાર્શનિક બારુચ સ્પિનોજાનો ઉલ્લેક કર્યો છે. સ્પિનોજા માણસના દૈનિક જીવનમાં માનવરૂપી દેવતામાં વિશ્વાસ નથી રાખતાં. જોકે તેઓ માનતા હતા કે, ભગવાન એક બ્રહ્માંડની ઉત્કૃષ્ટ સુંદરતા અને વ્યવસ્થા માટે જવાબદાર છે.

X
great scientist Albert Einstein 'God's letter', sold for 20 million and 38 million rupees
great scientist Albert Einstein 'God's letter', sold for 20 million and 38 million rupees
great scientist Albert Einstein 'God's letter', sold for 20 million and 38 million rupees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી